Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 183
________________ ૧૮૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ પરિતાપ કર થાય છે. એકેન્દ્રિયાદિ પ્રાણીનો ઘાત થાય છે. “ભૂતોનો વધ કહ્યો” તે કેટલાંકને ન થાય, તે આશંકાથી કહે છે - (૧૪૫ર) બે ઇંદ્રિયાદિ ત્રસ, પૃથ્વી આદિ સ્થાવર, તેમાં પણ સૂક્ષ્મ અને બાદર જીવોનો વધ થાય છે. તેથી સમ્યગ્ર હિંસાદિ ઉપરત થયેલ સંયત તેનો ત્યાગ કરે. આ પ્રમાણે આશ્રય ચિંતા કહીને હવે આહાર ચિંતા કહે છે - (૧૪૫૩) તે જ પ્રકારે ભોજન - શાલિ ઓદનાદિ, પાન - દુધ વગેરે તેને ન સ્વયં રાંધે, તેમ જીવવધા થાય. તેથી પ્રાણ અને ભૂતની દયાને માટે રાંધવા - રંધાવવામાં પ્રવૃત્તને જે જીવોપઘાત સંભવે છે, તે ન થાય માટે રાંધે - રંધાવે નહીં. આ જ અર્થને કહે છે - (૧૪૫૪) પાણી, શાલિ આદિ ધાન્ય, તેની નિશ્રાએ રહેલ પુરા, કીડીઓ વગેરે રૂપ જીવો, ભૂતિ અને કાષ્ઠને આશ્રીને રહેલ એકેન્દ્રિય આદિ હણાય છે. તેથી ભિક્ષ રાંધે - રંધાવે નહીં. રાંધનારને અનુમોદે નહીં. (૧૪૫૫) અગ્નિ સમાન શસ્ત્ર નથી. ગાથાર્થ સ્પષ્ટ છે. વિશેષ આ પ્રમાણે જાણવું - ઘારા - જીવ વિનાશિકા શક્તિ. કેમકે બધી દિશામાં રહેલા જીવનો ઉપઘાત કરે છે. શાસ્ત્ર - જેના વડે પ્રાણી હણાય તેવા આયુધ આદિ તેની ધારથી અલ્પ જંતુને પણ ઉપઘાતક થાય છે. તેથી અગ્નિ ન સળગાવવો આના વડે ઠંડી નિવારવા માટે પણ અનિના આરંભનો નિષેધ કર્યો. -૦- પયન, પાચનના નિષેધથી ક્રય - વિક્રય કરવો યુક્ત માને, તેવી આશંકાથી હિરણ્યાદિના પરિગ્રહના નિષેધપૂર્વક તેનો પણ પરિહાર કહે છે. (૧૪૫૬) સુવર્ણ, રૂપું, બીજાં ધન - ધાન્યાદિને ચિત્તમાં તો ઠીક વચનથી પણ ન પ્રાર્થે. કેવો થઈને? સોના કે માટે બંનેમાં તુલ્ય બનીને. સાધુનિવૃત્ત થાય. કોનાથી? ખરીદ કે વેચાણની પ્રવૃત્તિથી. એમ શા માટે ? (૧૪૫૭) મૂલ્ય આપીને બીજાની વસ્તુ લે તે ખરીદી, પોતાની વસ્તુ મૂલ્ય લઈ બીજાને આપે તે વણિ, તેમાં પ્રવર્તે તે સાધુ ન કહેવાય. (૧૪૫૮) તથાવિધ વસ્તુની યાચના કરવી પણ ખરીદી ન કરવી. ભિક્ષા વડે જ નિર્વાહ કરવો તે ભિક્ષાવૃત્તિ. અયાચિત વસ્તુ લેવી તે ખરીદ-વેચાણ માફક સદોષ જ છે. તેથી ભિક્ષાવૃત્તિ વડે જ આલોક અને પરલોકમાં કલ્યાણ કે સુખને પ્રાપ્ત કરે છે. આના વડે ક્રીત દોષ પરિહાર કહ્યો. (૧૪૫૯) સમુદાન ભિક્ષા - એક ઘેરથી જ ભિક્ષા ન લેતા જુદા જુદા ઘરોમાંથી થોડું થોડું લઈ, મધુકરવૃત્તિથી ભ્રમણ કરતા જ આ પ્રમાણે થાય છે. આગમમાં અભિહિત ઉગમ એષણાદિ ભિક્ષાવૃત્તિથી જ અબાધિત થાય છે. - x- ૪ - પિડપાત એટલે પાત્રમાં ભિક્ષા પડવી તે. અર્થાત ભિક્ષા માટે અટન કરે - ગવેષણા કરે. હવે પિંડ - અશનાદિને પ્રાપ્ત કરીને જે રીતે ખાય, તે કહે છે - (૧૪૬૦) સ-રસ અન્ન પામીને લંપટ ન બને. સ્નિગ્ધાદિ રસની પ્રાપ્તિમાં આકાંક્ષાવાળો ન થાય, તે માટે જીભને વશમાં રાખે, સંનિધિ આદિ ન કરવા વડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226