________________
પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ
૭૯
પોતાના વ્રતના ભંગના ભયથી કોઈએ પણ તે વચનને સ્વીકાર્યું નહીં. ત્યાર પછી તે નહીં આપેલા પાણીને ગ્રહણ કર્યા વિના ત્યાં જ અનશનનો સ્વીકાર કરીને હૃદયમાં શ્રી મહાવીર સ્વામીનું ધ્યાન કરતા અને પોતાના અંબડ નામના ગુરુને નમન કરતા સઘળાય સમાધિથી કાળ કરીને પાંચમા દેવલોકમાં ગયા.
અંબડ તો પૂલ હિંસાનો ત્યાગ કરતો, નદી વગેરેમાં કેલિ નહીં કરતો, નાટક, વિકથા વગેરે અનર્થ દંડને નહીં આચરતો, તુંબડા, લાકડા અને માટીના પાત્રને છોડી બાકીના પાત્રને નહીં ગ્રહણ કરતો, ગંગાની માટીને છોડીને અન્ય વિલેપન નહીં કરતો, કંદમૂળ ફળોને નહીં ખાતો, આધાકર્મ આદિ દોષથી દૂષિત આહારને નહીં સેવતો, અંગૂઠી માત્ર અલંકારને ધારણ કરતો, ગેરુ આદિ ધાતુથી રંગેલા વસ્ત્રોને ધારણ કરતો, વહેતું નિર્મલ પાણી કોઈપણ ગૃહસ્થ વડે અપાયેલું અને વસ્ત્રથી સારી રીતે ગાળેલું, અર્ધા આઢક પ્રમાણ પીવા માટે અથવા તો કડછી વગેરેને ધોવા માટે ગ્રહણ કરતો, તેટલું જ એટલે કે અર્ધા આઢક પ્રમાણ પાણી સ્નાન કરવા માટે ગ્રહણ કરતો અને શ્રીમાન જિનધર્મમાં જ એક મતિને ધારણ કરતો પોતાના સઘળા ય જન્મને સફળ કરીને અંતે નજીકમાં સદ્ગતિવાળો એક મહિનાની સંલેખના કરીને પાંચમા બ્રહ્મલોકમાં દેવ થયો. ત્યાં દિવ્ય સુખોને અનુભવીને ક્રમે કરી માનવભવ પામીને સંયમની આરાધના કરવા પૂર્વક મોક્ષમાં જશે. હૃદયરૂપી કમળમાં એક પરમેશ્વરને જ ધારણ કરતી સુલસા શ્રાવિકાએ સર્વોત્તમ સ્થિરતારૂપ ભૂષણથી સમ્યકત્વને શોભાવીને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. આ જ ભરતક્ષેત્રમાં આગામી ચોવીશીમાં ચોત્રીશ અતિશયથી યુક્ત નિર્મમ નામના પંદરમા તીર્થંકર થશે. આ પ્રમાણે બીજા પણ ભવ્યાત્માઓએ દિવ્ય એવા પોતાના સમ્યકત્વ રતને શોભાવવા ધર્મસ્થિરતામાં પ્રયત્ન કરવો જોઈએ. જેથી ત્રણ જગતમાં શિરોમણિ પદ (મોક્ષ)ની પ્રાપ્તિ થાય. આ પ્રમાણે સમ્યકત્વમાં સ્થિરતા ઉપર સુલતાનું કથાનક પૂર્ણ થયું.
(૫) જિનશાસનની ભક્તિ- પાંચમું ભૂષણ ભક્તિ છે. ભક્તિ એટલે પ્રવચનનો વિનય, વેયાવચ્ચ આદિ કરવું. આ ભક્તિ જો સદ્ભાવથી કરવામાં આવે તો સમ્યકત્વને સારી રીતે શોભાવે છે, તથા ક્રમે કરીને શ્રેષ્ઠ દેવ-મનુષ્યની સમૃદ્ધિ અને મોક્ષપદને આપનારી થાય છે. અહીં બાહુસુબાહુ આદિનાં દૃષ્ટાંતો છે.
બાહુ-સુબાહુનું દૃષ્ટાંત બાહુ નામના સાધુએ ઉલ્લસિત ભાવથી શ્રીમદ્ ગુરુ વગેરે પાંચસો સાધુઓની આહાર લાવી આપવું વગેરે ભક્તિ કરતાં ઘણા ભોગ કર્મને ઉપાર્જિત કર્યું. સુબાહુ નામના સાધુએ તે પાંચસો સાધુઓની વિશ્રામણા વગેરે ભક્તિ કરતાં અસાધારણ બાહુબળને ઉપાર્જન કર્યું. બંને પણ આ ભક્તિથી પોતાના સમ્યકત્વને શોભાવીને અંતે સમાધિના પરિણામથી પામી શકાય એવાં દેવસુખોને ભોગવીને ઋષભ સ્વામીના પુત્રરૂપે ઉત્પન્ન થયા. તેમાં પહેલો ભરત થયો. તે ચક્રવર્તીપદને પામ્યો. બીજો બાહુબલી થયો. તેણે ચક્રવર્તી કરતાં પણ અધિક મહાબળને પ્રાપ્ત કર્યું. ત્યાર પછી તે બંને