Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૯/૧૧૧૩
૯ ૧ માન વિજય, (૬૯) માયા વિજય, (૭૦) લોભ વિજય, (૭૧) પ્રેમ - દ્વેષ - મિથ્યાદર્શન વિજય, (૭૨) શૌલેશી, (૩૩) અકર્મતા.
• વિવેચન - ૧૧૧૩ -
સમ્યક્તપરાક્રમ અધ્યયનના હવે કહેવાનાર અર્થ- અભિધેય, આ વક્ષ્યમાણ પ્રકારથી ભગવંત મહાવીરે કહેલ છે, તે આ પ્રમાણે છે - સંવેગ, નિર્વેદ ઇત્યાદિ ૭૩ - દ્વારો સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણવા.
હવે આ જ પ્રત્યેક પદ ફળના ઉપદર્શન દ્વારથી સૂત્રમાં કહે છે - આ બધાંનો પ્રયાસ મુક્તિ ફળ જ છે, તેમાં પ્રવૃત્તિના અભિલાષ પૂર્વક તે રૂપ સંવેગ ઇત્યાદિ પદોને કહે છે, તે આ પ્રમાણે -
• સૂત્ર - ૧૧૧૪ -
ભગવદ્ ! સંવેગથી જીવને શું પ્રાપ્ત થશે? સંવેગથી જીવ અનુતર ધર્મ શ્રદ્ધાને પામશે. પરમ ધર્મ શ્રદ્ધાથી શીઘ સંવેગ આવે છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનો ક્ષય કરે છે, નવા કમને બાંધતો નથી. અનંતાનુબંધી કષાય ક્ષીણ થતાં મિથ્યાત્વ વિશુદ્ધિ કરી દર્શનનો આરાધક થાય છે. દશન વિશોધિ દ્વારા વિશદ્ધ થઈ કેટલાંક જીવો તે જ જન્મમાં સિદ્ધ થાય છે અને કેટલાંક દર્શન વિશોધિથી શુદ્ધ થતાં ત્રીજા ભાવનું અતિક્રમણ કરતો નથી.
• વિવેચન - ૧૧૧૪ - | સંવેગ એટલે મુક્તિનો અભિલાષ. તેનાથી હે ભગવન! આ પૂજ્યને આમંત્રણ છે. જીવ કયા ગુણોને ઉત્પન્ન કરે છે? આ પ્રમાણે શિષ્ય એ પ્રશ્ન કરતાં. અહીં પ્રજ્ઞાપક તેનો ઉત્તર આપતા કહે છે -
સંવેગ વડે પ્રધાન એવા શ્રતધમદિમાં શ્રદ્ધા - તે કરવાની અભિલાષા રૂપ ધર્મ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. કેમકે તેના અભાવે સંવેગનો સંભવ નથી. ભાવમાં પણ દેવલોકાદિ ફળ જ મળે, અનુત્તર ફળ નહીં, તેથી કહે છે - અનુત્તર ધર્મશ્રદ્ધાથી સંવેગ, તે જ અર્થથી વિશિષ્ટતર ફળ જલ્દી મળે છે. તેના સિવાય વિષયાદિની અભિલાષાથી, સંવેગ ન આવે. અનુત્તર ધર્મ શ્રદ્ધામાં અન્યત્ર નિરાસક્તિમાં અન્યથાપણું સંભવ નથી.
અનંતાનુબંધી ક્રોધાદિને ખપાવે છે. અશુભ કર્મ પ્રકૃતિને બાંધતો નતી. કષાય ક્ષયના નિમિત્તથી, કર્મના અબંધત્ત્વની અપેક્ષાથી મિથ્યાત્વની વિશોધિ- સર્વથા ક્ષય થતાં ક્ષાયિક સખ્યત્ત્વનો આરાધક અર્થાત નિરતિચાર પાલના કૃત દર્શન આરાધક થાય છે. દર્શન વિશુદ્ધિથી અત્યંત નિર્મળતા થાય છે. તેથી કેટલાંક તેવા આરાધકો તે જ જન્મમાં સિદ્ધ થાય છે. અર્થાત જે જન્મમાં દર્શનની તથાવિધ શુદ્ધિ કરે છે, તે જ જન્મમાં મુક્તિને પામે છે. જેમ મરુદેવી માતાપામ્યા. જેઓ તે ભવે સિદ્ધ થતા નથી, તેઓ દર્શનની વિશુદ્ધિથી અન્ય જન્મ ઉપાદાન રૂપ ત્રીજા ભવને અતિક્રમતા નથી, અવશ્ય ત્રીજા ભવે સિદ્ધ થાય છે. આ કથન ઉત્કૃષ્ટ દર્શન આરાધકોની અપેક્ષાએ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org