Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૮/૧૦૮૯, ૧૦૯૦
તેથી શું? અનંતરોક્ત જીવાદિ સ્વરૂપોના સદ્ભાવ વિષય છે, તે અવિતથ સત્તાના અભિધાયક છે. ગુરુ આદિ સંબંધી ઉપદેશને અંતઃકરણથી શ્રદ્ધા કરે. “તે પ્રમાણે છે' એવો સમ્યકભાવે સ્વીકાર કરે તે સમ્યક્ત્વ એટલે કે દર્શન. તીર્થંકર આદિ એ ભાવ શ્રદ્ધાન વિશેષેથી કહેલ છે. - x - શ્રદ્ધા તે સમ્યકત્વ કહેવાય છે. અને તે આ જીવાદિ તત્ત્વોની શ્રદ્ધા છે. શ્રદ્ધાન - સમ્યકત્વ મોહનીય કર્માણુનો ક્ષય કે ક્ષયોપશમથી ઉત્પન્ન આત્મ પરિણામરૂપ છે. - X - X* X * * * જીવાદિ સ્વરૂપ પરિજ્ઞાનના સમ્યગ્ ભાવ હેતુ આત્મ પરિણામ વિશેષ તે સમ્યક્ત્વ, પણ જ્ઞાન સ્વરૂપ જ નહીં. - આ પ્રમાણે સમ્યક્ત્વનું સ્વરૂપ કહી, તેના ભેદો કહે છે -
- X = X*
-
૦ સૂત્ર - ૧૦૯૧
(સમ્યક્ત્વના દશ પ્રકાર છે) નિસરુચિ, ઉપદેશચિ, આજ્ઞારુચિ, સૂત્રરુચિ, બીજરુચિ, અભિગમરુચિ, વિસ્તારરુચિ, ક્રિયારુચિ, સંક્ષેપચિ, અને ધર્મરુચિ.
I
• વિવેચન
૧૦૯૧
(૧) નિસર્ગ - સ્વભાવ, તેનાથી રુચિ - તત્ત્વાભિલાષ રૂપ, તે નિસર્ગરુચિ. (૨) ઉપદેશ - ગુરુ આદિનું કથન, તેનાથી રુચિ. (૩) આજ્ઞા - સર્વજ્ઞ. (૪) સૂત્રરુચિ - આગમ વડે રુચિ (૫) બીજ - જે એક છતાં અનેકાર્થ પ્રબોધ ઉત્પાદક વચન, તેના વડે રુચિ, તે બીજ રુચિ. (૬) અભિગમ જ્ઞાન, (૭) વિસ્તાર - વ્યાસ, (૮) ક્રિયા અનુષ્ઠાન, (૯) સંક્ષેપ - સંગ્રહ, (૧૦) ધર્મ - શ્રુતધર્માદિ, તેની-તેની રુચિ જેમકે અભિગમરુચિ, વિસ્તાર રુચિ ઇત્યાદિ. આ અર્થ સંક્ષેપથી કહ્યો, હવે વિસ્તારથી - ૧૦૯૨ થી ૧૧૦૨ -
-
39/6
Jain Education International
-
૧
-
• સૂત્ર
(૧૦૯૨) પરોપદેશ વિના, સ્વયંના જ યથાર્થ બોધથી અવગત જીવ, જીવ, પુન્ય, પાપ, આશ્રવ અને સંવાદિ તત્વોની જે રુચિ છે તે નિસર્ગ રુચિ છે. (૧૦૯૩) જિનેશ્વર દ્વારા દૃષ્ટ ભાવોમાં તથા દ્રવ્યાદિ સારથી વિશિષ્ટ પદાર્થોના વિષયમાં આ આમ જ છે, અન્યથા નથી” એવી જે સ્વતઃ થયેલ શ્રદ્ધા છે, તે “નિસર્ગ રુચિ છે.
(૧૦૯૪) જે બીજા છદ્મસ્થ કે અના ઉપદેશથી જીવાદિ ભાવોમાં શ્રદ્ધાન્ કરે છે. તે ઉપદેશરુચિ જાણવી.
(૧૦૯૫) રાગ, દ્વેષ મોહ અને અજ્ઞાન જેના દૂર થઈ ગયા છે, તેમની આજ્ઞામાં રહેવું તે ‘આજ્ઞારુચિ’ છે.
(૧૦૯૬) જે અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રુતનું અવગાહન કરતો શ્રુતથી સમ્યકત્વની પ્રાપ્તિ કરે છે, તે “સૂચિ’” જાણવી.
(૧૦૯૭) જે પ્રમાણે જળમાં તેલના બિંદુ વિસ્તરે છે, તેમજ જો સમ્યકત્વ એકપદથી અનેક પદોમાં ફેલાઈ જાય છે, તે “બીજચિ” છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org