________________
નથી એ બતાવવા માટે આત્માની ઉપાસના કરનારા જીવો કોઈકજ હોય છે તે બાબતનું અગિયારમું પ્રકરણ છે.
આત્માની ઉપાસના તેના ગુણો દ્વારા બની શકે છે. જ્ઞાનદર્શન, ચારિત્ર એ આત્માના મુખ્ય ગુણો છે. તેની ઉપાસના કરવા માટે જ્ઞાનાદિ રત્નત્રયના સ્વરૂપને બારમા પ્રકરણમાં બતાવવામાં આવેલ છે. જ્ઞાનાદિ રત્નત્રયમાં પ્રવેશ કરવા માટે સાધનોની જરૂર છે. કેમકે સાધન વિના આત્માની નિર્મળતા થવી મુશ્કેલ છે, એટલે તેરમા પ્રકરણમાં વિશુદ્ધિનાં અનેક સાધનો બતાવવામાં આવ્યાં છે. આ સાધનોનું સેવન કરવા છતાં પોતાનું મૂળ સાધ્ય સાધકોએ ભૂલવું ન જોઈએ. મૂળ નિશાન તરફ લક્ષ રાખીને બધાં સાધનો સેવવાં અને સાધનોનો મૂળ સાધ્ય સાથે સંબંધ જોડાય છે કે કેમ તે બરોબર લક્ષમાં રહે તે માટે ચૌદમાં પ્રકરણમાં આત્મલક્ષ રાખવા સાધકોનું દયાન ખેંચવામાં આવ્યું છે.
મૂળ સાધ્ય તરફ લક્ષ રાખવા છતાં પૂર્વના લાંબાં કાળના સંસ્કારને લીધે, વારંવાર આત્મા સિવાય પદ્રવ્યના ચિંતનમાં મન દોડયું જાય છે. તે સંબંધી જાગૃતિ આપવા માટે દૃઢતાથી પણ પરવસ્તુના ચિંતનનો ત્યાગ કરવાનું પંદરમાં પ્રકરણમાં કહેવામાં આવ્યું છે.
આત્મા નિમિત્તને આધિન છે. નિમિત્તો મળતાં વારંવાર ઉપયોગ બદલાઈ જાય છે. એટલે ઈચ્છા ન છતાં પદ્રવ્યનું ચિંતન નિમિત્તોના કારણે થઈ જાય છે તે અટકાવવા માટે બાહ્ય નિમિતા પણ દૂર કરવાની આ જીવને અમુક હદ સુધી જરૂર છે તે જણાવવા માટે નિર્જન સ્થાન નામનું સોળમું પ્રકરણ કહેવામાં આવ્યું છે.
આ નિર્જન સ્થાનમાં રહી જ્ઞાતા અને શેય જાણવા લાયક પદાર્થો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org