________________
૪૮
આત્મપ્રબોધ
जं चिइवंदणमज्झे, गाहं उजिंतसेल इच्चाई ।
पक्खिविय निवसहाए, जयं धुवं तुब्भ दाहामि ॥ २ ॥ અર્થ- કારણ કે ચૈત્યવંદનની મધ્યમાં જંતસેન... ઇત્યાદિ ગાથાને ઉમેરીને રાજાની સહાયથી નક્કી તને જય અપાવીશ.
આ સાંભળીને હૃષ્ટપુષ્ટ હૃદયવાળા તે શ્રેષ્ઠીએ સુખેથી રાત્રિ પસાર કરી. હવે પ્રભાતે રાજાએ તે બંને પણ સંઘપતિને બોલાવ્યા. પોતપોતાના સંઘ સહિત તે બંને પણ રાજા પાસે આવ્યા અને પોતપોતાનો વૃત્તાંત કહ્યો. પછી રાજાએ કહ્યું અહો ! તમે બંને પણ પોતપોતાના શાસ્ત્રોના જાણકાર છો, જિનધર્મમાં શ્રદ્ધાવાળા છો, જિનવર પ્રવચનની પ્રભાવના કરવામાં તત્પર છો. તેથી તમે બંનેએ આવા પ્રકારનું અસમંજસ કાર્ય કેમ કર્યું? ત્યારે ધનશ્રેષ્ઠીએ કહ્યું: હે સ્વામીપોતાના તીર્થમાં જો અમે વસ્ત્રાભરણ આદિથી જિનપૂજા કરીએ તો દુરાશય એવા આ શા માટે તેનો વિનાશ કરે છે ? પછી વરુણે કહ્યું: હે રાજન્ ! અમે પોતાના તીર્થમાં કોઈને પણ અવિધિ કરવા દેતા નથી....... હવે તેમનું વચન સાંભળીને સંશયવાળા રાજાએ કહ્યું: કોણ જાણે આ તીર્થ કોનું છે? તેથી ધને કહ્યું છે સ્વામી ! આ તીર્થ અમારું જ છે. કારણ કે અમારા ચૈત્યવંદનની અંદર ખંતસિદ'ઈત્યાદિ પુરાણી ગાથા છે. જો અહીં આપને વિશ્વાસ ન આવતો હોય તો અમારા સંઘમાં શિશુ-તરુણ-વૃદ્ધ બધાને પણ હમણાં જ ચૈત્યવંદન સૂત્ર બોલાવો. ત્યારે વરુણે કહ્યું: કોણ જાણે આણે નવી જ ગાથા બનાવીને સકળ સંઘને શીખવાડી હોય ? ત્યાર પછી રાજાએ ખાતરી માટે પોતાના એક પુરુષને (મોકલીને) પવનવેગવાળી ઊંટડી દ્વારા પોતાના નગરની નજીકમાં આવેલા સિણવલ્લી ગામમાંથી શ્રેષ્ઠ જિનધર્મમાં અનુરાગી એવા ધનદેવ શ્રેષ્ઠીની શીલ વગેરે ગુણોથી પ્રસિદ્ધ પુત્રીને ત્યાં તરત તેડાવી. શ્વેતાંબર અને દિગંબર સંઘ સમક્ષ રાજાએ તે પુત્રીને પૂછ્યું: હે પુત્રી ! તને ચૈત્યવંદન આવડે છે ? તેણે કહ્યું: હે સ્વામી ! સારી રીતે આવડે છે. જો એ પ્રમાણે છે તો જલદીથી તું કહે. તેણીએ પણ રાજાના આદેશથી અતિ ગંભીર સ્વરે આખું પણ ચૈત્યવંદન ત્યાં સુધી કહ્યું કે જ્યાં સુધી मा उजिंतसेलसिहरे दिक्खानाणं निसीहिया जस्स । तं धम्मचक्कवटिं अरिट्ठनेमिं नमसामि ॥१॥ ગાથા આવી.
હવે આ સાંભળીને સકળ લોકથી સહિત, હર્ષથી ઉલ્લસિત મનવાળા વિક્રમ રાજાએ આ પ્રમાણે કહ્યું: શ્વેતાંબર સંઘ જય પામે છે, જય પામે છે. ખરેખર ! આ તીર્થ શ્વેતાંબરનું છે. ત્યાર પછી પરાભવ પામેલો વરુણ શ્રેષ્ઠી પોતાના સંઘથી સહિત લોકોના મુખથી પોતાની નિંદા અને તેની પ્રશંસા સાંભળતો વિલખો થયેલો પોતાના સ્થાનમાં ગયો. હવે તે દિવસથી માંડીને આ ગાથા ચૈત્યવંદનની મધ્યમાં બોલાય છે. જો કે આ ગાથા અવિરતિ દેવતા વડે બનાવેલી હોવાથી વિરતિવાળાને બોલવી યોગ્ય નથી. તો પણ શાસનની ઉન્નતિનું કારણ હોવાથી અને અશઠ એવા પૂર્વસૂરિ ગીતાર્થોએ તેનો નિષેધ ન કર્યો હોવાથી પુરુષોને તેનું પઠન યુક્ત જ છે એમ વિચારવું. અને જે તેવા પ્રકારના પૂર્વાચાર્યોએ આચરેલું અન્યથા કરે છે તેને આગમમાં મોટો દંડ કહેલો છે. જેથી શ્રી ભદ્રબાહુ સ્વામીએ કહ્યું છે કે