Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ વળી બીજું - જે કોઈ ગુરુ - આયાર્યાદિથી કુલવાલક માફક પ્રતિકુળ છે, શબલ ચાસ્ત્રિના યોગવાળા છે, ગુરુ આદિને અસમાધિ કરાવનારા છે. તેથી જ તે પાપી કલહ કરવાના સ્વભાવવાળા છે, સદનુષ્ઠાન પ્રતિ પ્રેરવા છતાં લડવાને ઉભા થઈ જાય છે, તેઓ સર્વજ્ઞના શાસનમાં ખલુંક' જ કહેવાય છે. તથા પિશન છે. તેથી જ બીજાને ઉપતાપ કરે છે, વિશ્વસ્ત લોકોએ કહેલ રહસ્યનો ભેદ કરે છે, બીજાનો કોઈને કોઈ પ્રકાર અભિભાવ - પરાભવ કરે છે. યતિકૃત્યોથી કંટાળી ગયેલા છે અથવા જે ઉપદેશવાક્ય રૂપથી નિર્ગત છે તેવા નિર્વચનીય છે, તેથી માયાવી છે. તેમને સર્વાના શાસનમાં શઠ કહેલા છે. આવા ખલુંકો હોય છે.
• નિર્યુક્તિ - ૪૯૯ -
તેથી આવા દોષવાળા ખલુંક ભાવને છોડીને બુદ્ધિમાન પુરુષ કે સ્ત્રીએ વર્તવું જોઈએ. મતિ - બુદ્ધિ વડે સરળ ભાવવાળા થવું જોઈએ.
નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો. હવે સૂત્રને કહે છે - • સૂત્ર - ૧૦૫૯ -
ગ મુનિ સ્થવિર, ગણધર અને વિશારદ હતા. ગણોથી યુક્ત હતા, ગણિભાવમાં સ્થિત હતા અને સમાધિમાં પોતાને જડેલા હતા.
• વિવેચન - ૧૦૫૯ -
ધર્મમાં અસ્થિરને સ્થિર કરે છે તે સ્થવિર. B - ગણ સમૂહને ધારણ કરે છે - આત્મામાં અવસ્થાપિત કરે છે, તે ગણધર. ગાર્ચ - ગર્ગ ગોત્રમાં થયેલ, મુનિ - સર્વસાવધવિરતિને જાણનાર, વિશારદ - સર્વ શાસ્ત્રોમાં કે સંગ્રહ - ઉપગ્રહમાં, આકી - આચાર્યના ગુણોથી કે આચાર, શ્રત સંપદા વડે વ્યામ. ગણિતભાવ - આચાર્યપણામાં સ્થિત. સમાધિ - સમાધાન તે બે ભેદે - દ્રવ્યથી અને ભાવથી. તેમાં દ્રવ્ય સમાધિ, જેના ઉપયોગથી સ્વાચ્ય થાય છે. ભાવ સમાધિ તે જ્ઞાનાદિ, તેના ઉપયોગતી અનુપમ સ્વાધ્યયોગથી થાય. તેથી અહીં ભાવ સમાધિ ગ્રહણ કરેલ છે. તેથી સમાધિકર્મોદયથી ત્રુટિતને પણ તે શિષ્યો સંઘટ્ટ કરે છે.
સમાધિને ધારણ કરીને આ શિષ્યોને ઉપદેશ કરે છે. તે કહે છે - • સૂત્ર - ૧૦૬૦ -
વાહનને સમ્યફ વહન કરનાર બળદ જેમ કાંતારને સુખપૂર્વક પાર કરે છે. તે જ રીતે યોગમાં સંલગ્ન મુનિ સંસારને પાર કરી જાય છે.
• વિવેચન - ૧૦૬૦ -
જેના વડે ભાર વહન કરાય તે ગાડું, તેમાં જોડેલ જાણવો. સમ્યક્ પ્રવર્તમાન, આગળ ખલુંકનું ગ્રહણ કરવાનું હોવાથી અહીં વિનીત બળદ. આદિ લીધા. વાહક અરણ્યને સુખપૂર્વક સ્વયં જ અતિક્રમે છે - પાર કરે છે. આ દષ્ટાંત છે. તેનો ઉપનય છે - સંયમ વ્યાપારમાં પ્રવર્તમાન આચાયાદિથી પ્રવર્તકને સંસાર સ્વયં અતિક્રમિત થાય છે. આ યોગવાહનની અશઠતા છે. તે જ પૂર્વે અધ્યયનના અર્થપણાથી ઉપવર્ણિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org