Book Title: Atmavishuddhi Author(s): Kesharsuri Publisher: Premji Hirji Shah Mumbai View full book textPage 6
________________ નિરાશ ન થઈ જાય પણ શૂરવીર થઈને થયેલી ભૂલોને સુધારે અને પ્રભુના માર્ગમાં આગળ વધે તેટલા માટે જાગૃત થયેલ આત્મા આગળ વધવા માટે આત્મસ્મરણની પ્રતિજ્ઞા કરે છે એ વાતને જણાવનારું છઠું પ્રકરણ આપવામાં આવેલ છે. આત્મસ્મરણથી પ્રતિજ્ઞા કરનાર જીવ જે પોતાને ક૨વા યોગ્ય માર્ગનો અજાણ હોય તો આત્મણની પ્રગટ થતી શક્તિનો ઉપયોગ એકમાર્ગે કરી બેસે, અથવા એકલા વ્યવહારને માર્ગે દોરવાઈ જઈ ખરું કર્તવ્ય ભૂલી જાય અથવા એકલા નિશ્ચયના માર્ગને જાણીને કર્તવ્ય કરતો અટકી બેસે તેટલા માટે નિશ્વય અને વ્યવહાર માર્ગની સમજ આપનારું સાતમું પ્રકરણ આપવામાં આવ્યું છે. આ નિશ્ચય અને વ્યવહારને જડ વસ્તુની બનેલી વિવિધ આકૃતિઓમાં તથા ચેતન આત્મામાં બનતા વિવિધ ઉપયોગોમાં યથાયોગ્યપણે મૂળ વસ્તુનું ભાન કાયમ રાખીને યોજવાની જરૂર છે. જો તેમ કરવામાં ન આવે તો નિશ્ચય વ્યવહારના એકલા જ્ઞાનથી વિશેષ લાભ થતો નથી. એટલા માટે આઠમા પ્રકરણમાં જડચેતનનો વિવેક બતાવવામાં આવ્યો છે. આમ જડચેતનના વિવેકનું જ્ઞાન કરનાર જીવે મોહનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ. જો મોહનો ત્યાગ કરવામાં ન આવે તો જડચેતનનો વિવેક નકામો છે. એ બતાવવા માટે નવમા પ્રર્કરણમાં મોહનો ત્યાગ કરવા સંબંધી વિવેચન કરવામાં આવેલ છે. મોહનો ત્યાગ કરનાર જરૂર અહંકારનો ત્યાગ કરે, કેમકે અહંકાર એ ભવવૃક્ષનું બીજ છે. અહંવૃત્તિ કામ ક્રોધાદિ મોહના બધા સુભટોનું જીવન છે. તે હોય તો જ તેમની હૈયાતી છે. અહંકારથી તેમને પોષણ મળે છે. માટે દશમા પ્રકરણમાં અહંકારનો ત્યાગ કરવાનું કહેવામાં આવ્યું છે. વ્યવહારમાં મોહ તથા અહંકાર વગેરેનો ત્યાગ કરનારા મળી આવે છે. પણ તેઓ આત્મા તરફ પ્રવૃત્તિ કરતા ન હોવાથી આત્માની ઉજજવળતા પ્રકટ કરી શકતા નથી. આત્માની ઉપાસના વિના આત્માની નિર્મળતા પ્રકટ થતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 103