Book Title: Anchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Author(s): Parshwa
Publisher: Akhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh
View full book text
________________
૩૧
લિપિ ભારતવર્ષની સ્વતંત્ર તેમજ સાૌશિક હાઈ બૌદ્ધ તથા જૈન સંસ્કૃતિએ પેાતાના ગ્રંથા તેમાં લખ્યા હતા. જૈન આગમ ‘ભગવતીસૂત્ર'માં ‘નમેા ખ'ભીએ લેવીએ' એ પ્રમાણે આ લિપિને મંગલાચરણમાં નમસ્કાર કરવામાં આવ્યા છે તે સૂચક છે. આ લિપિ કાળક્રમે જુદી જુદી ટેવા, પસંદગી, સહવાસ, સમયનું પરિવર્તન, મરોડ આદિને લીધે અનેક રૂપમાં વહેંચાઇ ગઈ, જેમાં મુખ્ય ઉત્તરી અને દક્ષિણી શૈલી છે. ઉત્તરી શૈલીની પ્રમુખ લિપિ મની માગધી.
જૈન પ્રજા એક કાળે મગધવાસિની હતી. આ પ્રજા અન્ય સ્થાનામાં પથરાઈ હેાવા છતાં તે ત્યાંની સ ંસ્કૃતિ અને સંસ્કારેને વિસરી ગઇ નહેાતી એ સંસ્કૃતિ અને સંસ્કારાએ જૈન લેખન-કળામાં પેાતાનું અસ્મિત્વ સ્થાપિત કર્યુ. માગધીલિપિની છાયા જૈનિલિપમાં ઉતરી આવી છે. એ છાયા એટલે અક્ષરના મરેડ, યોજના, પડિમાત્રા વગેરે. લેખન-કળામાં જૈનસંસ્કૃતિએ પેાતાને અનુકૂળ લિપિના ફેરફાર, સુધારા-વધારા, અનેક જાતનાં ચિહ્ન–સ કેત આદિનું નિર્માણ કરેલ હેાઇને એ લિપિ કાળે કરી ‘જૈનલિપિ' તરીકે એળખાવા લાગી.
લેખાની ભાષા સંસ્કૃત અને પછીના લેખાની મિશ્રભાષા પણ ધ્યાન ખેંચે છે. ડા. ખુલ્લરે શત્રુજયના લેખેાનું સંપાદન કરતાં નોંધ્યું છે કે “આ લેખા હાલના વખતના યતિએ કેવી સ ંસ્કૃતના ઉપયાગ કરે છે તેના નમૂનારૂપે છે; તથા જૂના ગ્રંથે। અને લેખામાં વપરાતી મિશ્ર ભાષાનું મૂળ શેાધી કાઢવામાં સહાયભૂત થશે અને પ્રાચીન જૈન વિદ્વાનેા જેવા કે મેરુતુંગ, રાજશેખર અને જિનમંડનની ભાષાને સ`સ્કૃત વ્યાકરણના નિયમા લગા ડવાનું પણ સુલભ થઈ શકશે.'
સર્કતા અને સંજ્ઞાઓ :
(૧) ભારતીય આર્ય સંસ્કૃતિના અનુયાયીએ કાઇ પણ કાર્યને પ્રાર ંભ કોઈ ને કેઇ નાનું કે માટું મંગળ કરીને જ કરે છે, તે નિયમાનુસાર લેખેામાં પણ શરૂઆતમાં ૐ, ૐ, ૐ, ૭, તૢ જેવા માંગલિક ચિહ્નો જોવા મળે છે.
(૨) કેટલીક શિલાપ્રશસ્તિઓમાં મથાળે સૂર્ય અને ચંદ્રની આકૃતિએ મૂકીને ‘યાજ્ઞત્ચંદ્ર દિવાકરો'ના આશય પણ દર્શાવવામાં આવતા, જીએ લેખાંક ૩૨૧.
(૩) કેટલાક લેખામાં ધ, ઈષ્ટદેવ, ગુરુ આદિને લગતા સામાન્ય કે વિશેષ મંગલસુ નમસ્કારો પણ લખાતાં. લેખાંક ૩૨૨ માં ગણેશના ઉલ્લેખથી લેખનેા પ્રારંભ કરાયેલો જોવામાં આવે છે. ગણેશનો અર્થ ગણુ કે ગચ્છના નાયક એમ પણ લેખોમાં જોવાય છે તે સૂચક છે. જુએ ‘કલ્યાણસાગર ગુરુરભવન ગણેશઃ' (à૦ ૮૮૨).
(૪) ઉપયુ ક્ત માંગલિક ચિહ્નોના આકારો વિભિન્ન મરોડવાળા તેમ જ ક્રમિક ફેરફારવાળા હાઇને પ્રસ્તુત સંગ્રહમાં મેં ત્યાં ૐની નિશાની મૂકી છે. સુપ્રસિદ્ધ ઇતિહાસવેત્તા રા. ખ. ગૌરીશંકર હીરાચન્દ્ર એઝાના મતાનુસાર એ બધાં ચિહ્નો ‘એમ'ની ભિન્ન ભિન્ન લિપિ જેવાં જ છે.X
*
Epigraphia Indica,' Vol, II, ડા. બુહૂર દ્વારા સ`પાદિત.
× ભારતીય પ્રાચીન લિપિમાલા'માં એઝાજએ આ અંગે વિસ્તૃત વિચારણા કરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com