Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 200
________________ ૩૬/૧૫૩૪ થી ૧૫૪૦ ૧૯૯ (૧) પૃથ્વી (૨) શર્કરા સત્યભામાવત્ શુદ્ધ પૃથ્વી. જે શર્કરાદિ રૂપ હોતી નથી, નાના ટુકડારૂપ હોય, (૩) વાલુકા - રેતી, (૪) ઉપલ - ગંડ શૈલાદિ, (૫) શિલા - પત્થર, (૬) લવણ - સમુદ્રલવણાદિ, (૭) ઊષ - ક્ષાર માટી, (૮) અયસ્ - લોઢું, (૯) તામ - તાંબુ, (૧૦) પુક - રાંગ, (૧૧) સીસક - સીસું, (૧૨) રૂપુ, (૧૩) સુવર્ણ. આ લોઢું આદિ ધાતુઓ છે. * * * * * વજ્ર - હીરા, હરિતાલ, હિંગલોક અને મનઃ શિલા પ્રસિદ્ધ જ છે. સાસક એ ધાતુ વિશેષ છે. અંજન - સમીરક, પ્રવાલક - વિદ્યુમ. અભ્રપટલ - અભરખ, અભુવાલકા - અભ્રપટલ મિશ્ર વાલુકા. આ બધાં બાદર પૃથ્વીકાયના ભેદો કહ્યા. પછી મણિના ભેદો કહે છે - તે ગોમેધ, રુચક, અંક, સ્ફટિક આદિ સૂત્રાર્થવત્ જાણવા. - - ચંદન, ગેરુ, હંસગર્ભ, પુલક, સૌગંધિક આદિ પ્રસિદ્ધ છે. આ પ્રમાણે પૃથ્વી આદિ ચૌદ, હરિતાલ આદિ આઠ, ગોમેધ આદિ ચૌદ ભેદો, એ પ્રમાણે બધાં મળીને ૩૬ ભેદો જાણવા. હવે તેનો ઉપસંહાર કરતાં સૂક્ષ્મ પૃથ્વીકાયની પ્રરૂપણા કરે છે • સૂત્ર ૧૫૪૧ - આ પ્રમાણે કઠોર પૃથ્વીકાયના છત્રીશ ભેદો કહ્યા. સૂક્ષ્મ પૃથ્વીકાયના જીવો એક જ પ્રકારના છે, તેથી તે વિવિધ પ્રકારના ભેદોથી રહિત છે, તેમ જાણવું. • વિવેચન ૧૫૪૧ - આ ખર પૃથ્વી અને તેના વિભાગથી તત્ત્વજીવોના છત્રીશ ભેદો બતાવ્યા. પણ સૂક્ષ્મ પૃથ્વીકાયને એક ભેદે જ કહેલ છે. કેમકે તેમાં વિવિધ ભેદો વિધમાન નથી. આ પ્રમાણે સૂક્ષ્મ અને બાદર પૃથ્વી જીવો કહ્યા. હવે તેને જ ક્ષેત્રથી કહે છે - - સૂત્ર - ૧૫૪૨/૧ - સૂક્ષ્મ પૃથ્વીકાયના જીવો સંપૂર્ણ લોકમાં અને બાદર પૃથ્વીકાયના જીવો લોકના એક દેશમાં વ્યાપ્ત છે. ♦ વિવેચન - ૧૫૪૨/૧ - સૂક્ષ્મો. સર્વલોકમાં - ચૌદ રાજરૂપ લોકમાં સર્વદા તેનું અસ્તિત્વ છે. લોકનો દેશ – વિભાગ, તે લોકદેશમાં બાદર જીવો છે, તેની ક્યારેક કે ક્યાંક પણ સકલ વ્યાપ્તિ અસંભવ છે. હવે આને કાળથી જણાવતા પ્રસ્તાવના કહે છે - • સૂત્ર - ૧૫૪૨/૨ હવે ચાર પ્રકારથી પૃથ્વીકાયિક જીવોનો કાલવિભાગ કહીશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226