Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૬૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ (૧૩૬૯) આયુકર્મના ચાર ભેદ છે - નૈરયિકાયુ, તિચાયુ, મનુષ્યા, અને દેવાયું.
(૧૩૭૦) નામ કર્મના બે ભેદ છે - શુભ નામ અને અશુભ નામ. શુભ નામ અને અશુભ નામના પણ ઘણાં ભેદો છે.
(૧૩૭૧) ગોત્ર કર્મના બે ભેદો છે - ઉચ્ચ ગોત્ર અને નીચ ગોગ. ઉચ્ચ ગોત્ર આઠ ભેદે છે અને નીચ ગોત્ર પણ આઠ ભેદે છે.
(૧૩૭૨) સંક્ષેપથી અંતરાય કર્મના પાંચ ભેદો છે - દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીયતરાય.
• વિવેચન - ૧૩૬૧ થી ૧૩૭૨ -
(૧૩૬૧) જ્ઞાનાવરણીયના પાંચ ભેદ કહ્યા. આવાર્યના ભેદથી આવરણના ભેદ કહ્યા છે. જે મતિ જ્ઞાનાવરણીય આદિ પૂર્વે મોક્ષ માર્ગ અધ્યયનમાં કહેલો છે.
(૧૩૬૨) ઉંઘ આવવી તે નિદ્રા, તે અહીં સુખેથી જાણી શકાય ના અર્થમાં છે. નિદ્રાનિદ્રા - દુ:ખે જાણી શકાય તેવી છે, માટે બે વખત ઉચ્ચારણ કર્યું. પ્રચલા - બેઠાં બેઠાં પણ ઉંધે. પ્રચલા પ્રયતા - પ્રચલા કરતા પણ અતિશયવાળી છે, ચાલતા ચાલતા પણ ઉંધે. છેલ્લે ત્યાનમૃદ્ધિ - તે પ્રકૃષ્ટતર અશુભ અનુભાવપણાથી, તેનાથી પણ ઉપરવર્તિની છે તેમાં સ્થાને - સંહત ઉપચિત, બદ્ધિ-વૃદ્ધિ તેના ઉદયમાં વાસુદેવના બળ કરતાં અડધુ બલ પ્રબળ રાગ-દ્વેષ ઉદયવાળાને ઉપજે છે.
(૧૩૬૩) ચક્ષુ વડે રૂપ સામાન્ય ગ્રહણમાં ચક્ષુર્દર્શન, ચક્ષુ સંદેશ બાકીની ઇંદ્રિયો અને મનમાં તેનું દર્શન તે અચક્ષુદર્શન. અવધિ વડે રૂપી દ્રવ્યોનું સામાન્યથી ગ્રહણ તે અવધિદર્શન તથા કેવલદર્શન • સર્વે દ્રવ્ય પર્યાયોનો સામાન્ય અવબોધ. તેના આચરણના ચાર ભેદથી ચર્દર્શનાવરણ આદિ ચાર ભેદો થાય. આ નવ ભેદે દર્શનાવરણ જાણવું.
(૧૩૬૪) વેદનીય - આલ્ફાદકત્વથી આસ્વાદાય છે તે સાતા - સુખ, તે શારીરિક અને માનસિક હોય, તેને બંધાવનાર કર્મ. અસાતા - તેનાથી વિપરીત કહેલ છે. સાતા વેદનીયના ઘણાં ભેદો કહેલા છે, તેના હેતુભૂત અનુકંપાદિ ઘણાં ભેદપણાથી છે. એ પ્રમાણે અસાતાના પણ ઘણાં ભેદ છે. જેમકે દુઃખ, શોક, આતાપ આદિથી તેનું બહુવિધત્વ છે.
(૧૩૬૫) મોહનીય કર્મના બે ભેદ છે – વિષયથી તેનું સૈવિધ્ય કહે છે. દર્શન - તત્ત્વચિરૂપ, ચરણ - ચાત્રિ. તેથી દર્શન મોહનીય અને સાત્રિ મોહનીય. દર્શન વિષયક મોહનીય ત્રણ ભેદે કહેલ છે. ચરણ વિષય મોહનીય બે ભેદે કહેલ છે.
(૧૩૬૬) દર્શન મોહનીચના ત્રણ ભેદ - સભ્ય ભાવ તે સમ્યકત્વ - શુદ્ધદલિક રૂપ, જેના ઉદયમાં પણ તત્ત્વરચિ થાય. મિથ્યાભાવ તે મિથ્યાત્વ - અશુદ્ધ દલિક રૂપ છે, તેથી તત્ત્વમાં અતત્ત્વ અને અતત્ત્વમાં તત્ત્વ બુદ્ધિ ઉપજે છે. સમ્યગમિથ્યાત્વ અર્થાત મિશ્રમાં શુદ્ધાદ્ધદલિક રૂપ છે, તેનાથી જીવોને ઉભય સ્વભાવના થાય છે. આ ત્રણ પ્રકૃતિ કહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org