Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 203
________________ ૨૦૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ (૧૫૬૫) વનસ્પતિ જીવો પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિત્તિ અપેક્ષાથી સાદિ સાંત છે. (૧૫૬૬) વનસ્પતિની આયુસ્થિતિ ઉત્કૃષ્ટ ૧૦૦૦૦ વર્ષ, જધન્ય થકી અંતમુહૂર્ત છે. (૧૫૬૭) વનસ્પતિની કાયસ્થિતિ ઉત્કૃષ્ટથી અનંતકાળ, જધન્યથી અંતમુહુર્ત છે. વનસ્પતિનું શરીર ન છોડીને નિરંતર વનસ્પતિના શરીરમાં જ ઉત્પન્ન થવું તે કાયસ્થિતિ છે. (૧૫૬૮) વનસ્પતિના શરીરને છોડીને ફરી વનસ્પતિ શરીરમાં ઉત્પન્ન થવામાં અંતર જધન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ છે. (૧૫૬૯) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી વનસ્પતિકાયના હાર ભેદ છે. • વિવેચન - ૧૫૫૬ થી ૧૫૬૯ - ચૌદ સૂત્રોનો સૂત્રાર્થ સ્પષ્ટ જ છે. વિશેષ આ પ્રમાણે - સાઘારણ એટલે અનંતજીવોનું પણ સમાન એક શરીર હોય તે ઉપલક્ષણથી તેમનો આહાર અને પાન ગ્રહણ પણ તેઓમાં સાધારણપણે હોય છે. - X પ્રત્યેક શરીરી જીવો અનેક પ્રકારે કહેલા છે. તે મુખ્ય બાર ભેદે કહે છે - (૧) વૃક્ષ - આમ્ર આદિ, (૨) ગુચ્છ - વૃતાકી આદિ, (૩) શુભ - નવ માલિકા આદિ, (૪) લતા - ચંપકલતા આદિ, (૫) વલી - ટપુષી આદિ, (૬) તૃણા - અર્જુનાદિ, (9) લતાવલય - નાલિકેરી આદિ, (૮) પર્વજ - સંધિઓથી થયેલ અથવા પર્વગ તે શેરડી આદિ, (૯) કુહણ - ભૂમિ ફોડા આદિ, (૧૦) જલરહ - જળમાં ઉગતા પદ્મ આદિ, (૧૧) ઓષધિતૃણ - શાલિ આદિ, (૧૨) હરિતકાય - તંદુલેયક આદિ, તે જ કાયા - શરીર જેનું છે તે ચ શબ્દ આના જ સ્વગત અનેક ભેદનો સૂચક છે. સાધારણ શરીર અર્થાત્ પ્રત્યેક શરીરી નહીં તે. ચાલુથી હળદર સુધી પ્રાયઃ કંદ વિશેષ છે. તેના સાધારણ શરીરના લક્ષણો અહીં બતાવેલા છે. જેમકે - સમભાગને ભાંગતા ગ્રંથિચૂર્ણ ઘન થાય પૃી સદેશ ભેદથી અનંતકાયને જાણવું ઇત્યાદિ- x x - x- પનકના જીવો પણ ઉક્ત વ્યાખ્યાથી સામાન્ય વનસ્પતિ જાણવા. - x• x વનસ્પતિની કાય સ્થિતિ, ભવસ્થિતિ ઇત્યાદિ સૂત્રાર્થમાં બતાવેલી જ છે. પણ નિગોદની સ્થિતિ જધન્ય કે ઉત્કૃષ્ટ બંનેથી અંતર્મુહૂર્ત કહેલી છે. અહીં પણ સાધારણ વનસ્પતિને આશ્રીને જ ઉત્કૃષ્ટ સ્થિતિ અનંતકાળ કહેલી છે. વિશેષ અપેક્ષાથી પ્રત્યેક વનસ્પતિ તથા નિગોદમાં બાદર અને સૂક્ષ્મની અસંખ્યાતકાળ અવસ્થિતિ છે ઇત્યાદિ - X - X - X - X - પનકના જીવોનું અસંખ્યકાળ અંતર છે, તેમાંથી ઉદ્ધર્તીને પૃથ્વી આદિમાં ઉત્પત્તિ થાય છે. - x x હવે આ સૂત્રનો ઉપસંહાર અને ઉત્તર સૂત્રનો સંબંધ કહે છે - • સૂત્ર - ૧૫૭૦ - આ પ્રમાણે સંક્ષેપથી ત્રણ પ્રકારે સ્થાવર જીવોનું નિરૂપણ કરેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226