________________
આગમનું દિગ્દર્શન
[ પ્રકરણ (પત્ર ૧૦૫)માં અને યશેદેવસૂરિએ પખિયસત્તની વૃત્તિ( પત્ર ૭૧ અ)માં આવે છે. આ ઉપરથી જેમને ગુણોને કે સાધુઓને સમુદાય હોય તે “ગણિ” અર્થાત્ આચાર્ય અને “પિટક" એટલે સર્વસ્વના આધારરૂપ ભાજન એમ સમજાય છે.
શ્રતપુરુષ-નંદીની ગુણિણ( પત્ર ૪૭)માં “સુતપુરિસ” એ પ્રયોગ છે. એને અર્થ “શ્રુત-પુરુષ” થાય છે. આ ચુણિમાં બાર અંગરૂપ શ્રુતને માટે પુરુષની કલ્પના કરાઈ છેઃ
આયાર અને સૂયગડ એ બે શ્રુત-પુરુષના પગ છે; ઠાણ અને સમવાય એ બે જંઘા છે એટલે કે ઘુંટીથી ઘુંટણ સુધીને ભાગ છે; વિવાહપણુત્તિ અને નાયાધમ્મકહા એ જાંઘ( ઊરુ) છે; ઉવાસદસા અને
અંતગડદસા એ બે પીઠ અને ઉદર છે; અણુત્તરોવવાયદસા અને પહાવાગરણ એ બે હાથ છે; વિવારસુય એ ડોક છે; અને દિદિવાય એ મસ્તક છે.
દ્વાદશાંગીની રચના ને સ્થાપના આવસ્મય નામના આગમની ચણિ પત્ર પ૬–૧૭ )માં આ અંગે બે મત નોંધાયા છે. કેટલાકનું કહેવું એ છે કે આયાર, સૂયગડ એ ક્રમથી બાર અંગેની રચના પણું થઈ અને સ્થાપના પણ થઈ, જ્યારે કેટલાકના મતે દિદિવાયને પુશ્વગય નામને વિભાગ પ્રથમ રચા અને ત્યારબાદ આયાર વગેરે અંગેની રચના થઈ.
અંગ, ઉવંગ ઈત્યાદિ વિભાગો–આ તે એક પ્રકારનું વર્ગીકરણ થયું. બીજી રીતે પણ મુખ્યતયા વિદ્યમાન આગના વર્ગો પડાયા છે અને તેને માટે અંગ, ઉવંગ (ઉપાંગ), યજુર (છેદસૂત્ર), મૂલસુત્ત (મૂલસૂત્ર), પઈપણુગ (પ્રકીર્ણક) અને ચૂલિયાસુત્ત (ચૂલિકાસૂત્ર) એવી સંજ્ઞાઓ યોજાઈ છે.
વેદના અભ્યાસ માટે સહાયક એવાં શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિ, છન્દ અને જ્યોતિષને વેદનાં છ અંગે યાને “વેદાંગ ” કહેવામાં આવે છે. આમ “અંગ” સંજ્ઞાને વૈદિક સાહિત્યમાં ઉપયોગ થયો છે. બૌદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org