Book Title: Atmavishuddhi Author(s): Kesharsuri Publisher: Premji Hirji Shah Mumbai View full book textPage 5
________________ આત્માની નિર્મળતા કરાવી આપનારો થાય છે. આ ગ્રંથનો ઉદ્દેશ એ જ છે, અને એટલા માટે આ ગ્રંથને આત્મવિશુદ્ધિ એવું નામ આપવામાં આવ્યું છે. કેમકે આ ગ્રંથની અંદર વસ્તુતત્ત્વનો નિશ્ચય કરાવીને જીવને પોતાના ખરા કર્તવ્ય તરફ દોરવામાં આવેલ છે. આ માયાના ખરા સ્વરૂપને સમજીને જીવ તે તરફથી પાછો હટી પોતાના સત્ય સ્વરૂપ આત્મા તરફ વળે તે આ ગ્રંથનો ઉદ્દેશ છે.માયાના-પુદ્ગલના ત્યાગ વિના આત્મસ્વરૂપ પ્રગટ થતું નથી. માયા, અજ્ઞાન, કર્મો, પુદ્ગલો, આસક્તિ વિગેરે જે કાંઈ આત્માને આવરણ રૂપ થઈને તેના ખરા સ્વરૂપને પ્રકટ કરવા દેતું નથી તેનો ત્યાગ કરવો જ જોઈએ, એ ગ્રંથનો વિષય છે. એટલા માટે જુદાં જુદાં સાધનો દ્વારા શુદ્ધ આત્માને પ્રકટ કરવાનું આ ગ્રંથમાં બતાવવામાં આવેલ આ ગ્રંથ ઘણો નાનો છે. છતાં ઉપયોગી વિષયોથી ભરપૂર છે. આ ગ્રંથનાં અઢાર પ્રકરણો છે. જે વસ્તુ પ્રાપ્ત કરવાની છે તે શુદ્ધ આત્માનું પ્રતિપાદન કરનાર પ્રથમ પ્રકરણ છે. આ શુદ્ધ આત્મા જ આરાધવા યોગ્ય છે. બાકી વગર ઉપદેશે પણ જીવો માયાની આરાધના તો કરી રહ્યા જ છે. એટલે શુદ્ધ આત્માના. આરાધના કરવાનો ઉત્સાહ ઉત્પન્ન કરનાર બીજું પ્રકરણ છે. આ શુદ્ધ આત્માની પ્રાપ્તિમાં ઉપયોગી સાધનોની જરૂરિયાત જીવોને હોય છે. તેના વિના આરાધના કેવી રીતે કરી શકાય ? તેટલા માટે ત્રીજા પ્રકરણમાં આત્મપ્રાપ્તિના સાધનો બતાવવામાં આવ્યાં છે. આ સાધનોમાં મનના અનેક પ્રકારના વિકલ્પો આડે આવે છે. આ વિકલ્પો એ જ દુઃખનું બીજ છે તે સમજવા માટે ચોથું પ્રકરણ આપવામાં આવેલ છે. વિકલ્પો એ જ દુખનું બીજ છે એમ જ્યારે જીવને બરાબર સમજાય છે ત્યારે જીવ પોતાની પાછલી જિંદગી અને તેમાં કરેલાં સત્ય માર્ગથી વિરુદ્ધ વર્તનો યાદ કરીને તેનો પશ્ચાત્તાપ કરે છે. તે બાબતને જણાવનારું પાંચમું પ્રકરણ છે. આમ પોતાના ખરા જીવનનો દુરુપયોગ કરનાર પશ્વાત્તાપ કરીને છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 103