Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૦૯
૩૬/૧૬૩૪ થી ૧૬૫૭ અહીંથી આગળ તેના ચાર પ્રકારે કાલ વિભાગને હું કહીશ.
(૧૯૩૮) જલયરો પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે, સ્થિતિની અપેક્ષાથી તે સાદિ સાંત છે.
(૧૬૩૯) જલચરોની આહુસ્થિતિ ઉત્કૃષ્ટથી એક કરોડ પૂર્વની છે. જધન્યથી અંતર્મુહૂર્તની છે.
(૧૬૪૦) જલચરોની કાયસ્થિતિ ઉત્કૃષ્ટથી પૂર્વકોડી પૃથકત્વ છે અને જધન્યથી અંતમુહૂર્તની છે.
(૧૬૪૧) જલચરના શરીરને છોડીને ફરી જલચરના શરીરમાં ઉત્પન્ન થવાનું અંતર જધન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ છે.
(૧૬૪૨) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી જલયરોના હજારો ભેદો છે.
(૧૬૪૩) લચર જીવોના બે ભેદ છે - ચતુષ્પદ અને પરિસપ. ચતુષ્પદના ચાર ભેદો છે, તેનું હું કિર્તન કરીશ, તે સાંભળો.
(૧૬૪૪) એકપુર તે અશ્વ આદિ, દ્વિર તે બળદ આદિ, ગંડીપદ તે હાથી આદિ, સનખપદ તે સિંહ આદિ.
(૧૬૪૫) પરિસર્ષ બે પ્રકારના છે - ભજપરિસર્પ તે ગોધાદિ, ઉરઃ પસિપ તે સાપ આદિ. આ બંનેના અનેક પ્રકારો છે.
(૧૬૪૬) તે લોકના એક ભાગમાં વ્યાપ્ત છે, સંપૂર્ણ લોકમાં નહીં. હવે આગળ હું ચાર પ્રકારના સ્થળચરનો કાળ વિભાગ કહીશ.
(૧૬૪૭) પ્રવાહની અપેક્ષાથી સ્થળચર જીવો અનાદિ અનંત છે. સ્થિતિની અપેક્ષાથી સાદિ-સાંત છે.
(૧૬૪૮) સ્થળસરની સ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. જધન્ય અંતમુહૂર્તની છે.
(૧૬૪૯) ઉત્કૃષ્ટથી પૂર્વ કોટિ પૃથકત્વ અને સાલિક ત્રણ પલ્યોપમ, જધન્યથી અંતમુહૂર્ત સ્થળચરોની કાયસ્થિતિ છે.
(૧૬૫૦) સ્થળપરનું ફરી સ્થળચરમાં ઉત્પન્ન થવાનું અંતર જધન્યથી તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંતકાળ છે (વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી સ્થળાયરના હજારો છે.)
(૧૯૫૧) ખેચર જીવના ચાર પ્રકાર કહેલ છે . ચર્મ પક્ષી, રોમ પક્ષી, સમુદ્ગ પક્ષી અને વિતત પક્ષી.
(૧૬૨) તે લોકના એક ભાગમાં વ્યાપ્ત છે, સંપૂર્ણ લોકમાં નહીં. હવે આગળ ચાર પ્રકારથી ખેચર જીવોના કાળ વિભાગને કહીશ.
(૧૬૫૩) પ્રવાહની અપેક્ષાથી ખેચર જીવો અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી તે સાદિ-સાંત છે.
3/14]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org