Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૧૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ • સૂત્ર - ૧૧૬૧ -
ભગવાન ! બાજુતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? Aજુતાથી જીવ કાય સરળતા, ભાવ સરળતા, ભાષા સરળતા અને અવિસંવાદને પ્રાપ્ત થાય છે. અવિસંવાદ સંપન્ન જીવ ધર્મનો આરાધક થાય છે.
- વિવેચન - ૧૧૬૧ -
લોભની સાથે અવિનાભાવી પણે માયા જોડાયેલ છે. માયાના અભાવમાં અવશ્ય આર્જવતા હોય, તેથી આર્જવને કહે છે. હજુ એટલે અવક, તેનો ભાવ તે આર્જવ તેનાથી - માયાના પરિહારથી કાયમજુતા અર્થાત્ કુન્જાદિ વેશ ભૂ વિકારાદિ ન કરીને પ્રાંજલતા વડે હજુ થાય. ભાવ વજુતા- ભાવથી જે અન્ય ચિંતન, તેનો પરિહાર. ભાષા ઋજુતા - જે ઉપહાસાદિ હેતુથી અન્ય ભાષાદિ ભાષણનો પરિત્યાગ. અવિસંવાદન - બીજાને વિપતારણ- છેતરવા નહીં, તે રૂપને પામે છે. આવા પ્રકારની બાજુતાની જીવ ધર્મના આરાધક થાય છે. વિશુદ્ધ અધ્યવસાયપણાથી બીજા જન્મમાં પણ ધર્મારાધક્તાને પ્રાપ્ત થાય છે.
• સૂત્ર - ૧૧૬૨ -
ભગવન્! મૃદુતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? મૃદુતાથી જીવ અનુદ્ધત ભાવને પ્રાપ્ત થાય છે. અનુદ્ધત જીવ મૃદુ - માર્દવ ભાવથી સંપન્ન થાય છે. આઠ મદ સ્થાનોને વિનષ્ટ કરે છે.
• વિવેચન - ૧૧૬૨ -
ઉક્ત ગુણો પણ વિનય વિના સર્વ ફળને ન પ્રાપ્ત કરાવે. વિનય માર્કવતાથી જ આવે, તેથી માર્દવને કહે છે. મૃદુ - દ્રવ્યથી અને ભાવથી અવમનશીલ, તેનો ભાવ કે કર્મ તે માઈવ. જે સદા માર્દવ યુક્ત જ થાય છે, તેનાથી સંપન્ન - તેના અભ્યાસથી સદા મૃદુ સ્વભાવ તે મૃદુ માર્દવ સંપન્ન. તે જાતિ, કુળ, બળ, રૂપ, તપ, ઐશ્વર્ય, શ્રત, લાભ એ આઠ મદ સ્થાનોનો વિનાશ કરે છે. - x-x
• સૂત્ર - ૧૧૬૩ -
ભગવાન ! ભાવ સત્યથી જીવને શું પ્રાપ્ત થાય છે? ભાવ સત્યથી જીવ ભાવવિશદ્ધિને પામે છે. ભાવ વિશક્તિમાં વર્તતો જીવ અરહંત પ્રજ્ઞH ધર્મની આરાધનામાં ઉધત થાય છે. અરહંત પ્રાપ્ત ધર્મ આરાધનામાં ઉધત થી પરલોકમાં પણ ધર્મનો આરાધક થાય છે.
• વિવેચન - ૧૧૬૩ -
માદેવતાદિ પણ તત્ત્વથી સત્ય સ્થિતને જ થાય, તેમાં પણ ભાવ સત્ય પ્રધાન છે, તેથી તે કહે છે - શુદ્ધ અંતરાત્મારૂપથી પારમાર્થિક અવિતત્વથી વિશુદ્ધ અધ્યવસાયરૂપને પામે છે. ભાવ વિશુદ્ધિમાં વર્તતો જીવ અરહંત પ્રજ્ઞપ્ત ધર્મના અનુષ્ઠાનથી મુક્તિને માટે ઉત્સાહિત થાય છે. અથવા આરાધનાને માટે અમ્યુરિષ્ઠ થાય છે. તેનાથી ભવાંતરમાં પણ ધર્મને પામે છે. અથવા પરલોકમાં આરાધક થાય છે
અથવા વિશિષ્ટ ભવાંતરને પામે છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org