Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૩૫/૧૪૪૫ થી ૧૪૬૪
૧૮૩
અમૂર્છિત ન થાય. આવા પ્રકારનો થઈને રસને માટે ‘આ સરસનું હું આસ્વાદ કરીશ’’ એમ મૂર્છાથી આહાર ન કરે. કેવળ સંયમના નિર્વાહ માટે જ આહાર કરે. આના વડે પિંડવિશુદ્ધિ કહી. આ પ્રમાણે આશ્રય અને આહારની વિચારણાથી ઉત્તરગુણ કહ્યા. હવે આ રીતે રહેતા સાધુને આત્મામાં બહુમાન ઉત્પન્ન થતાં ક્યારેક અર્ચનાદિ પ્રાર્થે તો ? -
(૧૪૬૧) પુષ્પાદિથી અર્ચના, પૂજા, નિષધાદિ વિષયક રચના, વંદન, વયનાદિ વડે સ્તવના, વિશિષ્ટ વસ્ત્રાદિથી પૂજન, પ્રતિલાભન, ઋદ્ધિ, અર્થપ્રદાનાદિ સત્કાર, અભ્યુત્થાનાદિ સન્માન, તેને મનથી તો શું ? વાણીથી પણ ન પ્રાર્થે, અભિલાષા ન કરે. તો શું કરે ? તે કહે છે -
(૧૪૬૨) શુક્લ ધ્યાનને ધ્યાવે, નિયાણા રહિત અને અકિંચન થાય, કાયાને વોસિરાવીને વિચરે, અપ્રતિબદ્ધ વિહારથી વિચરે. ક્યાં સુધી ? મરણકાળ પ્રાપ્ત થાય ત્યાં સુધી. મૃત્યુ સમયે શું કરે ?
(૧૪૬૩) અશનાદિ આહારનો પરિત્યાગ કરે. સંલેખના કરે. ક્યારે ? કાળધર્મમાં - આયુષ્યના ક્ષયના લક્ષણમાં, મૃત્યુ સ્વભાવ નીકટ આવે ત્યારે, તથા મનુષ્ય સંબંધી શરીરનો ત્યાગ કરીને, વીર્યંતરાયના ક્ષયથી વિશિષ્ટ સામર્થ્યવાન બનીને શારીરિક અને માનસિક દુઃખોને વિશેષથી ત્યજે છે. તેના નિબંધક કર્મનો અપગમ થાય છે. કેવ થઈને ?
(૧૪૬૪) મમત્વરહિત, “હું અમુક જાતિનો છું” ઇત્યાદિ અહંકાર રહિત, રાગ અને દ્વેષ રહિત થઈને, મિથ્યાત્વ આદિ તેના હેતુના અભાવે કર્માશ્રવ રહિત થઈને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે. ક્યારેય પણ વિચ્છેદ ન પામે તેવા શાશ્વત અને અસ્વાસ્થ્ય હેતુ કર્મના અભાવથી સર્વથા સ્વસ્થીભૂત થાય. આ પ્રમાણે વીશ સૂત્રોની વિવેચના કરી.
-0-0
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન ૩૫ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ,
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org