Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૯/૧૧૭૧
૧૧૩
• સૂત્ર - ૧૧૭૧ -
ભગવન ! કાય સમાધારણાથી જીવ ચારિત્રના પર્યવોને વિશદ્ધ કરે છે. ચારિત્ર પર્યવ વિશુદ્ધિથી યથાખ્યાત ચારિત્રને વિશુદ્ધ કરે છે. તેનાથી કેવલિસલ્ક વેદનીયાદિ ચાર કર્મોનો ક્ષય કરે છે. ત્યાર પછી સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવાણ પ્રાપ્ત થાય છે અને સર્વે દુ:ખોનો અંત કરે છે.
• વિવેચન - ૧૧૭૧ -
કાય સમાધારણાતા - સંયમ યોગોમાં શરીરના સભ્ય વ્યવસ્થાન રૂપથી ચારિત્ર ભેદોને વિશુદ્ધ કરરે છે. તેના ઉન્માર્ગ પ્રવૃત્તિથી પ્રાયઃ તેમાં અતિચાર કાલુષ્ય સંભવે છે. ચાત્રિ પર્યવોને વિશુદ્ધ કરીને યથાખ્યાત ચારિત્રને વિશુદ્ધ કરે છે ઇત્યાદિ - ૪ -
• સૂત્ર - ૧૧૭૨, ૧૧૭૩ -
ભગવદ્ ! જ્ઞાન સંપન્નતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? જ્ઞાન સંપન્નતાથી જીવ બધાં ભાવોને જાણે છે. જ્ઞાન સંપન્ન જીવ ચાતુરંત સંસાર. વનમાં નષ્ટ થતો નથી. જેમ દોરાથી યુક્ત સોય ક્યાંય પણ પડવાથી ખોવાતી નથી. તેમ સુત્ર સંપન્ન જીવ પણ સંસારમાં વિનષ્ટ થતો નથી.
જ્ઞાન, વિનય, તપ અને ચારિત્રના યોગોને પ્રાપ્ત થાય છે, તથા આ સમય અને પર સમયમાં પ્રામાણિક મનાય છે.
• વિવેચન - ૧૧૭૨, ૧૧૭૩ -
એ પ્રમાણે સમાધારણા કયથી જ્ઞાનાદિ ત્રણની શુદ્ધિ કહી. હવે તેનું ફળ કહે છે - જ્ઞાન એટલે અહીં શ્રુતજ્ઞાન, તેની સંપન્નતાથી જીવ સર્વે જીવાદિ પદાર્થોનું જ્ઞાન, સર્વભાવાભિગમને પામે છે. તથા તેનાથી સંપન્ન જીવ ચાતુરંત સંસાર કાંતારમાં અહીંતહીં ભટકવા વડે મુક્તિ માર્ગથી વિશેષ દૂર જાય છે.
ઉક્ત અર્થને દષ્ટાંતથી કહે છે - જેમ કચરા આદિમાં પડેલ સોય સૂત્ર - દોરાથી યુક્ત હોય તો ખોવાતી નથી, તેમ સૂત્ર સહિત જીવ સંસારમાં વિનાશ પામતો નથી.
જ્ઞાન - અવધિ આદિ, વિનય - જ્ઞાન વિનયાદિ, તપ - હવે કહેવાનાર ચારિત્ર યોગ ચારિત્ર પ્રધાન વ્યાપારને પામે છે. તથા સ્વ અને પર સિદ્ધાંતોમાં તે સંઘાતનીય થાય છે.
• સૂત્ર - ૧૧૭૪ -
ભગવન ! દર્શન સંપન્નતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? દર્શન સંપન્નતાથી સંસારના હેતુ મિથ્યાત્વનું છેદન કરે છે. પછી સખ્યત્વનો પ્રકાશ બુઝાતો નથી, શ્રેષ્ઠ જ્ઞાન-દર્શનથી આત્મ સંયોજિત કરી, તેને સમ્યફ પ્રકારે આત્મસાત્ કરતો વિચરણ કરે છે.
• વિવેચન - ૧૧૭૪ - ક્ષાયોપથમિક સખ્યત્ત્વ દર્શનતાથી ભવના હેતુ રૂપ મિથ્યાત્વી તેનું છેદન કરે
39/ Jain Gautauort International
For Private & Personal Use Only
www.jainelibrary.org