Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
. ૧૫૮
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ) હું અધ્યયન - ૩૩ - “કર્મપ્રકૃતિ” છે.
પ્રમાદ સ્થાન નામે બત્રીશમું અધ્યયન કર્યું. હવે તેત્રીશમું આરંભે છે. આનો આ અભિસંબંધ છે- અનંતર અધ્યયનમાં પ્રમાદસ્થાને કહેલા છે. તે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ બંધના હેતુઓ છે, તે વચનથી કર્મ બંધાય છે. તેની પ્રકૃતિ કઈ છે ? તેની સ્થિતિ કેટલી છે? ઇત્યાદિ સંદેહ દૂર કરવાને આ અધ્યયનનો આરંભ કરે છે. આના ચાર અનુયોગ દ્વારની ચર્ચા પૂર્વવત્ યાવત્ નામ નિક્ષેપામાં “કમપ્રકૃતિ" એ નામ છે, તેનો નિક્ષેપો કહે છે -
• નિર્યુક્તિ - પ૩૧ થી ૫૩૬ + વિવેચન -
કર્મનો નિક્ષેપો ચાર ભેદે છે. તે નામાદિ ચારમાં દ્રવ્ય નિક્ષેપાના બે ભેદ છે, તેમાં નોઆગમથી કર્મ દ્રવ્યના જ્ઞશરીર આદિ ત્રણ ભેદો છે. તેમાં તદુવ્યતિરિક્ત કર્મ દ્રવ્યના કર્મ અને નોકર્મ બે ભેદો છે. નોકર્મ દ્રવ્યકર્મતે લેપકર્મ આદિ જાણવા, ભાવમાં આઠ પ્રકારના કર્મોનો ઉદય જાણવો.
“પ્રકૃત્તિ'નો નામાદિ ચાર ભેદે નિક્ષેપો છે. ઇત્યાદિ પૂર્વવત
ઉક્ત છ ગાથામાં જ્ઞાનાવરણાદિનો ઉદય - વિપાક, તેનો અભાવ તે અનુદય કહેવાય. અનુદયાવસ્થામાં કર્મ જ કર્મના કાર્યના કિરણથી તે તવ્યતિરિક્ત દ્રવ્ય કર્મ કહેવાય. નોદ્રવ્યકર્મ તે લેખકર્મ, કાષ્ઠ કમદિને જાણવા. આની નોકમતા જ્ઞાનાવરણાદિ કર્મના અભાવરૂપથી છે. દ્રવ્યકર્મતા તે દ્રવ્યના - પ્રતિમાદિના ક્રિયમાણત્વથી છે.
ભાવમાં વિચારતા અનુક્રમે કર્મનો ઉદય જાણવો. તે આઠ પ્રકારના કર્મનો કહ્યો. જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના કર્મોની ઉદયાવસ્થા તે ભાવકર્મ છે. કેમકે તેના જ કર્મકાર્યકરણથી છે. પ્રકૃતિ નિક્ષેપમાં - મૂળ પ્રકૃતિ આદિ રૂપ કર્મનો અનુદય તે તદ્રવ્ય
વ્યતિરિક્ત દ્રવ્યપ્રકૃતિ છે. નોકર્પદ્રવ્ય ગ્રહણ પ્રાયોગ્ય - ૪ - ૪ - ઇત્યાદિ. ભાવમાં વિચારતા મૂળ અને ઉત્તર કર્મપ્રકૃતિનો ઉદય - વિપાક કહે છે. હવે સૂત્ર કહે છે
• સૂત્ર - ૧૩૫૮ -
હું આનુપૂવ ક્રમાનુસાર આઠ કમનું વર્ણન કરીશ. જેનાથી બંધાયેલો આ જીવ સંસામાં પરિભ્રમણ કરે છે.
• વિવેચન - ૧૩૫૮ -
આઠ' એ સંખ્યા છે. મિથ્યાત્વાદિ હેતુથી જીવ વડે કરાય છે. તે કર્મોનું હું પ્રતિપાદન કરીશ. આનુપૂર્વીથી અર્થાત્ ક્રમને ઉલ્લંધ્યા વિના પૂર્વાનુપૂર્વીથી કહીશ, તે તમે સાંભળો, જે કર્મો વડે બદ્ધ છે, પ્રતિ પ્રાણીને સ્વ સંવેધ છે. જેનાથી જીવ સંસારમાં ભ્રમણ કરતા અજ્ઞાનાદિ વિવિધ પર્યાયને અનુભવતા અન્યથા અન્યથા પરિભ્રમણ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org