Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૦૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3
આ બે ભેદ મારી પાસેથી સાંભળો.
(૧૬૦૧) કુન્થુ, કીડી, માંકડ, મકડી, દીમક, તૃણાહારક, ઘુણો, માલુક, પત્રહાર કે - (૧૬૦૨) મિંજક, હિંદુક, પુષભિંજક, શતાવરી, ગુલ્મી, ઇંદ્રકાયિક - (૧૬૦૩) ઇંદ્રગોપક ઇત્યાદિ અનેક પ્રકારથી તે ઇંદ્રિય જીવો છે. તે લોકના એક ભાગમાં વ્યાપ્ત છે, સંપૂર્ણ લોકમાં નહીં.
(૧૬૦૪) પ્રવાહની અપેક્ષાથી તે ઇંદ્રિયો અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી સાદિ સાંત છે.
(૧૬૦૫) તેઇંદ્રિયોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટથી ઓગણપચાશ દિવસ અને જઘન્યથી તમુહૂર્તની છે.
(૧૬૦૬) તેઇંદ્રિયોની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ સંખ્યાત કાળ, જધન્યથી અંતર્મુહૂર્ત છે. તે ઇંદ્રિય શરીર ન છોડીને નિરંતર તેઇંદ્રિય શરીરમાં ઉત્પન્ન થવું, તેને કાયસ્થિતિ કહે છે.
(૧૬૦૭) તેઇંદ્રિય શરીરને છોડીને ફરી તેઇંદ્રિયમાં ઉત્પન્ન થવાનું અંતર જધન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે.
(૧૬૦૮) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી તૈઇંદ્રિયોના હજારો ભેદ છે.
• વિવેચન ૧૬૦૦ થી ૧૬૦૮
આ નવે સૂત્રો પૂર્વવત્ છે. વિશેષ એ કે તેમાં - પિીલિકા - એટલે કીડી, ગુંમી - શતપદી આદિ. - ૪ - હવે ચઉરિદ્રિયની વક્તવ્યતા ·
-
• સૂત્ર - ૧૬૦૯ થી ૧૬૧૮
(૧૬૦૯) ચરિદ્રય જીવના બે ભેદો વર્ણવેલ છે પ્રાપ્તિ અને અપતિ તેના ભેદો મારી પાસેથી સાંભળો.
(૧૬૧૦) અધિકા, પોતિકા, મક્ષિકા, મશક, મચ્છર, ભ્રમર, કીડ, પતંગ, ઢિંકુણ, કુકુણ, (૧૬૧૧) કુક્કુડ, સ્મૃગિરિટી, નંદાવર્ત્ત, વીંછી, ડોલ, ભૃગરીટક, વિરણી, અક્ષિવેધક, (૧૬૧૨) અક્ષિલ, માગધ, અક્ષિરોડક, વિચિત્ર, ચિત્રપત્રક, ઓહિંજલિયા, જલકારી, નીચક, તંતવક (૧૯૧૩) ઇત્યાદિ ચઉરિદ્રિય અનેક પ્રકારના છે.
તે લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. સંપૂર્ણ લોકમાં નહીં.
(૧૯૧૪) પ્રવાહની અપેક્ષાથી ચઉરિંદ્રિય અનાદિ અનંત છે, સ્થિતિની અપેક્ષાથી સાદિ-સાંત છે.
(૧૯૧૫) ચરિદ્રિયની આયુસ્થિતિ ઉત્કટથી છ માસ છે અને જધન્યથી અંતર્મુહૂર્તની છે.
(૧૯૧૬) ચરિદ્રિયની કાયસ્થિતિ ઉત્કૃષ્ટથી સંખ્યાતકાળની જધન્યથી અંતર્મુહૂર્તની છે. ચઉરિદ્રિયના શરીરને ન છોડીને નિરંતર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org