Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૩૨/૧૫૬ થી ૧૨૬૬
૧૪૩
(૧ર૬૪) ની વિષયક આ ઉપર્યુક્ત સંસગોનું સમ્યફ અતિક્રમણ કરવાથી શેષ સંબંધોનું અતિક્રમણ તેમજ સુખોત્તર થઈ જાય છે, જે પ્રમાણે મહાસાગરને તય પછી ગંગા જેવી નદીઓને તરવી સહેલી છે.
(૧૨૬૫) સમસ્ત લોકના દેવતાઓના પણ જે કંઈ પણ શારીરિક અને માનસિક દુઃખ છે, તે બધાં કામાસક્તિથી ઉત્પન્ન થાય છે. વીતરાગ આત્મા જ તે દુખોનો અંત કરી શકે છે.
(૧ર૬૬) જેમ કિંધાક ફળ રસ અને રૂપ રંગની દૃષ્ટિથી જેવા અને ખાવામાં મનોરમ હોય છે, પણ પરિણામમાં જીવનનો અંત કરી દે છે. કામગુણો પણ અંતિમ પરિણામમાં તેના જ હોય છે.
• વિવેચન - ૧૨૫૬ થી ૧૨૬૬ -
રસ ઇત્યાદિ અગિયાર સૂત્રો છે. તેનો ગાથાર્થ અહીં સ્પષ્ટ કહેલો છે. તેથી વૃત્તિમાં કહેવાયેલ જે કંઈ વિશેષ છે, તે અહીં નોંધીએ છીએ.
(૧૨૫૬) રસ - દુધ આદિ વિગઈઓ. પ્રકામ – અત્યર્થ, ઘણાં પ્રમાણમાં. ના વિતવ્ય - ખાવી ન જોઈએ. અહીં “પ્રકામ” શબ્દનું ગ્રહણ વાત આદિ ક્ષોભના નિવારણ માટે રસ ભોગવવા જોઈએ જ પણ નિકારણ ભોગવવાનો નિષેધ છે, તેમ જણાવવાને માટે છે.
આવો ઉપદેશ શા માટે ? બહુલતાથી રસ - વિગઈ ભોગવનારા દૈતિકર - ઉન્માદ વધારનારા થાય છે. દH નો અર્થ પણ છે અથવા દીપ્ત - દીપવું તે, મોહરૂપ અગ્નિ વડે બળવું, તેને કરવાના સ્વભાવવાળા(દીસકર. કોને? પુરુષોને, ઉપલક્ષણથી સ્ત્રીઓને. તેનો ઉપભોગ કરનાર મોહરૂપી અગ્નિને ઉદીરે છે. - x x
એ પ્રમાણે શો દોષ છે ? તે કહે છે - દેલ અથવા દીપ્ત મનુષ્યો વિષયો વડે પરાજિત થાય છે તથાવિધ સ્ત્રી આદિને અભિલાષ કરવા યોગ્ય આદિ થાય છે. કોની જેમ ? અહીં દષ્ટાંત આપે છે, તે આ રીતે -
જેમ કોઈ વૃક્ષ મધુર ફળથી યુક્ત વૃક્ષ હોય, તેને પક્ષીઓ ઉસ્પિડીત કરે છે તેમ અહીં વૃક્ષની ઉપમાથી પુરુષાદિ લેવા. સ્વાદુ ફળને તુષ્ય દેમ કે દીuપણું લેવું. પક્ષી સદશ “કામ” ને જાણવું.
આના વડે રસપ્રકામ ભોજનમાં દોષો કહ્યા. હવે સામાન્યથી જપ્રકામ ભોજનમાં દોષ કહે છે
(૧૨૫૭) દવાન - દાવાનળ, વનના ઉપાદાનથી ક્યારેક વસતિમાં પણ તેમજ જાણવું. સમાત - વાયુ સહિત, ઉપશમ - અગ્નિનું શાંત થવું. તેમ આ ઉપમાથી ઇંદ્રિય જનિત રાગ, તે જ અનર્થ હેતુથી અહીં વિચારવો. તે અગ્નિની જેમ ધર્મવનને બળવાથી “ઇંદ્રિયાગ્નિ' કહ્યો. તે અતિ માત્રામાં આહાર કરનાર - પ્રકામ ભોજી રૂપ પવનથી પ્રાયઃ તેને ઘણો ઉદીરે છે. તેથી પ્રકામ ભોજીવ બ્રહ્મચારીને હિતને માટે ન થાય, કેમકે તે બ્રહ્મચર્યના વિઘાતકપણાથી અતિ સુસ્થિતને પણ બાળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org