________________
૧૮૨
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ પરિતાપ કર થાય છે. એકેન્દ્રિયાદિ પ્રાણીનો ઘાત થાય છે. “ભૂતોનો વધ કહ્યો” તે કેટલાંકને ન થાય, તે આશંકાથી કહે છે -
(૧૪૫ર) બે ઇંદ્રિયાદિ ત્રસ, પૃથ્વી આદિ સ્થાવર, તેમાં પણ સૂક્ષ્મ અને બાદર જીવોનો વધ થાય છે. તેથી સમ્યગ્ર હિંસાદિ ઉપરત થયેલ સંયત તેનો ત્યાગ કરે. આ પ્રમાણે આશ્રય ચિંતા કહીને હવે આહાર ચિંતા કહે છે -
(૧૪૫૩) તે જ પ્રકારે ભોજન - શાલિ ઓદનાદિ, પાન - દુધ વગેરે તેને ન સ્વયં રાંધે, તેમ જીવવધા થાય. તેથી પ્રાણ અને ભૂતની દયાને માટે રાંધવા - રંધાવવામાં પ્રવૃત્તને જે જીવોપઘાત સંભવે છે, તે ન થાય માટે રાંધે - રંધાવે નહીં.
આ જ અર્થને કહે છે -
(૧૪૫૪) પાણી, શાલિ આદિ ધાન્ય, તેની નિશ્રાએ રહેલ પુરા, કીડીઓ વગેરે રૂપ જીવો, ભૂતિ અને કાષ્ઠને આશ્રીને રહેલ એકેન્દ્રિય આદિ હણાય છે. તેથી ભિક્ષ રાંધે - રંધાવે નહીં. રાંધનારને અનુમોદે નહીં.
(૧૪૫૫) અગ્નિ સમાન શસ્ત્ર નથી. ગાથાર્થ સ્પષ્ટ છે. વિશેષ આ પ્રમાણે જાણવું - ઘારા - જીવ વિનાશિકા શક્તિ. કેમકે બધી દિશામાં રહેલા જીવનો ઉપઘાત કરે છે. શાસ્ત્ર - જેના વડે પ્રાણી હણાય તેવા આયુધ આદિ તેની ધારથી અલ્પ જંતુને પણ ઉપઘાતક થાય છે. તેથી અગ્નિ ન સળગાવવો આના વડે ઠંડી નિવારવા માટે પણ અનિના આરંભનો નિષેધ કર્યો. -૦- પયન, પાચનના નિષેધથી ક્રય - વિક્રય કરવો યુક્ત માને, તેવી આશંકાથી હિરણ્યાદિના પરિગ્રહના નિષેધપૂર્વક તેનો પણ પરિહાર કહે છે.
(૧૪૫૬) સુવર્ણ, રૂપું, બીજાં ધન - ધાન્યાદિને ચિત્તમાં તો ઠીક વચનથી પણ ન પ્રાર્થે. કેવો થઈને? સોના કે માટે બંનેમાં તુલ્ય બનીને. સાધુનિવૃત્ત થાય. કોનાથી? ખરીદ કે વેચાણની પ્રવૃત્તિથી. એમ શા માટે ?
(૧૪૫૭) મૂલ્ય આપીને બીજાની વસ્તુ લે તે ખરીદી, પોતાની વસ્તુ મૂલ્ય લઈ બીજાને આપે તે વણિ, તેમાં પ્રવર્તે તે સાધુ ન કહેવાય.
(૧૪૫૮) તથાવિધ વસ્તુની યાચના કરવી પણ ખરીદી ન કરવી. ભિક્ષા વડે જ નિર્વાહ કરવો તે ભિક્ષાવૃત્તિ. અયાચિત વસ્તુ લેવી તે ખરીદ-વેચાણ માફક સદોષ જ છે. તેથી ભિક્ષાવૃત્તિ વડે જ આલોક અને પરલોકમાં કલ્યાણ કે સુખને પ્રાપ્ત કરે છે. આના વડે ક્રીત દોષ પરિહાર કહ્યો.
(૧૪૫૯) સમુદાન ભિક્ષા - એક ઘેરથી જ ભિક્ષા ન લેતા જુદા જુદા ઘરોમાંથી થોડું થોડું લઈ, મધુકરવૃત્તિથી ભ્રમણ કરતા જ આ પ્રમાણે થાય છે. આગમમાં અભિહિત ઉગમ એષણાદિ ભિક્ષાવૃત્તિથી જ અબાધિત થાય છે. - x- ૪ - પિડપાત એટલે પાત્રમાં ભિક્ષા પડવી તે. અર્થાત ભિક્ષા માટે અટન કરે - ગવેષણા કરે. હવે પિંડ - અશનાદિને પ્રાપ્ત કરીને જે રીતે ખાય, તે કહે છે -
(૧૪૬૦) સ-રસ અન્ન પામીને લંપટ ન બને. સ્નિગ્ધાદિ રસની પ્રાપ્તિમાં આકાંક્ષાવાળો ન થાય, તે માટે જીભને વશમાં રાખે, સંનિધિ આદિ ન કરવા વડે Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org