Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 217
________________ ૨૧૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ • સૂત્ર - ૧૭૧૧ - આ પ્રમાણે સંસારી અને સિદ્ધ જીવોનું વ્યાખ્યાન કર્યું. રૂપી અને અરૂપીના ભેદથી બે પ્રકારે અજીવોનું વ્યાખ્યાન પણ કર્યું. • વિવેચન - ૧૭૧૧ - સંસારી અને સિદ્ધના ભેદથી જીવોને સર્વ ભેદનીત વ્યાપ્તિથી કહ્યા. રૂપી - અરૂપી પણ કહ્યા. શું આ ભેદ સાંભળીને જ કૃતાર્થતા માનવી? તે આશંકાને નિવારવા કહે છે. • સૂત્ર - ૧૭૧૨ - આ જીવ, અજીવનું વ્યાખ્યાન સાંભળીને તેમાં શ્રદ્ધા કરી જ્ઞાન અને ક્રિયા આદિ બધાં નયોથી અનુમત સંયમમાં મુનિ એ. વિવેચન - ૧૭૧૨ - આ જીવ, અજીવને સાંભળી - અવધારીને, તે પ્રમાણે સ્વીકારીને મૈત્રમાદિ બધાં નયોથી અભિપ્રેત થઈને, જ્ઞાન સહિત સમ્યક્રચાત્રિમાં મનિ રમણ કરે. સંયમ એટલે પૃથ્વી આદિ જીવોના ઉપમનની વિરમેલ એવા મનિ. -૦- સંયમ રતિ કર્યા પછી શું કરે? તે કહે છે • સૂત્ર - ૧૭૧૩ - ત્યાર પછી અનેક વર્ષ સુધી શાસણય પાલન કરીને મુનિ આ અનુક્રમથી આત્માની સંલેખના કરે - • વિવેચન - ૧૭૧૩ - અનેક વર્ષો શ્રમણભાવનું આસેવન કરીને હવે કહેવાનાર ક્રમથી નયોનુષ્ઠાનરૂપ વ્યાપાર ક્રમથી - પ્રવજ્યા લીધા સિવાય આ વિધિ કહી નથી. હવે કયા ક્રમે સંલેખના કરે? તે લેખના ભેદાદિપૂર્વક કહે છે - • સૂત્ર - ૧૭૧૪ થી ૧૭૧૮ - (૧૭૧૪) ઉત્કૃષ્ટ સંલેખના બાર વર્ષની હોય છે, મધ્યમ સંલેખના એક વર્ષની. જધન્ય સંલખના છ માસની હોય. (૧૭૧૩) પહેલાં ચાર વર્ષમાં દુધ આદિ વિગઈઓનો ત્યાગ કરે. બીજા ચાર વર્ષોમાં વિવિધ પ્રકારનો તપ કરે. (૧૭૧૬) પછી બે વર્ષ સુધી એકાંતર તપ કરે. ભોજનના દિવસે આયંબિલ કરે. પછી અગિયારમાં વર્ષ પહેલાં છ મહિના સુધી કોઈપણ જાતિ વિકૃષ્ટ તપ ન કરે. (૧૭૧૭) પછીના છ માસ વિકૃષ્ટ તપ કરે. આ પૂરા વર્ષમાં પરિમિત આયંબિલ કરે. (૧૭૧૮) બારમાં વર્ષમાં નિરંતર આયંબિલ કરીને પછી મુનિ એક પક્ષ કે એક માસનું અનશન કરે. વિવેચન - ૧૭૧૪ થઈ ૧૭૧૮ - પાંચ સૂત્રો કહ્યા. સંલેખના કાળ બાર વર્ષ જ ઉત્કૃષ્ટથી જાણવો. જૂનાધિક For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226