Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 216
________________ ૩૬/૧૬૮૦ થી ૧૭૦૮ ૨૧૫ (૧૭૦૧) પાંચમાં પ્રૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ સત્તાવીશ સાગરોપમ અને જધન્સથી છવીશ સાગરોપમ છે. (૧૭૦૨) છઠ્ઠા પ્રૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ અઠ્ઠાવીશ સાગરોપમ અને જધન્યથી સત્તાવીશ સાગરોપમ છે. (૧૭૦૩) સાતમા ત્રૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ઓગણત્રીશ સાગરોપમ અને જધન્યથી અટ્ઠાવીશ સાગરોપમ છે. (૧૭૦૪) આઠમા ત્રૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આસુસ્થિતિ શ્રીશ સાગરોપમ અને જધન્યથી ઓગણત્રીશ સાગરોપમ છે. (૧૭૦૫) નવમા વેયકના દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ એકત્રીશ સાગરોપમ અને જધન્યથી ત્રીશ સાગરોપમ છે. (૧૭૦૬) વિજય, વૈજયંત, જયંત અને અપરાજિતના દેવોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ, જઘન્ય એકત્રીશ સાગરોપમ છે. (૧૭૦૭) મહાવિમાન સર્વાર્થ સિદ્ધના દેવોના અજધન્યોત્કૃષ્ટ આયુસ્થિતિ તેત્રીશ સાગરોપમની છે. (૧૩૦૮) દેવોની જે આ આયુસ્થિતિ છે તે જ તેની અજધન્યોત્કૃષ્ટ કાયસ્થિતિ છે. • વિવેચન ૧૬૮૦ થી ૧૭૦૮ - સૂત્રાર્થ સરળ અને સ્પષ્ટ છે. જે વિશેષતા છે તે જ નોંધીએ છીએ. ૦ સાગર એટલે સાગરોપમ, તેટલી સ્થિતિ - આયુ જાણવા. ૦ ભૌમેયક - ભવનવાસી, અહીં સામાન્યથી કહી છતાં ઉત્તર નિકાયના અધિપતિ બલિની જ જાણવી. દક્ષિણમાં તો સાગરોપમ જ છે. ૦ લાખ વર્ષ અધિક એમ જ્યોતિષમાં ઉત્કૃષ્ટ સ્થિતિ કહી તે ચંદ્રની છે. સૂર્યની ૧૦૦૦ વર્ષાધિક છે॰ ઇત્યાદિ - x - X + X - - 0 અધન્યોત્કૃષ્ટ - જેમાં જધન્ય કે ઉત્કૃષ્ટ ભેદ વિધમાન નથી તે. ૦ મહાવિમાન - તે દેવોના આયુસ્થિતિ આદિથી મહતપણું છે. ૧૭૦૯, ૧૭૧૦ - • સૂત્ર દેવનું શરીર છોડીને ફરી દેવ શરીરમાં ઉત્પન્ન થવાનું અંતર જધન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે. વ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાનની અપેક્ષાથી દેવોના હજારો ભેદો પણ થાય છે. • વિવેચન ૧૭૦૯, ૧૭૧૦ બંને સૂત્રો પૂર્વે વ્યાખ્યાયિત થયેલા છે. હવે જીવ - અજીવને સવિસ્તર કહીને તેના નિગમનને માટે કહે છે - · Jain Education International - - For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226