Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૯૪
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 વજુભાવને પ્રાપ્ત જીવ માયા રહિત થાય છે. તેથી તે સ્ત્રીવેદ અને નપુંસક વેદનો બંધ કરતા નથી અને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે.
• વિવેચન - ૧૧૧૮ -
ગુરુ શુશ્રુષા કરતાં પણ અતિચાર સંભવે છે, તેની આયોલનાથી જ વિવક્ષિત ફળની પ્રાપ્તિ થાય છે. તેને કહે છે - આ - સકલ સ્વ - દોષની અભિવ્યાપ્તિથી, લોચના - આભ દોષોને ગુરની સમક્ષ પ્રકાશવા, તે આલોચના. તેનાથી માયા - શઠતા, નિદાન-મારા તપ વગેરેનું ફળ પ્રાપ્ત થવા રૂપ પ્રાર્થના મિથ્યાદર્શન - સાંશયિક આદિ. આ ત્રણે શલ્યોને જે પ્રમાણે તોતરાદિ શલ્યો તત્કાળ દુઃખદાયી છે, તેમ માયાદિ પણ તત્કાળ દુઃખદાયી છે, પાપાનુબંધ કર્મબંધ બંધાવાથી મોક્ષમાં વિજ્ઞાકારી છે.
તથા આ શલ્યો અનંત સંસારના વૃદ્ધિને પમાડનારા છે. તે શલ્યોને દૂર કરે છે. હજુભાવને ઉત્પન્ન કરે છે, ઋજુભાવ પ્રતિપન્ન જીવ માયારહિત થઈ સ્ત્રીવેદ અને નપુંસક વેદને બાંધતો નથી. અમાયીપણાથી પુરુષવેદનો નિબંધક થાય છે. પૂર્વબદ્ધ અથવા તો બધાં જ કર્મોની પણ નિર્જરા કરે છે, તથા મુક્તિપદને પામે છે - x-.
• સૂત્ર - ૧૧૧૯ -
ભગવદ્ ! નિંદાથી જીવને શું પ્રાપ્ત થાય છે? નિંદાથી પશ્ચાત્તાપ પ્રાપ્ત થાય છે. પશ્ચાતાપથી થનારી વિરક્તિથી કરણગુણ શ્રેણિ પ્રાપ્ત થાય છે. ગુણ શ્રેણિને પ્રાપ્ત આણગાર મોહનીય કમનો નાશ કરે છે..
• વિવેચન - ૧૧૧૯ -
આલોચના દુકૃત નિંદાવાળાને જ સફળ થાય છે. તેથી નિંદાને કહે છે - નિદના અર્થાત્ આત્મા વડે જ આત્માના દોષને ભાવવા- કહેવા. તેનાથી પછી અનુતાપ થવો તે - “હા! મેં આ દુષ્ટ અનુષ્ઠાન કર્યુ” તે રૂપ પશ્ચાતાપ કરે છે. પછી તે વૈરાગ્યને પામે છે. ત્યારપછી કરણ - અપૂર્વ કરણ વડે ગુણહેતુક શ્રેણિ- ગુણ શ્રેણીને પામીને તે આણગાર સર્વે મોહનીય કર્મદલિકોનો રસનો અને સ્થિતિનો ક્ષય કરે છે. - X• x
અથવા કરણ ગુણથી - અપૂર્વ કરણાદિ માહાભ્યથી કરણગુણ અર્થાત ક્ષપક શ્રેણિને પામે છે. અથવા કરણ - પિંડ વિશુદ્ધિ આદિ, તદ્ ઉપલક્ષિત ગુણોને જ્ઞાનાદિના ઉત્તરોત્તર ગણ પરંપરા સ્વરૂપને પામે છે અને દર્શન મોહનીયાદિ કર્મોનો ક્ષય કરે છે તેનો ક્ષય થતાં મુક્તિને પ્રાપ્ત કરે છે, તેમ જાણવું.
• સૂત્ર - ૧૧૨૦ -
ભગવદ્ ! ગહથી જીવને શું પ્રાપ્ત થાય છે? ગહથિી જીવને અપુરસ્કાર પ્રાપ્ત થાય છે. અપુરસ્કૃત થવાથી તે આપશસ્ત કાર્યોથી નિવૃત્ત થાય છે. પ્રશસ્ત કાર્યોથી યુક્ત થાય છે. આવા અણગાર જ્ઞાન દશનાદિ અનંત ગુણોને ઘાત કરનારા જ્ઞાનાવરણીય આદિ કમના પયયોનો ક્ષય કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org