Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 194
________________ ૩૬/૧૫૧૩, ૧૫૧૪ ૧૯૩ અર્થાત અધોલોકિક ગ્રામ રૂપમાં સિદ્ધ થાય તેને અધોલોકમાં સિદ્ધ જાણવા. તીર્થાલોકમાં - તે અઢીદ્વિપ અને બે સમુદ્રરૂપ તેમાં પણ કેટલાંક સમુદ્રમાં અને કેટલાંક નદિ આદિમાં સિદ્ધ થયા. અહીં સ્ત્રી સિદ્ધ આદિને જણાવીને સ્ત્રીત્વ આદિમાં સિદ્ધિનો સંભવ કહ્યો. હવે તેમાં પણ કેમાં કેટલાં સિદ્ધ થાય છે? તે કહે છે - • સૂત્ર - ૧૫૧૫ થી ૧૫૧૮ - (૧૫૧૫) એક સમયમાં દશ નપુંસક, વીસ સ્ત્રીઓ અને (૧૦૮). એકસો આઠ પુરુષ સિદ્ધ થઈ શકે છે. (૧૫૧૬) એક સમયમાં ગૃહલિંગ ચાર, અન્સલિંગમાં દશ, સ્વલિંગમાં એકસો આઠ (૧૦૮) જીવો સિદ્ધ થઈ શકે છે. (૧પ૧૭) એક સમયમાં ઉત્કૃષ્ટ અવગાહનાવાળા બે, જધન્યવાળા ચાર અને મધ્યમ અવગાહનાવાળા એકસો આઠ જીવ સિદ્ધ થઈ શકે છે. - (૧૫૧૮) એક સમયમાં ઉMલોકમાં ચાર, સમુદ્રમાં બે, જળાશયમાં ત્રણ, ધોલોકમાં સીસ, તીલોકમાં ૧૦૮ જીવો સિદ્ધ થઈ શકે છે. • વિવેચન - ૧૫૧૫ થી ૧૫૧૮ - નપુંસક એટલે વર્ધિત, કૃત્રિમ રીતે કરાયેલ લેવા. સમય - અવિભાગ કાળરૂપ લેવો. એક - આ એક સંખ્યા છે. સિદ્ધયતિ – નિહિતાર્થ થાય છે. બાકી ચારે સૂત્રાર્થ સ્પષ્ટ જ છે. કિંચિત વિશેષ જે વૃત્તિગત છે, તે આ છે ઉત્કૃષ્ટ અવગાહનામાં ઉક્તરૂપ એક કાળે બે બે સંખ્યામાં સિદ્ધ થાય છે, એ પ્રમાણે જધન્ય અવગાહનામાં અને યવમગ્ર - મધ્યમ અવગાહનામાં જાણવું. કેમકે યવમધ્યત્વ તે ઉત્કૃષ્ટ અને જધન્ય અવગાહનાની મધ્યવતપણે હોવાથી તેને મધ્યમ અવગાહના કહે છે. - x x x ઉર્ધ્વલોકાદિ વિષયક પ્રસ્તુત સૂત્ર-૧૫૧૮ ને બદલે બીજા બે સૂત્રો પણ કહેવાય છે, જેની નોંધ વૃત્તિકારે કરેલ છે, પણ અર્થથી તો તુલ્ય જ છે. - આ પ્રમાણે પૂર્વભાવ પ્રાપનીય નયની અપેક્ષાથી અનેકભેદે સિદ્ધોને જણાવીને હવે પ્રત્યુત્પન્નભાવ પ્રજ્ઞાપનીય નયની અપેક્ષાથી તેમના જ પ્રતિઘાતાદિના પ્રતિપાદનને માટે કહે છે સૂત્ર - ૧૫૧૯, ૧૫૨૦ - (૧પ૧૯) સિદ્ધો ક્યાં પ્રતિત થાય છે ? સિદ્ધો ક્યાં પ્રતિષ્ઠિત છે? શરીરને ક્યાં છોડીને, ક્યાં જઈને સિદ્ધ થાય છે ? (૧પર) સિદ્ધો આલોકમાં પ્રતિત થાય છે. લોકના અગ્રભાગમાં પ્રતિષ્ઠિત છે. મનુષ્યલોકમાં શરીરને છોડીને ત્યાં જઈને સિદ્ધ થાય છે. • વિવેચન - ૧૫૧૯ - ૧૫ર૦ - સિદ્ધો ક્યાં પ્રતિપાત - ખલિત થાય છે અર્થાત્ તેમની ગતિ વિરુદ્ધ થાય છે? સિદ્ધો ક્યાં પ્રતિષ્ઠિત - સાદિ અનંત કાળ માટે સ્થિત થાય છે ? શરીરનો ત્યાગ Jailleerderinternational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226