________________
પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ
૪૧
અર્થ- જિન પ્રવચનની વૃદ્ધિ કરનારું અને જ્ઞાન-દર્શન ગુણની પ્રભાવના કરનારા જિનદ્રવ્યનું રક્ષણ કરનારો પરિત્ત સંસારી=પરિમિત ભવસ્થિતિવાળો થાય છે.
નિવયવુટ્ટિર, માવો નાગવંસળ[Ti |
वढ्तो जिणदव्वं, तित्थयरत्तं लहइ जीवो ॥३॥ અર્થ- જિનપ્રવચનની વૃદ્ધિ કરનારા અને જ્ઞાન-દર્શન ગુણની પ્રભાવના કરનારા જિનદ્રવ્યની વૃદ્ધિ કરનારો જીવ તીર્થંકરપણાને પામે છે.
અહીં અપૂર્વ-અપૂર્વ દ્રવ્યનો ઉમેરો કરવો વગેરે રૂપ વૃદ્ધિ જાણવી. તે વૃદ્ધિ પંદર કર્માદાન અને કુવ્યાપારનો ત્યાગ કરવા પૂર્વક તથા સવ્યવહાર આદિ વિધિપૂર્વક જ કરવી જોઈએ. પરંતુ અવિધિથી દેવદ્રવ્યની વૃદ્ધિ કરવામાં આવે તો તે દોષ માટે થાય છે. કહ્યું છે કે
जिणवरआणारहियं, वद्धारंता वि के वि जिणदव्वं ।
बुडंति भवसमुद्दे, मूढा मोहेण अन्नाणी ॥१॥ અર્થ- જિનેશ્વરની આજ્ઞાથી રહિત દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારા પણ કેટલાક મોહથી મૂઢ થયેલાં અજ્ઞાની જીવો સંસાર સમુદ્રમાં ડૂબે છે. - કેટલાક તો એમ કહે છે કે શ્રાવકો સિવાયના બીજા લોકો પાસેથી અધિક ઘરેણું લઈને વ્યાજથી પણ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી ઉચિત છે. વળી
चेइयदव्वविणासे, इसिघाए पवयणस्स उड्डाहे ।
संजइचउत्थभंगे, मूलग्गी बोहिलाभस्स ॥१॥ અર્થ-ચૈત્યદ્રવ્યના વિનાશમાં, ઋષિના ઘાતમાં, પ્રવચનના ઉફાહમાં, સાધ્વીના ચોથા વ્રતના ભંગમાં બોધિલાભના મૂળમાં અગ્નિ આપેલો થાય છે.
અહીં વિનાશ એટલે દ્રવ્યનું ભક્ષણ, વિનાશ પામતા દ્રવ્યની ઉપેક્ષા આદિ જાણવું. અહીં દેવદ્રવ્યના ભક્ષણમાં અને રક્ષણ આદિમાં ઘણા દૃષ્ટાંતો છે. પરંતુ અહીં તો એક સાગર શ્રેષ્ઠીનું દૃષ્ટાંત સ્પષ્ટરૂપે કહેવામાં આવે છે.
સાગર શ્રેષ્ઠીનું દૃષ્ટાંત સાકેતપુર નામના નગરમાં પરમ શ્રાવક સાગર નામનો શ્રેષ્ઠી રહે છે. એક વખત ત્યાંના સુશ્રાવકોએ આ સુશ્રાવક છે એ પ્રમાણે વિચારીને તેને ચૈત્યદ્રવ્ય આપ્યું અને કહ્યું કે ચૈત્યનું કાર્ય કરનારા સૂત્રધાર વગેરેને તારે આ દ્રવ્ય આપવું. લોભથી પરાભવ પામેલો તે પણ સૂત્રધાર વગેરેને રૂપિયા વગેરે દ્રવ્ય આપતો નથી, પણ કિંમતી ધાન્ય- ગોળ- તેલ-ઘી- વસ્ત્ર વગેરે ચૈત્યદ્રવ્યથી ગ્રહણ કરી તેઓને આપે છે અને એમાં થતો નફો પોતાના ઘરે રાખે છે. આ પ્રમાણે રૂપિયાના એંશીમા ભાગ સ્વરૂપ કાકિણી થાય એવી એક હજાર કાકિણી લોભથી તેણે ગ્રહણ કરી. તે લોભથી જ અતિઘોર દુષ્કર્મ તેણે ભેગું કર્યું. ત્યારપછી કેટલાક કાળ પછી તે કર્મની આલોચના કર્યા વગર મરીને તે સમુદ્રમાં જળમનુષ્ય થયો. ત્યાં જાત્ય રતોને ગ્રહણ કરનારા પુરુષો તેને જળમાંથી ગ્રહણ