________________
૧૨૬
वग्घाइया भट्ठा, दुट्ठा वि जिआ न सीलवंताणं ।
नियछायं पि निरक्खिय, सासंका हुंति गयसीला ॥ ३२ ॥
જેઓની બુદ્ધિ શીલથી નિર્મળ છે તેઓ મેરુથી પણ મોટા છે. મેરુ એક લાખ યોજનનો છે જ્યારે તેઓનું યશરૂપી શરીર ત્રણ ભુવનમાં વ્યાપેલું છે. તથા જેમનો શીલરૂપી ગુણ ચાલ્યો ગયો છે એવા મનુષ્યો તૃણથી પણ હલકા છે. તૃણ હલકું હોવાથી પવનથી હરણ કરાતું પણ ક્યાંક પર્વતના પથ્થર વગેરેમાં સ્ખલના પામેલું રોકાઈ જાય છે. પરંતુ કુશીલથી લઘુ થયેલો, બહુ ભેગા કરેલા દુષ્કૃતથી પ્રેરાયેલો ત્રણે લોકમાં પણ ભમતો ક્યાંય પણ ઠરીઠામ થતો નથી. આથી તે તૃણથી પણ હલકો છે. વાઘ વગેરે જીવો દુષ્ટ હોવા છતાં પણ શીલવાળાઓને ભય માટે થતાં નથી. અર્થાત્ ભયનું કારણ બનતાં નથી. અહીં આદિ શબ્દથી સર્પ-અગ્નિ-પિશાચ વગેરે સમજવું. તથા શીલ વગરના પુરુષો તો પોતાની છાયાને પણ જોઈને આ મારા દુષ્કર્મને જોનારો તો કોઈ પણ પુરુષ નથીને એ પ્રમાણે સ્વમતિકલ્પનાથી જ આશંકાવાળા હોય છે, ભયવાળા હોય છે. કહ્યું છે કેसर्वत्र शुचयो धीराः, स्वकर्मबलगर्विताः । कुकर्मनिरतात्मानः, पापाः सर्वत्र शङ्किताः ॥ १ ॥
આત્મપ્રબોધ
અર્થ- સ્વકર્મબલથી ગર્વિત થયેલા પવિત્ર પુરુષો સર્વત્ર ધીર=ધીરજવાળા હોય છે, અર્થાત્ અધીરા બનતા નથી. કુકર્મમાં નિરત પાપી પુરુષો સર્વત્ર શંકાવાળા હોય છે. (૩૧-૩૨) શીલનો મહિમા
હવે જે કહ્યું કે- શીલવાળાને ક્યાંયથી પણ ભય થતો નથી તેને જ વિશેષથી કહેવાય છે– जो विजलं जलही, वि गोपयं विसहरा वि रज्जूओ । सीलजुआणं मत्ता, करिणो हरिणोवमा हुंति ॥ ३३ ॥
શીલથી યુક્ત પુરુષોને અગ્નિ પણ જલ થઈ જાય છે, સમુદ્ર પણ ખાબોચિયા જેટલો થઈ જાય છે, વિષધરો પણ દોરડા જેવા થઈ જાય છે. અને મદોન્મત્ત હાથીઓ પણ હરણ જેવા થઈ જાય છે. (૩૩)
આ પ્રમાણે શીલ સકલ અનર્થનો નાશ કરનારું છે એ પ્રમાણે બતાવીને શીલ ઈષ્ટ લાભનું કારણ છે એ બતાવવામાં આવે છે—
वित्थरइ जसं वड्ढइ, बलं च विलसंति विविहरिद्धीओ ।
सेवंति सुरा सिज्झंति, मंतविज्जा य सीलेणं ॥ ३४ ॥
શીલથી યશ વિસ્તરે છે, બળ વધે છે, વિવિધ ઋદ્ધિઓ વિલસે છે, દેવો સેવા કરે છે, મંત્રવિદ્યા સિદ્ધ થાય છે. (૩૪)
किं मंडणेहि कज्जं, जइ सीलेण अलंकिओ देहो ।
किं मंडणेहिं कज्जं, जइ सीले हुज्ज संदेहो ॥ ३५ ॥
જો શીલથી શરીર અલંકૃત છે તો પછી તેને શણગારવાની શી જરૂર છે ? જો શીલમાં સંદેહ છે તો શ૨ી૨ શણગારવાનું શું કામ છે ?