________________
૧૮૬
આત્મપ્રબોધ
પ્રત્યક્ષ ધર્મના પ્રભાવને જોઈને ઘણા ભવ્ય એવા સ્વજન પરિજનોએ રાત્રિભોજન ત્યાગ આદિ વતો ગ્રહણ કર્યા. ત્યાર પછી તે કેશવ રાજા પાછો ત્યાં જઈને લાંબા કાળ સુધી સાકેત પત્તનમાં રાજ્ય ભોગવીને ઘણા લોકોને ધર્મમાર્ગમાં લાવીને સ્વયં શ્રાવક ધર્મને પાળીને અંતે સદ્ગતિનો ભાગી થયો. આ પ્રમાણે રાત્રિભોજન ત્યાગમાં કેશવનો વૃત્તાંત કહ્યો.
આ પ્રમાણે અન્વય-વ્યતિરેકવાળા આ દૃષ્ટાંતને સાંભળીને એટલે કે રાત્રિભોજન કરવામાં થતા દોષોને અને રાત્રિભોજનના ત્યાગમાં થતા ગુણોને સાંભળીને વિવેકીઓએ રાત્રિભોજનના ત્યાગમાં ઉદ્યમવાળા થવું જોઈએ. આ પ્રમાણે પ્રસંગ સહિત શ્રાવકની પ્રતિમાનું સ્વરૂપ કહ્યું. (૭૫)
શ્રાવક ક્યાં રહે? હવે શ્રાવકને નિવાસ યોગ્ય જે સ્થાન છે તેના સ્વરૂપને બતાવે છે
न चैत्यसाधर्मिकसाधुयोगो, यत्रास्ति तद्ग्रामपुरादिकेषु ।
युतेष्वपि प्राज्यगुणैः परैश्च, कदापि न श्राद्धजना वसन्ति ॥७६॥ જે ગામ વગેરેમાં ચૈત્ય, સાધર્મિક, સાધુઓનો યોગ ન હોય અને સૌરાજ્ય, ઘણું પાણી, ઇંધન, ધન અર્જન, સ્વજન, કિલ્લો વગેરે બીજા ઘણા ગુણોથી યુક્ત હોય એવા પણ ગામ-નગર વગેરેમાં શ્રાવકજનો ક્યારે પણ ન રહે. તેમાં ચૈત્ય એટલે જિનમંદિર. સાધર્મિકો એટલે સમાન ધર્મવાળા આરાધક ગૃહસ્થો. સાધુઓ એટલે શુદ્ધ ધર્મનો ઉપદેશ આપનારા ગુરુઓ. આ બધાનો યોગ જ્યાં હોય ત્યાં જ શ્રાવકો રહે. કહ્યું છે કે
बहुगुणआइण्णे वि हु, नगरे गामे च तत्थ न वसेइ ।
जत्थ न विजइ चेइय, साहम्मी साधुसामग्गी ॥१॥ અર્થ- જ્યાં ચૈત્ય- સાધર્મિક અને સાધુ સામગ્રી ન હોય એવા બહુગુણથી આકીર્ણ પણ નગર અને ગામમાં શ્રાવક ન રહે. (૭૬).
હવે નગર વગેરેમાં રહેતા શ્રાવકોએ જે પાડોશીઓનો ત્યાગ કરવો જોઈએ તેનું સ્વરૂપ બતાવે છે
पाखण्डिपारदारिक-नटनिर्दयशत्रुधूतपिशुनानां । चौरादीनां च गृहा-भ्यर्णे न वसन्ति सुश्राद्धाः ॥७६७॥
કેવા પાડોશીનો ત્યાગ કરવો? નગર વગેરેમાં રહેતા સુશ્રાવકો પાખંડિ-પારદારિક-નટ-નિર્દય-શત્રુ-ધૂર્ત-પિશુન-ચોર વગેરેના ઘરની નજીકમાં નિવાસ કરતા નથી. પાખંડી એટલે કુલિંગી. નટ એટલે વાંશ-દોરડા વગેરે ઉપર ખેલ કરનાર. નિર્દય એટલે જીવહિંસા કરનારા શિકારી-માછીમાર વગેરે. શત્રુ એટલે વૈરી. ધૂર્ત એટલે ઠગનારા. પિશુન એટલે બીજાનાં છિદ્રોને જોનારા. ચોર એટલે ચોરીની ક્રિયાથી બીજાના દ્રવ્યને હરનારા. આદિ શબ્દથી ઈર્ષ્યા કરનાર, જુગાર રમનાર, વિદૂષક વગેરે જાણવા. આ લોકોની નજીકમાં રહેતા શ્રાવકોને ક્રમે કરી સમ્યકત્વનો નાશ, પરસ્ત્રી ગમનની ઇચ્છા, તેની કળાનો