Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3
વિવેચન - ૧૪૬૭ -
-
દ્રવ્યને આશ્રીને આ - આ ભેદ, ક્ષેત્રને આશ્રીને આ આ ક્ષેત્ર, કાળથી આવા પ્રકારની કામ સ્થિતિ, ભાવથી આના આ પર્યાયો. તેની ભેદના અભિધાન દ્વારથી જે પ્રરૂપણા સ્વરૂપ ઉપદર્શન, તેમનો વિભાગ.
તેમાં અલ્પ વક્તવ્યતાથી દ્રવ્યથી અજીવ પ્રરૂપણા કહે છે -
• સૂત્ર - ૧૪૬૮ થી ૧૪૭૦
સજીવના બે ભેદ છે - રૂપી અને અરૂપી. અરૂપીના દશ ભેદ છે અને રૂપીના ચાર ભેદ છે... ધર્માસ્તિકાય, તેનો દેશ, તેનો પ્રદેશ, અધર્માસ્તિકાય, તેનો દેશ, તેનો પ્રદેશ, આ કાશાસ્તિકાય, તેનો દેશ, તેનો પ્રદેશ, અને અદ્ધાસમય, આ દશ ભેદ અરૂપી અજીવના કહ્યા છે.
• વિવેચન ૧૪૬૮ થી ૧૪૭૦
રૂપ સ્પર્શ આદિને આશ્રીને મૂર્ત, તે જેના કે જેમાં છે તે રૂપી. અરૂપી - જેમાં ઉક્ત રૂપ નથી તે. આ બે ભેદે અજીવો કહેલા છે. તેના દશ ભેદો તીર્થંકર આદિ વડે પ્રતિપાદિત છે. - *- રૂપી અજીવો ચાર ભેદે છે. તેમાં અરૂપી દશ પ્રકારે કહે છે, તે આ પ્રમાણે -
૧૮૬
-
(૧) ગતિ પરિણત પુદ્ગલોને સ્વભાવથી ધારી રાખે છે તે ઘર્મ - આ ધર્મના પ્રદેશોનો સમૂહ તે ધર્માસ્તિકાય. જે સકલ દેશ પ્રદેશ અનુગત સમાન પરિણિતવાળું વિશિષ્ટ દ્રવ્ય છે. (૨) તે ધર્માસ્તિકાયના પ્રદેશની અપેક્ષાથી સમાન પરિણિત રૂપત્વથી દેશ અપેક્ષાથી અસમાન પરિણતિને આશ્રીને વિશિષ્ટરૂપપણે ઉપદેશ કરે છે તે દેશ - ત્રણ ભાગ, ચાર ભાગ આદિ (3) તે જ ધર્માસ્તિકાયના પ્રકર્ષથી અન્યપણાથી દેશાંતરના અભાવથી ક્યાંય પણ જવાના અભાવરૂપ તે પ્રદેશ - નિરંશ ભાગ.
·
(૪) ગતિ પરિણત જીવ પુદ્ગલોને ધારણા કરતા નથી કે સ્વભાવથી અવસ્થાપિત કરતા નથી. તે સ્થિતિના ઉપકારકપણાથી ‘અધર્મ' છે તેને પૂર્વવત્ અધર્માસ્તિકાય જાણવું. (૫) અધર્માસ્તિકાયના દેશ અને (૬) અધર્માસ્તિકાયનો પ્રદેશ. બંનેની વ્યાખ્યા ધર્માસ્તિકાયવત્.
Jain Education International
.
(9) VAT સ્વસ્વભાવના અપરિત્યાગરૂપથી કાશ - સ્વરૂપ વડે જે પદાર્થો તેમાં પ્રતિભાસે છે, તે આકાશ, અથવા સર્વ ભાવોની અભિવ્યક્તિથી તેમાં બધાં પદાર્થો પ્રતિભાસે છે તે આકાશ. તેના પણ આકાશાસ્તિકાય, (૮) આકાશાસ્તિકાય દેશ, (૯) આકાશાસ્તિકાય પ્રદેશ એ ત્રણ પદની વ્યાખ્યા ધર્માસ્તિકાયવત્ જાણવી. (૧૦) અદ્દા - કાળ, તે રૂપ સમય તે અદ્ધા સમય, તે નિર્વિભાગરૂપ હોવાથી તેના દેશ કે પ્રદેશ ન કહેવા. અરૂપીના આ દશ પ્રકારો થાય છે, તેમનું અનુક્રમે ગતિ, સ્થિતિ, અવગાહના એ ઉપકારત્વ છે. જ્યારે દશમો કાળ - વર્તનાલક્ષણ જાણવો. - x - x -
x - x -
હવે આના જ ક્ષેત્રથી કહે છે -
For Private & Personal Use Only
www.jainelibrary.org