Book Title: Agamoddharak Pravachan Shreni 001 to 054
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Anand Hem Granthmala

View full book text
Previous | Next

Page 6
________________ સંપાદકીય કિંચિત્ अणुयोगधारक-ज्ञानवृद्धभ्यो नम : અનંત દુઃખસ્વરૂપ, દુ:ખફલ, દુઃખપરંપરાવાળા આ અનાદિ અનંત સંસાર અટવીમાં અટવાતા અનેકાનેક નિ ભોગવતાં ભોગવતાં આ જીવને અપરિમિત કાળ પસાર થયો. છતાં હજુ આ જીવને સંસાર સમુદ્રને પાર ન દેખાય. કેઈક તેવી અનુકૂળ ભવિતવ્યા યોગે પંચેન્દ્રિય મનુષ્યત્વાદિક ધર્મસામગ્રી મેળવવા ભાગ્યશાળી બને. ઉત્તમ સામગ્રી મેળવવા ભાગ્યશાળી બન્યા છતાં વાસ્તવિક કલ્યાણમાર્ગની પ્રાપ્તિ જિનવચન શ્રવણ થયા વગર થઈ શકતી નથી. ગણધર ગૌતમસ્વામીના પદે વિરાજમાન નય, નિક્ષેપા, ઉત્સર્ગ, અપવાદ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને યથાસ્થાને યોજવા પૂર્વક મોક્ષમાર્ગને અનુસરતી પ્રભુવાણીને પરંપરાથી ટકાવનાર હોય તે આચાર્ય ભગવંતે છે. આ નિર્ચન્જ પ્રભુશાસનમાં આવા અનેક પ્રભાવિક મહાઆચાર્ય ભગવંત અને મહાપુરુષો થઈ ગયા છે, જેના સમાગમ અને જેની આગમાદિ શાસ્ત્રગર્ભિત મોક્ષમાર્ગને સમજાવનારી વાણી શ્રવણ કરવા દ્વારા અનેક આત્માઓએ ભવ નિતાર કરાવનાર સર્વવિરતિ, દેશવિરતિ, સમ્યક્ત્વ, માર્ગાનુસારીપણું, બોધિબીજાદિક પ્રાપ્ત કર્યા. ચાલુ વર્તમાન કાળમાં પણ આગમના અજોડ અભ્યાસી તેના જ્ઞાનને પ્રચારટકાવ-વધારો કરનાર, આગદ્ધારક બહુકૃતઘર, આગમને આરસની શિલાઓ અને તામ્રપત્રમાં પ્રથમ વખત કોતરાવનાર, આગમ સાહિત્યનો સર્વાગી વિકાસ કરનાર આચાર્યશ્રી આનંદસાગર સુરીશ્વરજીનું સ્થાન જૈન જૈનેતર જગતમાં જાણીતું અને પરં વિશ્વસનીય મનાયું છે. સં. ૧૮૮૦ની સાલમાં મૂર્તિપૂજક શ્રમણસંઘનું મહાસંમેલન રાજનગરમાં મળ્યું હતું જેમાં અનેક વિવાદોનું સર્વમાન્ય શાસ્ત્રાનુસારી નિરાકરણ કરી ઠરાવ પસાર કરાવી સંમેલન પાર ઉતારવામાં જેમનું અગ્રસ્થાન હતું. તે સંમેલન પૂર્ણ થયા પછી ઘણા વર્ષોની મહેસાણાના સોના આગેવાનોની વિનંતિથી ત્યાં ચતુર્માસ , ત્યારે તેમના પ્રવચન શ્રવણ સમયે તેના અવતરણ કર્યા હતા. તે સમયે કલ્પના પણ ન હતી કે આ અવતરણે પુસ્તકને આકાર લેશે. અવતરણની ફરી શાહીથી નકલ કરાવી હતી પણ ૩૫ વરસથી તે નકલો અનામત પડી રહી હતી.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 536