Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૯/૧૧૪૫
૧૦૫
મારે ન કરવા એવા પ્રકારના ધર્મ પ્રતિ ઉત્સાદિત થાય, પૂર્વે બાંધેલ પાપકર્મોને નિર્જરા પ્રતિ લઈ જાય છે - વિનાશ કરે છે અથવા પાપ કર્મ એટલે જ્ઞાનાવરણ આદિને અપૂર્વ અનુપાર્જન વડે મોક્ષને માટે ઉધત થાય છે. પૂર્વબદ્ધ કર્મોની નિર્જરણા કરે છે.
સૂત્ર ૧૧૪૬
ભગવન્ ! સંભોગ પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? સંભોગ પ્રત્યાખ્યાનથી પરાવલંબનાદિનો ક્ષય કરે છે. નિરાલંબનને આયતાર્થ યોગો થાય છે. સ્વયંના લાભથી સંતુષ્ટ થાય છે. પરલાભને આસ્વાદનો નથી, તેથી કલ્પના સ્પૃહા કે પ્રાર્થના કરતો નથી. અભિલાષા કરતો નથી. તેમ ન કરતો એવો તે,બીજી સુખશય્યાને પામીને વિચરણ કરે છે.
૦ વિવેચન - ૧૧૪૬
-
-
વિષયનિવૃત્ત ક્યારેક સંભોગ પ્રત્યાખ્યાન વાન સંભવે છે. તે કહે છે - સં એટલે સ્વ પર લાભ મળવા રૂપથી ભોગ તે સંભોગ અર્થાત્ એક મંડલીમાં ભોજનાદિ કરવા. તેનું પ્રત્યાખ્યાન ગીતાર્થ અવસ્થામાં જિનકલ્પાદિ અશ્રુધત વિહારની પ્રતિપત્તિથી પરિહાર તે સંભોગ પ્રત્યાખ્યાન, તેના વડે ગ્લાનાદિને તિરસ્કારીને, સદા ઉધતત્વથી વીર્યાચારને જ અવલંબે છે. નિરાલંબનને મોક્ષ કે સંયમ જ પ્રયોજન હોવાથી તે આયતાર્થિક વ્યાપારવાળા થાય છે. તથા પોતાના લાભથી નિરભિલાષ થાય છે. બીજાના લાભની કલ્પના, સ્પૃહા, પ્રાર્થના કે અભિલાષા કરતા નથી. તેમાં કલ્પના એટલે મનમાં આ મને આપે તેવા વિકલ્પો. સ્પૃહા - તેની શ્રદ્ધાથી આત્માનું આવિષ્કરણ, પ્રાર્થના - વચન વડે “મને આપો'' તેવી ચાચના. અભિલાષા - તેની લાલસાપૂર્વકની વાંછા. અથવા આ બધાં એકાર્થક શબ્દો છે. એવા પ્રકારના ગુણોને જે પામે છે, તેને જ ઉક્તનો અનુવાદ કરતા કહે છે - બીજાના લાભની આશા ન કરતો, ન આસ્વાદતો, ન ભોગવતો. કલ્પના આદિ ન કરતો બીજી સુખશય્યા પામીને વિચરે છે.
બીજી સુખ શય્યા એટલે - તે મુંડ થઈને ગૃહ છોડી અણગારિતાથી પ્રવ્રુજિત થઈને પોતાને મળતા લાભથી સંતુષ્ટ રહે. બીજાના લાભને ન આસ્વાદે, ન વિકલ્પે ન સ્પૃહા ન કરે, ન પ્રાર્થે, ન અભિલાષા કરે અને તેમ ન કરતો મનમાં રાગ દ્વેષ ન પામે, ન વિનિઘાત પ્રાપ્ત થાય. - x-.
• સૂત્ર - ૧૧૪૭ -
ભગવન્ ! ઉપધિ પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? ઉપધિ પ્રત્યાખ્યાનથી જીવ અપલિમંથને પામે. નિરુપધિક જીવ નિષ્કાંક્ષ થાય, ઉપધિના અભાવમાં સંકલેશ ન પામે.
• વિવેચન ૧૧૪૭ --
સંભોગ પ્રત્યાખ્યાનવાળાને ઉપધિ પ્રત્યાખ્યાન પણ સંભવે છે, તે કહે છે. તેમાં ઉપધિ એટલે ઉપકરણ. તેમાં રજોહરણ અને મુહપત્તિ સિવાયની વસ્તુનું પ્રત્યાખ્યાન કે “મારે તે ગ્રહણ ન કરવું” એ પ્રમાણે નિવૃત્તિ રૂપ ઉપધિ પ્રત્યાખ્યાન તેનાથી પરિમથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org