Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૩૫/૧૪૪૫ થી ૧૪૬૪
૧૮૧
(૧૪૬૩) કાળધર્મ ઉપસ્થિત થતાં મુનિ આહારનો પરિત્યાગ કરી, મનુષ્ય શરીરને છોડીને દુઃખોથી મુક્તિ અને સામર્થ્યવાન થઈ જાય છે.
(૧૪૬૪) નિર્મમ, નિરહંકાર, વીતરાગ અને અનાશ્રવ મુનિ કેવળજ્ઞાન પામીને શાશ્વત પરિનિર્વાણ પામે છે - તેમ હું કહું છું.
• વિવેચન : ૧૪૪૫ થી ૧૪૬૪ -
(૧૪૪૫) ગૃહવાસ - ઘરમાં રહેવું અથવા ઘર જ પરવશતાના હેતુથી પાશ, તે ગૃહપાશ, તેનો ત્યાગ કરીને, સર્વસંગને છોડીને ભાગવતી દીક્ષા સ્વીકારેલ મુનિ, પ્રત્યક્ષ પત્ર - પત્ની આદિનો પ્રતિબંધને ભવહેતુ રૂપ જાણીને નિશ્ચયથી તેને છોડે. સંગ - ની વ્યુત્પત્તિ કહે છેજેમાં પ્રતિબંધિત થાય અથવા જે સંગ વડે જ્ઞાનાવરણાદિ કર્મો સાથે સંબદ્ધ થાય છે.
(૧૪૪૬) હિંસા -- પ્રાણ વ્યપરોપણ, એલીક – અસત્ય ભાષણ, ચૌર્ય - અદત્તાદાન. અબ્રહ્મસેવન - મેથુન આચરણની ઇચ્છારૂપ, કામ - ઇચ્છાકામ અથવા અપ્રાપ્ત વસ્તુની કાંક્ષારૂપ, લોહ - લબ્ધ વસ્તુ વિષયક ગુદ્ધિ. સંયત તેનો ત્યાગ કરે. આના વડે મૂલગુણો કહ્યા તેમાં સ્થિત એવા શરીરને અવશ્ય આહારાદિ પ્રયોજન હોય, તેથી તે વિષયમાં કહે છે -
(૧૪૪૦) મનોહર ચિત્ર પ્રધાન ગૃહને, તે પણ પુષ્પ અને ધૂપથી સુગંધી કરાયેલ હોય, કમાડોથી યુક્ત હોય, તે પણ શ્વેતવસ્ત્રથી વિભૂષિત હોય, મનથી તો શું ? વચનથી પણ ન પ્રાર્થે. ત્યાં કઈ રીતે રહે?
(૧૪૪૮) કામ રાગ વધારનાર ઉપાશ્રયમાં ઇંદ્રિયોનો નિરોધ દુષ્કર છે. તેમાં ઇંદ્રિયો - ચક્ષુ આદિ, ઉપાશ્રય - દુઃખમાં જેનો આશ્રય કરાય છે તે દુકર - ઉન્માર્ગ પ્રવૃત્તિના નિષેધથી માર્ગમાં રહેવું. મુશ્કેલ હોવું તે - સ્વ સ્વ વિષય પ્રવૃત્તિને નિયંત્રિત કરવી મુશ્કેલ છે. કામરાગ - મનોજ્ઞ ઇંદ્રિય વિષયોમાં આસક્તિ. આવા સ્થાને મૂલગુણમાં કંઈક અતિચાર સંભવે છે. એવું હોય તો ક્યાં ? કેમ ? રહેવું.
(૧૪૪૯) મશાનમાં, શૂન્યગૃહોમાં, વૃક્ષની સમીપમાં, તથાવિધ કાળમાં, રાગદ્વેષ રહિત કે અસહાય રહે. બીજાના તેવા પ્રકારના પ્રતિબંધને ન સ્વીકારીને અને બીજા વડે નિષ્પાદિત સ્થાનમાં ભિક્ષુ રહે.
(૧૪૫૦) અચિતિભૂત ભૂભાગમાં, પોતાના કે બીજાને બાધા ન થાય તે રીતે અથવા આવનાર સત્વો કે ગૃહસ્થ - શ્રી આદિના ઉપદ્રવ રહિત સ્થાનમાં રહે. કેમકે આ જ મુક્તિપદના શત્રુ રૂપે. તેમાં પ્રવૃત્તને ઉપદ્રવ હેતુ થાય છે. ઉક્ત શ્મશાનાદિમાં તો શાક્યાદિ ભિક્ષ પણ રહે, તેથી કહ્યું કે - મોક્ષને માટે સમ્યફ પ્રકારે યત્ન કરે. જિન માર્ગ સ્વીકારેલને જ મુક્તિમાર્ગ પ્રતિ વસ્તુતઃ સમ્યક ચહ્ન સંભવે છે. તેમાં પણ માત્ર રુચિ ન કરે. પણ તેમાં સંકલ્પ કરે -૦- પરકૃત વસતિ એવું વિશેષણ કેમ કહ્યું?
(૧૪૫૧) પોતાના માટે ઉપાશ્રય કરે નહીં. ગૃહસ્થાદિ પાસે કરાવે પણ નહીં કે કરનારને અનુમોદે નહીં. કેમકે ગૃહ નિષ્પતિ કર્મમાં સમારંભ થાય. કેમકે પ્રાણીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org