Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 215
________________ ૨૧૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ (૧૬૮૪) જ્યોતિષી દેવોની ઉત્કૃષ્ટ આય સ્થિતિ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ અને જધન્યાયું પલ્યોપમનો આઠમો ભાગ છે. (૧૬૮૫) સૌધર્મ દેવોની આ સ્થિતિ ઉત્કૃષ્ટથી બે સાગરોપમ અને જધન્યથી એક પલ્યોપમ છે. (૧૬૮૬) ઇશાન દેવોની આહુસ્થિતિ ઉત્કૃષ્ટથી કંઈક અધિક બે સાગરોપમ, જધન્ય કંઈક અધિક પલ્યોપમ છે. (૧૬૮૭) સનસ્કુમાર દેવોની આહુસ્થિતિ ઉત્કૃષ્ટથી સાત સાગરોપમ અને જધન્યથી બે સાગરોપમ છે. (૧૬૮૮) મહેન્દ્રકુમાર દેવોની આહુસ્થિતિ ઉત્કૃષ્ટથી સાધિક સાત સાગરોપમ અને જધન્યથી સાધિક બે સાગરોપમ છે. (૧૬૮૯) બ્રહ્મલોક દેવોની આહુસ્થિતિ ઉત્કૃષ્ટથી દશ સાગરોપમ અને જધન્યથી સાત સાગરોપમ છે. (૧૬૯૦) લાંતક દેવોની ઉત્કૃષ્ટ આસ્થિતિ ચૌદ સાગરોપમ અને જધન્યથી દશ સાગરોપમ છે. (૧૬૯૧) મહાશક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ સત્તર સાગરોપમ અને જધન્યથી ચૌદ સાગરોપમ છે. (૧૬૯૨) સહસાર દેવોની ઉત્કૃષ્ટ આસ્થિતિ અઢાર સાગરોપમ અને જધન્યથી સતર સાગરોપમ છે. (૧૬૮૩) આનત દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ઓગણીસ સાગરોપમ અને જધન્યથી અટાર સાગરોપમ છે. (૧૯૯૪) પ્રાણત દેવોની ઉત્કૃષ્ટ આસ્થિતિ વીસ સાગરોપમ છે અને જધન્યથી ઓગણીસ સાગરોપમ છે. (૧૬૫) આરણ દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ એકવીસ સાગરોપમ છે અને જધન્યથી વીસ સાગરોપમ છે. (૧૬૯૬) અય્યત દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાવીશ સાગરોપમાં અને જધન્યથી એકવીસ સાગરોપમ છે. (૧૬૯૭) પહેલા રૈવેયક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ તેવીશ સાગરોપમ અને જધન્યથી બાવીશ સાગરોપમ છે. (૧૬૯૮) બીજી રૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ચોવીશ સાગરોપમ અને જધન્યથી તેવીશ સાગરોપમ છે. (૧૬૯૯) ત્રીજી સૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ પરીશ સાગરોપમ અને જન્યથી ચોવીશ સાગરોપમ છે. (૧૭૦૦) ચોથા રૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ છવ્વીસ સાગરોપમ અને જધન્યથી પચીશ સાગરોપમ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226