________________
પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ
૬૯
હોવાના કારણે ધીમે-ધીમે ચાલે છે. ત્યારે સિદ્ધસેન આચાર્યે કહ્યુંઃ મૂરિબારમઝાન્ત: ન્ય: વિં તવ વાધતિ ?' ઘણા ભારથી આક્રાંત થયેલો તારો સ્કંધ શું બાધા પામે છે? અહીં વાત એ પ્રમાણેનો પ્રયોગ આત્મપદના સ્થાને પરસ્મપદમાં કરવામાં આવ્યો છે પણ ગર્વિત થયેલા હોવાના કારણે આ અપશબ્દ છે, એ પ્રમાણે આચાર્યું ન જાણ્યું. તેથી ગુરુએ કહ્યું: “ર તથા વાધતે ન્યો, યથા વાતિ વાથતે તે પ્રમાણે સ્કંધ બાધા કરતો નથી જે પ્રમાણે વાસ્થતિ' એ પ્રમાણે કરેલો પ્રયોગ બાધા કરે છે. આ સાંભળીને આ કોણ છે ? એ પ્રમાણે તે ચમત્કાર પામ્યા. ત્યાર પછી વૃદ્ધવાદી ગુરુને જાણીને તરત જ પાલખી ઉપરથી ઉતરીને પગમાં પડ્યા. “મારા અપરાધની ક્ષમા કરો.” એ પ્રમાણે વારંવાર કહ્યું. ત્યાર પછી ગુરુએ ફરી પ્રતિબોધ કરીને સંઘ સમક્ષ મિથ્યાદુષ્કૃત અપાવવા પૂર્વક ગચ્છની અંદર લીધા. - ત્યાર પછી શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ લાંબા કાળ સુધી વીરતીર્થની પ્રભાવના કરીને અંતે સદ્ગતિના ભાગી થયા. આ પ્રમાણે સિદ્ધસેન દિવાકર સૂરિનો વૃત્તાંત પૂર્ણ થયો. આ કવિ નામનો આઠમો પ્રભાવક જાણવો. આ પ્રવચની વગેરે આઠેય પ્રભાવકો સ્વયં પ્રકાશવાના સ્વભાવવાળા જ પ્રવચનને દેશકાળ આદિની યોગ્યતાથી સહાયતા કરતા હોવાથી પ્રભાવકો કહેવાયા. આ લોકોનું કામ પ્રભાવના કરવાનું છે. તે પ્રભાવના સમ્યકત્વને નિર્મળ કરે છે. બીજી રીતે પણ આઠ પ્રભાવકો કહેલા છે.
મસ થમ્પટ્ટિ, વારૂ માય લવ કેમિસ્તી |
विज्जा य रायगणसं-मया य तित्थं पभावंति ॥ १॥
અર્થ- (૧) અતિશેષ ઋદ્ધિ (૨) ધર્મકથી (૩) વાદી (૪) આચાર્ય (૫) શપક (૬) નૈમિત્તિી | (૭) વિદ્યા (2) રાજગણસંમત. આ તીર્થની પ્રભાવના કરે છે.
ગાથાનો અર્થ સ્પષ્ટ છે. વિશેષ આ પ્રમાણે છે- અતિશેષો એટલે અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, આમર્ષ ઔષધિ વગેરે અતિશયો. તે ઋદ્ધિ જેને છે તે અતિશેષ ઋદ્ધિ. ક્ષપક એટલે તપસ્વી. રાજસંમત એટલે રાજાને પ્રિય. ગણ સંમત એટલે મહાજન વગેરેને બહુ માન્ય. આ પ્રમાણે આઠ પ્રભાવકો કહ્યા.
આભૂષણો-૫ હવે પાંચ આભૂષણ કહેવામાં આવે છે. જિનશાસનમાં કુશળતા, જિનશાસનની પ્રભાવના, તીર્થસેવા, જિનધર્મમાં સ્થિરતા અને જિનશાસનની ભક્તિ એ પાંચ સમ્યકત્વના આભૂષણો છે.
(૧) જિનશાસનમાં કુશળતા- તેમાં પહેલું ભૂષણ જિનશાસનમાં=અહિં દર્શન વિષયમાં કુશળતા = નિપુણતં. તે સમ્યકત્વને શોભાવે છે. આથી સમ્યગ્દષ્ટિઓએ વિશેષથી તેના ઉપાર્જનમાં પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે અહંન્દ્ર દર્શનમાં કુશળ માણસ દ્રવ્ય-ક્ષેત્ર- કાળ- ભાવ આદિના અનુસારે વિવિધ ઉપાયોથી અજ્ઞાન એવા પણ બીજાને સુખેથી જ પ્રતિબોધ કરે છે. જે પ્રમાણે કમલને પ્રતિબોધ કરનારા ગુણાકરસૂરિ. ગુણાકર સૂરિની કથા આ પ્રમાણે છે