Book Title: Agamoddharak Pravachan Shreni 001 to 054 Author(s): Anandsagarsuri, Hemsagarsuri Publisher: Anand Hem Granthmala View full book textPage 7
________________ સં. ૨૦૨૩ની સાલનું મારું મતુર્માસ મુંબઈ ભાયખલા મોતીશા શેઠના ઉધાનમાં થયું. ત્યારે ત્યાંના કાર્યશીલ મેનેજિંગ ટ્રસ્ટીએ મને સામેથી પ્રવચને પ્રસિદ્ધ કરાવવા અનુરોધ કરી પિતે સક્રિયપણે સારો સહકાર આપ્યો. જેના યોગે મારા અનુવાદના કાર્યો ગૌણ કરી આ કાર્ય હસ્તગત કર્યું. પ્રવચનના અવતરણ કરવા, તેના કરતાં પણ વાંચોગ્ય વિભાગો પાડવા, હેડીંગ કરવા પ્રવચનકારના અને શાસ્ત્રના આશય વિરુદ્ધ કંઈ ક્ષતિ ન રહે તેની તકેદારી રાખવી, અવતરણ કરતાં કોઈ સંબંધ તૂટી ગયા હોય તે વક્તાના આશયાનુકૂલ જોડી દેવા, તે કાળને અનુલક્ષીને કહેલ વર્તમાનકાળમાં અસંગત હકીકત–ચર્ચા સ્થાનોમાં વપરાએલ શબ્દોનું સંશોધન, કઠિન સ્થાનોની સુગમતા આવી ઇત્યાદિક પરી જવાબદારી સંપાદકની હોય છે. મારા ક્ષયોપશમ અનુસાર ત્રણ ત્રણ વખત વાંચી સુધારી પ્રેસમાં મેક્સવેલ અને મુદ્દે પણ ત્રણ ત્રણ વખત વાંચી સુધાર્યા છે. છપાવતા કાના રેક માત્ર હસ્વ ઈકારને ઉપલે ભાગ વગેરે ઉડી ગયા હોય તે વાચકે સ્વયં સુધારી લેવા. તે સિવાયનું શુદ્ધિપત્રક આપેલ છે, તે તે પ્રમાણે પ્રથમ શુદ્ધ કરી વાંચવા ભલામણ છે. ગોડીજી પાર્શ્વનાથ જૈન દહેરાસર ) પાયધુની, મુંબઈ-૩. સં. ૨૦૨૫. ૨. સુ. ૧૧. 0 આ. હેમસાગરસૂરિPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 536