Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૬/૧૦૧૯ થી ૧૦૨૧
પણ કહી. પાદન્યૂન, તેના કાળપણાથી છે, તે જણાવે છે.
૦ સૂત્ર - ૧૦૨૨ -
જેઠ, અષાઢ, શ્રાવણમાં છ અંગુલ, ભાદરવા આદિ ત્રણમાં આઠ અંગુલ, મૃગશિર આદિ ત્રણમાં દશ ગુલ અને ફાગણ આદિ ત્રણમાં આઠ અંગુલ વૃદ્ધિ કરતાં પ્રતિલેખન પોરિસિનો સમય થાય છે.
૭ વિવેચન - ૧૦૨૨ -
-
સૂત્રાર્થ કહેલ છે. વિશેષ વૃત્તિ આ છે પ્રતિલેખન અર્થાત્ ઉક્ત કાળને પ્રતિલેખના કાળ જાણવો. તેની સ્થાપનાનું યત્ર મૂળવૃત્તિમાં જોવું. આ પ્રમાણે દિનકૃત્ય જણાવીને રાત્રિમાં શું કરવું તે કહે છે -
૬ ૧
૦ સૂત્ર - ૧૦૨૩, ૧૦૨૪ -
વિચક્ષણ ભિક્ષુ રાત્રિના પણ ચાર ભાગ કરે. તે ચાર ભાગોમાં ઉત્તરગુણોની આરાધના કરે... પહેલાં પ્રહરમાં સ્વાધ્યાય, બીજામાં ધ્યાન, ત્રીજામાં નિંદ્રા, ચોથામાં ફરી સ્વાધ્યાય કરે.
• વિવેચન ૧૦૨૩, ૧૦૨૪ ×
માત્ર દિવસમાં જ નહીં, રાત્રિમાં પણ. બીજી પોરિસિમાં ધ્યાન ધ્યાવે. સૂત્રના સૂક્ષ્માર્થ રૂપ અથવા પૃથ્વી, વલય, દ્વીપ, સાગર, ભવન આદિનું ધ્યાન કરે. ત્રીજી પોરિસીમાં નિદ્રામોક્ષ કરે અર્થાત્ સુવે. સામસ્ત્ય અર્થથી વિચારતા પહેલા અને છેલ્લા
પ્રહરમાં જાગરણ જ કરે.
શયનવિધિ આ પ્રમાણે છે - બહુ પ્રતિપૂર્ણ પોરિસિમાં ગુરુની પાસે જઈને કહે છે - હે ક્ષમાશ્રમણ! હું યાપનીયતા અને નૈષધિકી પૂર્વક મસ્તક વડે વંદન કરવાને ઇચ્છુ છું. પોરિસિ ઘણી પ્રતિપૂર્ણ થઈ છે, રાત્રિ સંથારા માટેની મને અનુજ્ઞા આપો. ત્યારે પહેલા કાયિકી ભૂમિમાં જાય છે. ત્યાર પછી જ્યાં સંસ્તારક ભૂમિ છે, ત્યાં જાય છે પછી ઉપધિને ઉપયોગપૂર્વક પ્રમાર્જે છે, ઉપધિની દોરી છોડે છે. પછી સંથારો, ઉત્તરપટ્ટો પડિલેહીને બંનેને એકત્ર કરી ખોબામાં રાખે છે, પછી સંથારા ભૂમિ પ્રમાર્જે છે પછી સંથારાને પહોળો કરી, ઉત્તરપટ્ટા સહિત પાથરે છે. પછી ત્યાં રહીને મુહપત્તિથી ઉપરની કાયાને પ્રમાર્જે છે. અધોકાયાને રજોહરણથી પ્રમાર્જે છે વસ્ત્રોને ડાબા પડખે રાખે છે. પછી સંથારા ઉપર બેસીને બોલે છે -
નીકટ રહેલ હે જ્યેષ્ઠ આર્યો! અનુજ્ઞા આપો. પછી ત્રણ વખત સામાયિક સૂત્ર બોલીને સુવે છે. સંથારાની અનુજ્ઞા આપો. કેવી રીતે? બાહુનું ઓશીકુ કરે, ડાબા પડખે સુવે, કુકડીની જેમ પગ પ્રસારે, જો તેમ ન કરી શકે તો ભૂમિની પ્રમાર્જના કરે. સંર્દશક - સાંધા સંકોચે ત્યારે પ્રમાર્જે ઉદ્ધર્તન કરે ત્યારે કાયાની પ્રતિલેખના કરે.
-
જ્યારે જાગે ત્યારે દ્રવ્યાદિનો ઉપયોગ કરે, પછી શ્વાસને નિરોધીને આલોકન કરે. હવે રાત્રિના ચોથા ભાગના પરિજ્ઞાનનો ઉપાય દર્શાવીને સમસ્ત યતિકૃત્ય
કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org