________________
જાણનારો એ બે ભાવોનો પરસ્પર લોઢું અને લોહચુંબકની માફક જે ખેંચાણવાળો આકર્ષણ કરવાવાળો, રાગદ્વેષની લાગણીથી સંબંધ જોડાયેલો છે તેને જુદો પાડવા-મધ્યસ્થતાવાળા જ્ઞાતા અને દુષ્ટ ભાવે રહેવા માટે સત્તરમા પ્રકરણમાં જ્ઞાતા અને શેય સંબંધી હકીકત બતાવવામાં આવી છે.
આમ જ્ઞાતા અને શેયનો નિશ્ચય કર્યા પછી સાધકના માટે બે માગ પ્રયોગ કરવાના રહે છે. એક ક્રમનો ધીમો માર્ગ. બીજો ઉત્કમનો ઉતાવળો માર્ગ પોતાની યોગ્યતાની તપાસ કરીને સાધકે બેમાંથી એક માર્ગ ગ્રહણ કરીને તે માર્ગે પોતાની બધી શક્તિ કામે લગાડવી. આ વાતને જણાવવા માટે કટિકા અને વિહંગમ માર્ગ એક જમીનનો યા આધારવાળો માર્ગ અને બીજો આકાશી નિરાલંબન માર્ગ અઢારમા પ્રકરણમાં બતાવવામાં આવ્યો છે. અને આ પ્રમાણે ગ્રંથની પૂર્ણાહુતી કરવામાં આવી છે.
આમ આ પ્રકરણનો અન્યોન્ય કાંઈક સંબંધ છે એમ જણાવવા સાથે આ ગ્રંથનો વિષય બતાવવામાં આવ્યો છે. આ ગ્રંથના અધિકારી આત્મસુખના અભિલાષી જીવો છે. તેમને આ ગ્રંથમાંથી કાંઈક કર્તવ્યના ભાન થવા સાથે વર્તનમાં મૂકવાનો માર્ગ હાથ લાગે અને તેઓ આ માર્ગે પ્રવૃત્તિ કરી પરમશાંતિ પામે એ આ ગ્રંથ લખનારનો હેતુ છે.
આ ગ્રંથ મેં કાંઈ સ્વતંત્ર લખ્યો નથી પણ પૂર્વના અનુભવી મહાન પુરુષોના સંગ્રહી રાખેલા વિચારોનું દોહન કરીને આત્માર્થી જીવો માટે આ આકારમાં ગોઠવ્યો છે. એટલે ગ્રંથના કત તરીકેનું ખરું માન તો તે મહાત્માઓને ઘટે છે. જે સારું તે મહાન પુરુષોનું છે, અને તેને આ ભાષામાં ઉતારતાં ભૂલ થઈ હોય તે મારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org