Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૩ ૪
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ • વિવેચન - ૮૮૫ - પૂર્વવતું. હવે પાશ અવબદ્ધત્વને આશ્રીને ચોથું દ્વાર કહે છે. • સૂત્ર - ૮૮૬ થી ૮૮૯ -
(૮૮૬) આ સંસારમાં ઘણાં જીવો પાશથી બદ્ધ છે. હે મુનિ! તમે આ બંધનથી મુક્ત અને લઘુભૂત થઈને કેવી રીતે વિચરણ કરો છો? ત્યારે ગૌતમે કહ્યું - (૮૮૭) હે મુનિ! તે બંધનોને બધાં પ્રકારે કાપીને, ઉપાયોને વિનષ્ટ કરી, હું બંધનમુક્ત અને હળવો થઈને વિચરણ કરું છું.
(૮૮૮) હે ગૌતમાં તે બંધન કયાં છે? કેશીએ આમ પૂછતા, ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું - (૮૮૯) તીવ રાગદ્વેષાદિ અને સ્નેહ ભયંકર બંધન છે. તેને કાપીને ધર્મનીતિ તથા આચાર અનુસાર હું વિચરણ કરું છું.
• વિવેચન - ૮૮૬ થી ૮૮૯ -
પાશ વડે બદ્ધ - નિયંત્રિત પ્રાણી પાશને તજીને જ લઘુભૂત - વાયુ, તેની જેમ લઘુભૂત થઈ બધે જ અપ્રતિબદ્ધપણે વિચરે. તે લોકબંધક પાશાને બધાંને તોડીને પુનર્બન્ધ અભાવ લક્ષણથી અતિશય વિનાશ કરીને, કઈરીતે? સદ્ભત ભાવના અભ્યાસથી. તે પાશ કોને કહે છે? રાગદ્વેષાદિને, આદિ શબ્દથી મોહ પણ લેવો. ગાઢ નેહ જે પત્ર, પત્ની આદિ સંબંધ છે તે પણ પાશની જેમ પરવશતાનો હેતુ છે. અતિ ગાઢ હોવાથી રાગના અંતર્ગત છતાં તેનું ફરી ઉપાદાન કર્યું. તે અનર્થ હેતુપણાથી ત્રાસને ઉત્પન્ન કરનાર છે. યથાક્રમ એટલે યતિ વિહિત આચાર, તેને ઉલ્લંધ્યા વિના.
• સૂત્ર - ૮૯૦ -
ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ સંદેહ દૂર કર્યો. મારે એક બીજો પણ સંદેહ છે. હે ગૌતમ તે વિષયમાં તમે મને કહો -
• વિવેચન - ૮૯૦ -
પૂર્વવત. હવે પાંચમા દ્વારનો અવસર છે. જેના વડે ભવ વિસ્તારાય છે, તે તંતુ એટલે ભવતૃષ્ણા. તે જ બંધનો હેતુ હોવાથી બંધન છે, તેનું ઉમૂલન તે તંતુ બંધન ઉદ્ધરણ. તેને આશ્રીને કહે છે -
• સૂત્ર - ૮૯૧ થી ૮૯૪ -
(૮૧) હે ગૌતમા હદયમાં ઉત્પન્ન એક લતા છે. તેમાં વિષતુલ્ય ફળો થાય છે. તેને તમે કઈ રીતે ઉખેડી? (૮૯૨) કેશી. તે લતાને સર્વથા છેદીને તથા જડથી ઉખેડીને નીતિ અનુસાર હું વિચરણ કરું છું. તેથી હું વિષફળ ખાવાથી મુક્ત છું. (૮૯૩) કેશીએ ગૌતમને પૂછવું - તે લતા કેવી છે? ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું - (૮૯૪) ભવતૃષ્ણા જ ભયંકર લતા છે. તેમાં ભીમ ફલોદયા ફળ ઉગે છે. હે મહામુનિા તેને જડથી ઉખાડીને હું નીતિ અનુસાર વિચરું છું.
• વિવેચન - ૯૯૧ થી ૮૯૪ -
મનમાં ઉત્પન્ન લતા છે. હે ગીતમાં તેમાં વિષભક્ષ્ય - અંતે દારુણપણાથી વિષની ઉપમાવાળા ફળો થાય છે. તે તમે કઈ રીતે તોડી નાંખ્યા? તે લતાને સમૂળ છેદીને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org