Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 208
________________ ૩૬/૧૬૦૯ થી ૧૬૧૮ ૨૦૦ ચઉરિદ્રયના શરીરમાં ઉત્પન્ન થતાં રહેવું તે કાયસ્થિતિ છે. (૧૬૧૭) ચઉરિંદ્રિય શરીરને છોડીને ફરી ચઉરિંદ્રિય શરીરમાં ઉત્પન્ન થવામાં અંતર જધન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ અનંતકાળ છે. (૧૬૧૮) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી ચઉરિંદ્રિયના હજારો મેદો છે. • વિવેચન - ૧૬૦૯ થી ૧૬૧૮ - દશ સૂત્રો સ્પષ્ટ જ છે. આના કેટલાંક ભેદો અપ્રતીત છે. તે ભેદો તે - તે દશ પ્રસિદ્ધિથી અને વિશિષ્ટ સંપ્રદાયથી જાણવા. - - - • સૂત્ર - ૧૬૧૯ - પંચેન્દ્રિય જે જીવો છે, તે ચાર ભેદે વ્યાખ્યાયિત છે, તે આ - નૈરયિક તિયચ, મનુષ્ય અને દેવ છે. • વિવેચન - ૧૬૧૯ - સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ તીર્થકરોએ આ ચાર ભેદ કહેલા છે. તેમાં પહેલા નૈરયિકોને કહે છે : • સૂત્ર - ૧૬૨૦ થી ૧૬૩૩ - (૧૬૨૦) નૈરયિક જીવો સાત પ્રકારના છે, તે સાત પૃથ્વીમાં થાય છે. (આ સાત પૃથ્વી આ પ્રમાણે છે :) રત્નાભા, શર્કરાભા, વાલુકાભા.... (૧૬ર૧) પંકાભા, ધૂમાભા, તમાં અને તમસ્તમા. આ સાત પ્રકારની પૃથ્વીઓમાં ઉત્પન્ન થનારા નૈરયિકોને સાત પ્રકારે વર્ણવેલા છે . પરિકિર્તત છે. (૧૬૨૨) નરસિકો લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. આ નિરૂપણ પછી ચાર પ્રકારથી નૈરયિક જીવોના કાલવિભાગનું હું કથન કરીશ. (તે આ પ્રમાણે -) (૧૬૨૩) નૈરયિકો પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે. સ્થિતિની અપેક્ષાથી તેઓ સાદિ સાંત છે. (૧૬ર૪) પહેલી પૃથ્વીમાં નૈરયિક જીવોની આયુ સ્થિતિ જધન્યથી ૧૦,૦૦૦ વર્ષની છે. ઉત્કૃષ્ટથી એક સાગરોપમની છે. (૧૬૨૫) બીજી પૃથ્વીમાં નૈરયિક જીવોની આયુ સ્થિતિ જધન્યથી એક સાગરોપમની છે, ઉત્કૃષ્ટથી ત્રણ સાગરોપમની છે. (૧૬૨૬) ત્રીજી પૃથ્વીમાં નૈરયિક જીવોની આય સ્થિતિ જધન્યથી ત્રણ સાગરોપમની છે, ઉત્કૃષ્ટથી સાત સાગરોપમની છે. (૧૬૨૭) ચોથી પૃથ્વીમાં નૈરયિક જીવોની આ સ્થિતિ જધન્યથી સાત સાગરોપમની છે, ઉત્કૃષ્ટથી દશ સાગરોપમની છે. (૧૬૨૮) પાંચમી પૃeતીમાં નૈરયિક જીવોની આયુ સ્થિતિ જધન્યથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226