________________
પ્રથમ પ્રકાશ - સખ્યત્વ
જાણ્યો. બીજું તો આપને કહેલું આપ જ જાણો. તેનું કહેલું સાંભળીને ખેદ પામેલા આચાર્યે “અહો! આંધળાની આગળ દર્પણનું દર્શન કરાવ્યું. એ પ્રમાણે ખેદ પામીને શ્રેષ્ઠીને તેની ચેષ્ટા જણાવીને બીજી જગ્યાએ વિહાર કર્યો.
હવે એક વખત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને અનુસારે બીજાને બોધ કરાવવામાં કુશળ બીજા આચાર્ય ત્યાં આવ્યા. નગરના લોકો તે જ પ્રમાણે તેમને પણ વંદન કરવા માટે ગયા. દેશનાને અંતે ધન શ્રેષ્ઠીએ ગુરુને કહ્યું: હે સ્વામી ! મારો પુત્ર ધર્મવિચારમાં અત્યંત અજ્ઞાની છે. પૂર્વ આવેલા બે આચાર્યોએ ઘણો બોધ પમાડ્યો પણ તે બોધ પામ્યો નહીં. પૂર્વે તેણે મકોડા ગણવાનું કર્યું અને પછી ગળાના કાકડા ઊંચા-નીચા થતા ગણ્યા. તેથી કોઈ પણ ઉપાયથી આપે આને પ્રતિબોધ કરવો. જેથી આનો મિથ્યાત્વરૂપી અંધકાર નાશ પામે અને સમ્યકત્વ રતની પ્રાપ્તિ થાય, અને આપને મહાન લાભ થાય. ત્યારે આચાર્યે કહ્યું તમારો પુત્ર લૌકિક વ્યવહારમાં હોંશિયાર છે કે નહીં ? શ્રેષ્ઠીએ કહ્યું: ખરેખર ! આ ધર્મવિચાર વિના બાકી બધે નિપુણ છે. ત્યારે આચાર્યે કહ્યું: તો પછી આ સુખે બોધ કરી શકાય તેવો છે. અવસરે અહીં મોકલવો. ત્યાર પછી શ્રેષ્ઠીએ ત્યાંથી ઊભા થઈને પોતાના ઘરે જઈને પુત્રની આગળ આચાર્યના ગુણો કહ્યા: અહો ! ત્રણે કાલને જાણનારા, આચાર્ય બધાની સુખ દુઃખની પ્રવૃત્તિને જાણે છે. હે પુત્ર ! તારા વડે પણ આચાર્ય પૂછવા યોગ્ય છે. અર્થાત્ તારે પણ આચાર્યને પૂછવું જોઈએ. કમલે પિતાના વચનને સ્વીકાર્યું. અવસરે તે ત્યાં જઈને આચાર્યને નમીને બેઠો. તેના ભાવને અનુકૂળ કરવાની ઈચ્છાવાળા આચાર્યે કહ્યું: હે કમલ ! તારા કરતલમાં મણિબંધમાં મત્સ્યમુખથી યુક્ત લાંબી ધનરેખા દેખાય છે. કમલે કહ્યું: આનું ફળ શું છે ? સૂરિએ કહ્યું: “અચ્છ ય સદ્દસથi' ઇત્યાદિ. ફરી પણ તારી કરરેખા જોવાથી અમે જાણીએ છીએ કે તારો શુક્લ પક્ષમાં જન્મ થયો છે. તારી પત્રિકામાં આ ગ્રહો પણ હશે. તેથી ચમત્કાર પામેલા કમલે તરત ઊભા થઈને પોતાના ઘરમાંથી જન્મપત્રિકા લઈને ગુરુને બતાવી. ગુરુએ પણ ગ્રહો તે જ પ્રમાણે એને બતાવ્યા. અમુક વરસે તારું લગ્ન થયું. અમુક વરસે તને તાવ આવેલ ઈત્યાદિ કહ્યું. ત્યાર પછી આ પ્રમાણે ગુરુના વચનને સાંભળીને કમલે ઘરે આવીને પિતાને કહ્યું: અહો ! પૂજ્ય ત્રણે કાળને જાણનારા છે. હવે તે દરરોજ ગુરુને વંદન માટે આવે છે. આચાર્ય પણ તે જ નગરમાં ચોમાસું રહ્યા. દરરોજ સુભાષિતોથી અને કૌતુકવાળી કથાઓથી કમલના ચિત્તને અનુકૂળ કર્યું. કૌતુકને કરનારી કથાની વચ્ચે ધર્મવિચાર પણ કરી લે છે.
આ પ્રમાણે કેટલાક કાળે કમલ સવિશેષ ધર્મને જાણનારો થયો. ક્રમે કરીને ગુરુની પાસે બાર વ્રતનો સ્વીકાર કર્યો. ગુરુની કૃપાથી પિતા કરતાં પણ તે અતિ અધિક દઢ ધર્મવાળો થયો. ત્યાર પછી આચાર્ય બીજી જગ્યાએ વિચર્યા. કમલ લાંબો કાળ શ્રાવક ધર્મને પાળીને અંતે સદ્ગતિનો ભાગી થયો. આ પ્રમાણે બીજા પણ સમ્યગ્દષ્ટિએ ભજનના ઉપકારનું કારણ એવું જિનશાસનમાં કુશળપણું રક્ષણ કરવા યોગ્ય છે. જેથી પોતાનું સમ્યકત્વરત જગતમાં સ્વાભાવિક શોભાને ધારણ કરે. આ પ્રમાણે અહં દર્શનમાં નિપુણપણા ઉપર કમલને પ્રતિબોધ કરનારા સૂરિનું દૃષ્ટાંત પૂર્ણ થયું.