Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૭૪
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3
આ દુષ્ટ શિષ્યોથી. મારો આત્મા સીદાય છે. - x - તેથી તેમનો ત્યાગ કરવો જ મારે માટે શ્રેષ્ઠ છે. પ્રેરણા કરવામાં આચાર્ય સ્વકૃત્ય પણ કેમ કરી શક્તા નથી? તે કહે છે - મારા શિષ્ય તો ગળીયા ગધેડા જેવા છે. અહીં ગધેડાનું ગ્રહણ અતિ કુત્સા બતાવવા માટે છે. તેઓ પણ સ્વરૂપથી અતિ પ્રેરણા કરાતાં જ પ્રવર્તે છે. તેમને પ્રેરવામાં જ કાળ પસાર થઈ જાય છે. તેથી તે ગળીયા ગધેડા જેવા દુઃશિષ્યોનો ત્યાગ કરીને, તેમના અનુશાસનરૂપ પલિમંથના ત્યાગથી ગર્ગ નામક ગુરુએ અનશનાદિને દૃઢ પણે સ્વીકારે છે.
ત્યાર પછી તે આચાર્ય કેવા થઈને, શું કરે છે?
• સૂત્ર
૧૦૭૫ -
તે મૃદુ માર્દવસંપન્ન, ગંભીર, સુસમાહિત અને શીલ સંપન્ન મહાન આત્મા ગર્ગ પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા. તેમ હું કહું છું.
♦ વિવેચન
9094 -
મૃદુ - બહિવૃત્તિથી વિનયવાન, માર્દવ સંપન્ન - અંતઃકરણથી પણ વિનયવાન. કુશિષ્યની સાથે મૃદુ હોવા છતાં સ્વરૂપથી અમૃદુ જ રહે છે. તેથી જ ગંભીર, સુષ્ઠુ ચિત્ત સમાધિવાળા, અપ્રતિબદ્ધ વિહારથી પૃથ્વી ઉપર વિચરે છે. - Xx - અહીં ખલુંકતા જ ગુરુને માટે દોષ હેતુ પણે થાય છે, તેના ત્યાગથી અશઠતા જ સેવવી તે અધ્યયનનું
તાત્પર્ય છે.
-
Jain Education International
-
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન ૨૭ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
-
For Private & Personal Use Only
www.jainelibrary.org