________________
મોટા ... જ
પ્રસ્તાવના
આ વિશ્વમાં જ્યાં જ્યાં નજર કરવામાં આવે છે ત્યાં ત્યાં સર્વ સ્થળે જીવો ત્રિવિધ તાપથી તપતા જોવામાં આવે છે. પછી તે સામાન્ય મનુષ્ય હોય કે મોટો રાજા- મહારાજા હોય પણ કોઈ ને કોઈ દુઃખથી તો પીડાતોજ હોય છે. વધારે સંપત્તિ કે ઉપાધિવાળાને વધારે દુઃખ અને થોડી સંપત્તિ કે ઉપાધિવાળાને થોડું પણ દુઃખ હોય છે.
આત્મા સિવાય એક એવી વસ્તુ છે કે જેની સર્વ જીવોને જરૂરિયાત મનાણી છે, અને તેને મેળવવા સર્વ જીવો પ્રયત્ન કરી રહ્યા છે. આ વસ્તુ મેળવવા અને મેળવ્યા પછી તેનો ઉપયાગ કરવામાં કે તેનું રક્ષણ કરવામાં જીવને જીવનનો મોટો ભાગ તેની પાછળ ખરચવો પડે છે. છતાં તે વસ્તુથી છેવટે તો જીવ નિરાશ જ થાય છે, કેમકે તે વસ્તુ તેનું રોગથી, વહાલના વિયોગથી, વૃદ્ધાવસ્થાથી કે મરણથી રક્ષણ કરી શકતી નથી. છેવટે નિરાશ થયેલ જીવ આ સર્વ દુઃખથી મુકિત મેળવવા પ્રયત્ન કરે છે. આ મુક્તિ આ વસ્તુઓની હૈયાતીથી મળતી નથી પણ તેનો ત્યાગ કરવાથીજ મળે છે. તેના તરફના મોહ-મમત્ત્વવાળા સ્નેહભાવનો ત્યાગ કરવાથી જ મળે છે. આ છેવટના નિશ્ચયવાળું જ્ઞાન છે. આ જ્ઞાન થયા પછી તે સર્વસ્વના ત્યાગ માટે તેને પુરુષથ કરવો પડે છે. આ ત્યાગ કાંઈ માથે ઉપાડેલો બોજો ફેંકી દેવા જેટલો સહેલો નથી. પણ યુકિતપૂર્વક ધીમે ધીમે પોતાની લાયકાત પ્રમાણે ત્યાગ કરવાની જરૂર પડે છે. આસક્તિ અને જરૂરિયાત ઓછી કર્યા વિનાનો ત્યાગ રૂપાંતરે તેને ફ્સાવનારો અને અજ્ઞાન તથા અભિમાન વધારનારો થાય છે.
વસ્તુતત્ત્વના નિશ્ચય પછીનો ત્યાગ, પોતાના ખરા કર્તવ્યને સમજ્યા પછીનો ત્યાગ તેનો માર્ગ સરળ કરી આપનારો, વિઘ્નોને હટાવનારો અને
Jain Education International
For Private & Personal Use Only
.
www.jainelibrary.org