Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૬/૧૦૨૭ થી ૧૦૪૪-૧
- ભુખ - તરસથી પીડિત ચક્ષ વડે બરાબર ન જોઈ શકે તો ઇર્ષા સમિતિ કેમ પાળી શકે? (૪) સંયમના પાલન માટે - આકૃલિત ને સંચિત્તાહારથી તેનો વિઘાત થાય, (૫) પ્રાણ - જીવન નિમિત્તે, અવધિથી પ્રાણના અપક્રમણમાં હિંસા થાય. (૬) ધર્મ ચિંતાર્થે - શ્રત ધર્મની ચિંતાને માટે, તે આકુલિત ચિત્તથી ન થાય, તે માટે આહાર - પાનની ગવેષણા કરે.
આ કારણોની ઉત્પત્તિમાં શું અવશ્ય ભોજન • પાન ગવેષણા કરે કે ન કરે? ધર્મચરણ પ્રતિ વૃતિમાન નિગ્રન્થ, તપસ્વી તે ભક્તપાન ગવેષણા ન પણ કરે. તેના પણ છ કારણો આગળ કહેશે. - x- X
(૧) આતંક - જ્વર આદિ રોગમાં, (૨) ઉપસર્ગ - ક્યારેક સ્વજન આદિ દ્વારા ઉપસર્ગ થાય અથવા વિમશદિ હેતુથી દેવાદિ ઉપસર્ગ કરે. તેના નિવારણાર્થે ભોજન ન કરે. (૩) તિતિક્ષા - સહન કરવાના હેતુભૂતપણે, કયા વિષયમાં? બ્રહ્માચર્યગુમિમાં, તે અન્ય રીતે સહન કરવું શક્ય નથી. (૪) પ્રાણિ દયા હેત - વર્ષાદિમાં આહાર્થે નીકળે તો અપૂકાયાદિની વિરાધના સંભવે છે. (૫) તપને માટે - ઉપવાસ આદિ કરવા. (૬) શરીરના વિચ્છેદને માટે - ઉચિત કાળે સંલેખના, અનશન કરવા દ્વારા ભોજન, પાનની ગવેષણા ન કરે. - - -.
કઈ વિધિથી કેટલા ક્ષેત્રમાં પરિભ્રમણ કરે? પહેલા ચક્ષુઆદિથી પડિલેહણા કરે, પછી તે ઉપકરણ ગ્રહણ કરે. સામાન્યથી માત્ર પ્રત્યુપેક્ષણા ન કરે પણ તેની પ્રમાર્જના પણ કરે. ઉપકરણાદિ લઈને, અર્ધયોજનને આશ્રીને ક્ષેત્રમાં અશાનાદિ ગ્રહણ કે. જે પ્રદેશમાં વિચરણ કરે તે વિહાર, તેમાં મુનિ વિચરણ કરે. આ પ્રમાણે વિચરીને ઉપાશ્રય આવીને ગુરુ સન્મુખ આલોચના કરીને ભોજનાદિ કરીને જે કરે છે, તે કહે છે -
ચોથી પોરિસિમાં પ્રત્યુપ્રેક્ષણાપૂર્વક પાત્રને બાંધીને સ્વાધ્યાય કરે, આ સ્વાધ્યાય જીવાદિના સર્વભાવનો પ્રકાશક છે. પોરિસિના ચોથા ભાગમાં વાંદીને - સ્વાધ્યાયકરણ પછી આયાદિ પાસે કાળ પ્રતિક્રમીને પછી શય્યા - વસતિની પ્રતિલેખના કરે. પછી પ્રશ્રવણ અને ઉચ્ચારભૂમિની પ્રત્યેકની બાર-Mાર સ્પંડિલ ભૂમિ રૂપ પડિલેહણા કરે. કોણ? યતિ- જે રીતે આરંભથી વિરમે અથવા જયણાવાળા થાય તે ચતિ.
એ પ્રમાણે સત્તાવીશ ઈંડિલની પડિલેહણા પછી સૂર્યનો અસ્ત થાય છે. - - - - આ પ્રમાણે ૧ણા સૂત્રનો અર્થ કહ્યો. આ પ્રમાણે વિશેષથી દિનકૃત્ય જણાવીને હવે તે પ્રમાણે રાત્રિ કર્તવ્ય કહે છે -
• સૂગ - ૧૦૪૪/ર થી ૧૦૫૭ •
(૧૦૪/૨) ત્યાર પછી સર્વ દુઃખોથી મુક્ત કરનારી કાયોત્સન કરે. (૧૦૪૫) જ્ઞાન, દર્શન અને ચારિત્ર સંબંધી દેવસિક અતિચારનું અનુક્રમે ચિંતન કરે. (૧૦૪૬) કાયોત્સર્ગ પુરો કરીને ગુરુને વંદના કરે. પછી અનુક્રમે દૈતસિક અતિચારોની લોચના કરે. (૧૦) પ્રતિક્રમણ કરી, નિશલ્ય થઈ ગુરુને વાંધીને, પછી સર્વ દુઃખોથી મુક્ત કરાવનાર 80/3
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org