Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૩૦/૧૧૯૦, ૧૧૯૧
૦ વિવેચન - ૧૧૯૦, ૧૧૯૧ -
અહીં ‘વિરત' શબ્દ પ્રાણવધાદિ પ્રત્યેક સાથે જોડવાનો છે. તેનાથી ‘અનાશ્રવ’ થાય અર્થાત્ કર્મોપાદાન હેતુ અવિધમાન થાય છે. બીજા સૂત્રમાં પણ સમિતિ આદિથી વિપરીત તે કર્મોપાદાન હેતુપણાથી આશ્રવરૂપત્વથી તેમનું સમિતિ આદિમાં અવિધમાનત્વ છે. - x - x- દૃષ્ટાંત દ્વારથી કર્મ ક્ષપણા -
-
♦ સૂત્ર - ૧૧૯૨ થી ૧૧૯૪
ઉક્ત ધર્મસાધનાથી વિપરીત આચરણ કરવાથી રાગ દ્વેષથી અર્જિત કર્મોને ભિક્ષુ કયા પ્રકારે ક્ષીણ કરે છે, તેને એકાગ્ર મનથી સાંભળોકોઈ મોટા તળાવનું પાણી, પાણી આવવાનો માર્ગ રોકવાથી અને પહેલાનું પાણી ઉલેચવાથી અને સૂર્યના તાપથી ક્રમશઃ જેમ સૂકાઈ જાય છે... તે જ પ્રકારે સંયતના કરોડા ભવોના સંચિત કર્મ, પાપકર્મોને આવવાનો માર્ગ રોકવાથી અને તપથી નષ્ટ થાય છે.
a
તપ શું છે? તે બતાવવા તપના ભેદોને કહે છે -
-
♦ વિવેચન - ૧૧૯૨ થી ૧૧૯૪ -
પ્રાણિવધ વિરતી આદિના અનાશ્રવહેતુના વિપરીત પણાથી પ્રાણિવધાદિ અસમિતિ આદિમાં અને રાગ - દ્વેષ વડે ઉપાર્જિત કર્મો, તેને જે રીતે ખપાવે છે. તેને હું કહું છું. તે એક મનથી સાંભળો, એમ કહી શિષ્યને અભિમુખ કરે છે.
પાળી આદિથી નિષિદ્ધ જળ પ્રવેશ અને રેંટ આદિ વડે પામીને ઉલેચતા, સૂર્યના કિરણના તાપથી અનુક્રમે તે જળાશયનું જળ શોષાઈ જાય છે, તેમ પાપ કર્મના આશ્રવ ભાવમાં, ભવ કોટિ સંચિત કેમકે કોટિનો નિયમા સંભવ છે, તે કર્મો તપ વડે અધિકતાથી ક્ષય પમાડે છે.
૧૨૧
સૂત્ર - ૧૧૯૫
તે તપ બે ભેદે કહેલ છે, બાહ્ય અને અત્યંતર, બાહ્ય તપ છ ભેદે કહેલ છે, એ પ્રમાણે જ અત્યંતર તપના પણ છ ભેદ છે.
-
-
-
♦ વિવેચન ૧૧૯૫ -
તે તપ બે ભેદે છે. બાહ્ય - બાહ્ય દ્રવ્યની અપેક્ષાથી અને પ્રાયઃ મુક્તિ પ્રાપ્તિના બહિરંગપણાથી. અત્યંતર - તેનાથી વિપરીત અથવા લોક પ્રસિદ્ધિત્વથી કુતીર્થિકોએ
સ્વ અભિપ્રાયથી આસેવ્યમાનત્વથી બાહ્ય, તેના સિવાયનો તે અત્યંતર - x- બીજા કહે છે કે - પ્રાયઃ અંતઃકરણ વ્યાપારરૂપ જ અત્યંતર, તેથી અન્ય તે બાહ્ય. બંને તપના છ-છ ભેદો છે. તેમાં બાહ્યતપ
Jain Education International
-
♦ સૂત્ર
૧૧૯૬ + વિવેચન -
અનશન, ઉત્તોદરિકા, ભિક્ષાય, રસપરિત્યાગ, કાયકલેશ અને સંલીનતા, આ છ ભેદે બાહ્ય તપ છે.
સૂત્ર સ્પષ્ટ છે, ભાવાર્થ સૂત્રકાર પોતે જ કહેશે. તેમાં અનશન કહે છે
For Private & Personal Use Only
www.jainelibrary.org