Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૩/૮૫૫ થી ૮૫૯
૨૯
- આચાર ધર્મ. અમારી કે બીજાની? અર્થાત્ અમારો અને આમનો, બંનેનો ધર્મ સર્વજ્ઞ પ્રણિત છે. તો તેની સાધનામાં આ ભેદ કેમ છે? અમે તે જાણવાને ઇચ્છીએ છી.
તે જ વિચારણાને વ્યક્ત કરતાં કહે છે - તીર્થંકર પાર્થ એ ચાર મહાવ્રતરૂપ ધર્મ કહ્યો છે. પ્રાણાતિ પાતાદિ વિરમણ રૂપ પંચ શિક્ષાત્મક ધર્મ વર્ધમાન સ્વામીએ કહેલ છે. મહામુનિ શબ્દથી ધર્મવિષયક સંશય વ્યક્ત કર્યો. હવે આચાર ધર્મ પ્રસિધિ વિષયમાં તે જ કહે છે - અલક - અવિધમાન કે કુત્સિત વસ્ત્રવાળો ધર્મ વર્ધમાન
સ્વામીએ કહ્યો. સાંતર • વર્ધમાન સ્વામીના શાસનના સાધુની અપેક્ષાથી મહાધન મૂલ્યતાથી પ્રધાન વસ્ત્રો જેમાં છે તે ધર્મ પાર્શ્વનાથે ઉપદેશ્યો. એક જ મુક્તિરૂપ કાર્યને માટે બંનેના ઉપદેશમાં ફરે કેમ છે? તેવા સંશયમાં કહ્યું કે કારણભેદથી કાર્યભેદ સંભવે છે.
આવો શિષ્યના ચિત્તમાં ઉત્પન્ન ભેદ કેશી-ગૌતમે જાણ્યો, પછી શું? • સૂત્ર - ૮૬૦ થી ૮૬૩ -
(૮૬૦) કેશી અને ગૌતમ બંનેએ શિષ્યોના પ્રવિતર્કિતને જાણીને પરસ્પર મળવાનો વિચાર કર્યા. (૮૬૧) કેશી શ્રમવના કુળને જ્યેષ્ઠ કુળ જાણીને પ્રતિરૂપજ્ઞ ગૌતમ શિષ્ય સંઘની સાથે હિંદુક વનમાં આવ્યા. (૮૬૨) ગૌતમને આવના જઈને કેશ કુમાર શ્રમણે તેમની સમ્યફ પ્રકારે પ્રતિરૂપ પ્રતિપત્તિ કરી. (૮૬૩) ગૌતમને બેસવાને માટે શીઘ તેમણે પ્રાસુક પાલ અને પાંચમું કુશ-નૃણ સમર્પિત કર્યું.
• વિવેચન - ૮૬૦ થી ૮૬૩ -
શ્રાવસ્તીમાં પ્રકર્ષથી વિકલ્પિત મળવાનો અભિપ્રાય ધારણ કર્યો. કોણે? કેશી અને ગૌતમે. પ્રતિરૂપ - યથોચિત પ્રતિપત્તિ - વિનયને જાણે છે માટે પ્રતિરૂપજ્ઞ. જ્યેષ્ઠ - પાર્શ્વનાથ સંતતિરૂપે પહેલાં થયેલાં. સામે અભ્યાગત કર્તવ્યરૂપ સમ્યફ વિનય કેશી સ્વામીએ પણ દાખવ્યો. તેમણે શું પ્રતિપત્તિ કરી. પ્રાસુક - નિર્જીવ, સાધુ યોગ્ય કુશ તૃણ પાંચમું - પલાલના ભેદની અપેક્ષાથી એવા આસનને ગૌતમના બેસવાને માટે સમર્પિત કર્યું.
તે બંને ત્યાં બેઠા-બેઠા કેવા લાગતા હતા? તે કહે છે - • સૂત્ર - ૮૬૪ -
કેશી કુમાર શ્રમણ અને મહારાશવી ગૌતમ. બંને બેઠેલા એવા ચંદ્ર અને સૂર્યની માફક સુશોભિત લાગતા હતા.
• વિવેચન - ૮૬૪ - ચંદ્ર અને સૂર્ય સમાન પ્રભાવાળા. તે વખતે શું થયું? • સૂત્ર - ૮૬૫, ૮૬૬ -
કુતૂહલની દષ્ટિથી ત્યાં બીજ સંપ્રદાયના ઘણાં પાખંડી આવ્યા અનેક હજાર ગૃહસ્થો પણ આવ્યા... દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ફિશર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org