________________
પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ
નિપૂણ્યક કોઈ પણ રીતે સમુદ્રકાંઠે રહેલા કોઈક ગામમાં પહોંચ્યો અને ત્યાં તે ગામના ઠાકુરની સેવા કરી. એક વખત ઠાકુરને ત્યાં ચોરોની ધાડ પડી અને નિપુણ્યકને ઠાકુરના પુત્રની બુદ્ધિથી બાંધીને પોતાની પલ્લીમાં લઈ ગયા. તે જ દિવસે બીજા પલ્લીપતિએ તેની પલ્લીનો નાશ કર્યો. ત્યારપછી તેઓએ પણ આ નિર્ભાગ્ય છે એ પ્રમાણે માની કાઢી મૂક્યો.
આ પ્રમાણે બીજા પણ હજાર સ્થાનોમાં અનેક ઉપદ્રવોનું કારણ હોવાથી કાઢી નાખવું વગેરે મહાદુઃખને સહન કરતો તે વાંછિત ફળને આપનારા સેવક યક્ષના મંદિરે પહોંચ્યો. ત્યાં પોતાના દુઃખને જણાવવા પૂર્વક એકાગ્રતાથી તે યક્ષની આરાધના કરી. ૨૧ ઉપવાસે ખુશ થયેલા યક્ષે કહ્યું: હે ભદ્ર! દરરોજ સંધ્યાએ મારી આગળ હજારો સુવર્ણના પીંછાથી અલંકૃત એવો મોટો મોર નૃત્ય કરશે. નૃત્ય પછી દરરોજ તેનું એક એક સોનાનું પીછું પડશે. તે તારે ગ્રહણ કરવું. હવે ખુશ થયેલા તેણે પણ કેટલાક દિવસ સુધી તે પીંછાંઓને ગ્રહણ કર્યા. આ પ્રમાણે ૯૦૦ પીંછાં મેળવ્યાં. ૧૦૦ પીંછા બાકી રહ્યા. હવે દુષ્કર્મથી પ્રેરણા કરાયેલા તેણે વિચાર્યું. એક એક પીંછાને ગ્રહણ કરતાં હજી પણ કેટલો લાંબો સમય સુધી હું અરણ્યમાં રહું? જો એક જ મુઠ્ઠીથી બધા ય પીંછાં ગ્રહણ કરું તો સારું થાય. ત્યાર પછી તે જ દિવસે નૃત્ય કરતા મોરના તે પીંછાને એક મુઠ્ઠીથી જ જેટલામાં ગ્રહણ કરવા ગયો તેટલામાં મોર કાગડારૂપે થઈને ઊડીને ચાલ્યો ગયો. પૂર્વે ગ્રહણ કરેલાં પીંછાં પણ નાશ પામ્યા. કારણ કે
दैवमुल्लंघ्य यत्कार्य, क्रियते फलवन्न तत् ।
सरोंभश्चातकेनाप्तं, गलरंध्रेण गच्छति ॥ १॥ ભાગ્યને ઓળંગીને જે કાર્ય કરવામાં આવે છે તે ફળવાળું થતું નથી. ચાતકે પ્રાપ્ત કરેલું સમુદ્રનું પાણી ગળામાં રહેલા છિદ્રમાંથી બહાર નીકળી જાય છે.
તેથી મને ધિક્કાર છે. મેં નકામી જ ઉત્સુકતા કરી. એ પ્રમાણે વિચારતા અને તે વનમાં અહીં તહીં ભમતા એવા તેણે એક જ્ઞાની મુનિને જોઈને અને નમીને પોતાના પૂર્વભવનું સ્વરૂપ પૂછ્યું. મુનિએ પણ બધું યથાનુભૂત પૂર્વભવનું સ્વરૂપ કહ્યું. તેથી દેવદ્રવ્યના ઉપભોગનું પ્રાયશ્ચિત્ત માંગ્યું. મુનિએ પણ કહ્યું કે- (ઉપભોગ કર્યો હોય તેનાથી) અધિક દેવદ્રવ્યમાં આપવાથી અને તે દેવદ્રવ્યનું સારી રીતે રક્ષણ અને વૃદ્ધિ કરવું વગેરેથી તે દુષ્કર્મનો પ્રતિકાર થાય છે, અને બધી રીતે ભોગ, ઋદ્ધિ અને સુખનો લાભ થાય છે.
હવે આ સાંભળીને જ્યાં સુધી પહેલાં ગ્રહણ કરેલા દ્રવ્યથી હજાર ગણુ દેવદ્રવ્ય ન આપું ત્યાં સુધી વસ્ત્ર, આહાર, આદિ નિર્વાહ માત્રથી અધિક અલ્પ પણ દ્રવ્યનો હું સંગ્રહ નહીં કરું. એ પ્રમાણે મુનિની સમક્ષ તેણે નિયમ લીધો, અને વિશુદ્ધ શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો. ત્યારપછી જે-જે વ્યવહાર કરે છે ત્યાં ત્યાં ઘણું દ્રવ્ય તે મેળવે છે. જેમ-જેમ દ્રવ્ય મેળવે છે તેમ-તેમ દેવદ્રવ્યમાં આપે છે. આ પ્રમાણે થોડા જ દિવસોમાં દેવદ્રવ્ય નિમિત્તે દશ લાખ કાકિણી દ્રવ્ય આપ્યું. ત્યાર પછી દેવદ્રવ્યના ઋણથી મુક્ત થયેલો ક્રમે કરીને અતિ ઘણું દ્રવ્ય પ્રાપ્ત કરીને તે પોતાના નગરમાં આવ્યો. ત્યાં સર્વ શ્રેષ્ઠીઓમાં મુખ્ય ગણાતા તેણે સ્વયં કરાવેલાં જૈન મંદિરોમાં અને બીજાં સર્વ જૈન મંદિરોમાં પોતાની શક્તિ પ્રમાણે અખંડ ભક્તિથી દરરોજ મહાપૂજા, પ્રભાવના વગેરે દ્વારા અહંફ્યક્તિ