Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 212
________________ ૨૧૧ ૩૬/૧૬૫૮ થી ૧૬૬૬ (૧૬૬૨) ઉક્ત મનુષ્ય પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી સાદિ સાંત છે. (૧૬૬૩) મનુષ્યોની આહુસ્થિતિ ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ અને જધન્યથી અંતમુહૂર્ત કહેવી છે. (૧૬૬૪) મનુષ્યોની કાયસ્થિતિ ઉત્કૃષ્ટથી પૃથકત્વ કરોડ પૂર્વ અધિક ત્રણ પલ્યોપમ અને જધન્યથી અંતમુહૂર્ત છે. (૧૬૬૫) મનુષ્યનું ફરી મનુષ્યમાં ઉત્પન્ન થવાનું અંતર જધન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે. (૧૬૬૬) વર્ણ, ગંધ, રસ સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી મનુષ્યના હજારો ભેદ કહેલા છે. વિવેચન - ૧૬૫૮ થી ૧૬૬૬ - મનુષ્યોના નવ સૂત્રો પૂર્વવત જાણવા. વૃત્તિમાં કહેલ કથનમાંની સૂત્રાર્થ ઉપરાંતની વિશેષ વાત જ અમે અત્રે નોંધેલ છે – ૦ અંતહપ- સમદ્રની મધ્યમાં રહેલ દ્વીપ, તેમાં જન્મેલ હોવાથી તે અંતદ્વીપજ કહેવાય છે. ૦ કર્મભૂમિ પંદર કહી છે, તે આ પ્રમાણે - પાંચ ભરત, પાંચ ઐરવત, પાંચ મહાવિદેહ, એ ત્રણે મળીને પંદર થાય છે. અકર્મભૂમિ - હૈમવત, હરિવર્ષ, રક, હૈરણ્યવતું, દેવકુર અને ઉત્તરકુરુ રૂપ છ છે. તે પ્રત્યેક પાંચ - પાંચ સંખ્યક હોવાથી 30 ભેદો. ૦ પછી નિર્દેશ હોવા છતાં “કર્મભૂમિ' નું કથન પહેલાં કર્યું. કેમકે - મુક્તિ સાધકત્વથી તેનું પ્રાધાન્ય છે. ૦ અંતર્લીપમાં - પહેલું ચતુક - (૧) એકોરુક, (૨) આભાષિક, (૩) લાંગૂલક અને (૪) વૈષાણિક છે. બીજું - ચતુષ્ક - (૧) હયકર્ણ, (૨) ગજકર્ણ, (૩) ગોકર્ણ, (૪) શખુલી કર્ણ - ત્રીજું ચતુક - (૧) આદર્શમુખ, (૨) મેષ મુખ, (૩) હયમુખ, (૪) ગજ મુખ - ચોથે ચતુષ્ક (૧) અશ્વ મુખ, (૨) હસ્તિ મુખ, (૩) સિંહ મુખ, (૪) વાઘ મુખ. - પાંચમુ ચતુષ્ક (૧) અશ્વ કર્ણ, (૨) ગજ કર્ણ, (૩) સિંહ કર્ણ, (૪) કર્ણ પ્રાવરણ. - છઠું ચતુક - (૧) ઉલ્કા મુખ, (૨) વિધુભુખ, (૩) જિલ્લા મુખ, (૪) મેઘ મુખ. - સાતમું ચતુક - (૧) ધન દંત, (૨) ગજ દંત, (૩) શ્રેષ્ઠ દંત, (૪) શુદ્ધ દંત. આ સાતે મળીને ૨૮ - અંતર્લીપો થયા. આ નામના યુગલ ધર્મિકો ત્યાં વસે છે. - x x x x x-. સંમૂર્ષિત જીવોની ઉત્પત્તિ, ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્યોના - મળ, મૂત્ર, શ્લેખ, સિંઘાન, વમન, પિત્ત, પૂત, શોણિત, શુક્ર, ફ્લેવર, સ્ત્રી પુરુષોનો સંયોગ, ગામની ખાળ, નગરની ખાળ, શુક્રપુદ્ગલોમાં તેમજ બધાં અશુચિ સ્થાનોમાં આ સંમૂર્ણિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે. તેમની અંગુલની અસંખ્યાતતમ ભાગ અવગાહના માત્ર હોય છે. - x- x Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226