Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ • વિવેચન - ૧૧૨૩ •
તીર્થકરોની તાવના કરીને પણ ગુરુ વંદન પૂર્વક જ તેની પ્રતિપત્તિ થાય છે, તેથી વંદનને કહે છે. આચાર્યાદિના ઉયિત્ત વિનયરૂપ વંદન વડે અધમ કુળમાં ઉત્પત્તિ રૂપ કર્મબંધનો ક્ષય થાય છે. તેનાથી વિપરીત ઉચ્ચ ગોત્રનો બંધ થાય છે. સર્વજનને wહણીય થાય છે. બધે જ અપ્રતિખલિત આજ્ઞાવાળો થાય છે. લોકો તેના વચનને સ્વીકારે છે. તેવો જ પ્રાયઃ આદેય કર્મના ઉદયવાળો થાય છે. લોકોનો તેના પ્રત્યે અનુકૂળ ભાવ જન્મે છે. તેનું માહાભ્ય પણ બધાને અનુકૂળ થાય છે.
• સૂત્ર - ૧૧૨૪ -
ભગવન ! પ્રતિક્રમણથી જીવને શું પ્રાપ્ત થાય છે? પ્રતિક્રમણ વડે જીવ સ્વીકૃત વ્રતોના છિદ્રોને બંધ કરે છે. આવો વ્રતોના છિદ્રોને બંધ કરનારો જીવ આશ્રયોનો નિરોધ કરે છે, શુદ્ધ ચારિત્રનું પાલન કરે છે. આઠ પ્રવચનમાતામાં ઉપયુક્ત થાય છે. સંયમ યોગમાં આપૃથક્વ થાય છે. સન્માર્ગમાં સમ્યફ સમાધિસ્થ થઈને વિચરણ કરે છે.
• વિવેચન - ૧૧૨૪ -
ઉક્ત ગુણોથી સ્થિત હોવા છતાં પણ મધ્યમ તીર્થકરોના તીર્થમાં ખલના થાય ત્યારે અને પહેલાં - છેલ્લા તીર્થકરમાં તેના અભાવે પણ પ્રતિક્રમણ કરવું જોઈએ. તેથી પ્રતિક્રમણ કહે છે - અપરાધથી પાછું ફરવા રૂપ, પ્રાણાતિપાત નિવૃત્તિ આદિ વ્રતોના છિદ્રો- અતિચાર રૂપ વિવરોને ઢાંકે છે - દૂર કરે છે. વળી તેવો વ્રતના છિદ્રોને ઢાંકેલો આત્મા, સર્વથા હિંસાદિ આશ્રવનો નિરોધ કરીને અાબલ ચારિત્ર વાળો થાય છે તથા આઠ પ્રવચન માતામાં ઉપયોગવાળો થાય છે. અપૃથફ - સદા સંયમ યોગવાળો થાય છે. અથવા અપ્રમત્ત થાય છે. સંયમમાં પ્રસિઘાત વાળો થાય છે અથવા અસત્ માર્ગથી ઇંદ્રિયોને પાછી ખેંચીને સન્માર્ગમાં સ્થાપીને વિચારનાર થાય છે.
• સૂત્ર • ૧૧૨૫ -
ભગવદ્ ! કાયોત્સર્ગથી જીવને શું પ્રાપ્ત થાય છે તેનાથી જીવ અતીત અને વર્તમાનના પ્રાયશ્ચિત યોગ્ય અતિચાર્ટીનું વિશોધન કરે છે. પ્રાયશ્ચિતeી વિશદ્ધિ થયેલ જીવ, પોતાના ભારને ઉતારી દેનાર ભારવાહકની માફક નિર્વજ્ઞ હૃદય થઈ જાય છે. પ્રશસ્ત ધ્યાનમાં લીન થઈને સુખપૂર્વક વિચરણ કરે છે.
• વિવેચન - ૧૧૨૫ -
અહીં અતિચાર શુદ્ધિ નિમિત્તે કાયોત્સર્ગ કરવો જોઈએ, તેને કહે છે. કાય - શરીર, તેનો ઉત્સર્ગ - આગમોક્ત નીતિથી પરિત્યાગ તે કાયોત્સર્ગ છે. તેનાથી અતીત - લાંબાકાળના સંચિત, વર્તમાનમાં, બંધાતા, એવા અને પ્રાયશ્ચિત્ત યોગ્ય અતિચારને અર્થાત તેનાથી ઉપાર્જિત પાપને દૂર કરવા વડે વિશુદ્ધ પ્રાયશ્ચિત કરેલ આત્મા અંતઃકરણથી સ્વસ્થ થાય છે. કોની જેમ? જે રીતે ભારને ઉતારી નાંખેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org