Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૩/૯૨૫
૩૯
• સૂત્ર - ૯૨૫ + વિવેચન -
ગોતમાં તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ સંદેહ દૂર કર્યા. મારે બીજે પણ એક સંદેહ છે. ગૌતમાં તે વિષયમાં મને કહે -
વ્યાખ્યા પૂર્વવત સ્થાનને જ પામે છે, તેથી સ્થાનદ્વાર કહે છે - • સૂત્ર - ૯૨૬ થી ૯૩૦ -
(૯૨૬) હે મુનિ શારીરિક, માનસિક દુઃખોથી પીડિત પ્રાણીને માટે તમે ક્ષેમ, શિવ, અનાબાધ કયા સ્થાનને માનો છો? (૨) ગૌતમે કહ્યું - લોકારે એક એવું સ્થાન છે, જ્યાં જરા નથી, મૃત્યુ નથી, વ્યાધિ કે વેદના નથી. પણ ત્યાં પહોંચવું મુશ્કેલ છે. (૨૮) કેશીએ ગૌતમને પૂછ્યું - તે સ્થાન કયું છે? ત્યારે ગૌતમે તેને આ પ્રમાણે કર્યું (૨૯) જે
સ્થાને મહર્ષિ રહે છે, તે સ્થાન નિવણ, બાધ, સિદ્ધિ, લોકાર છે તે ક્ષેમ, શિવ, અનાબાધ છે. (૯૩૦) ભવૌધનો અંત કરનાર મુનિ, જેને પામીને શોક કરતા નથી. તે સ્થાન લોકાગે શાશ્વત રૂપે અવસ્થિત છે. જ્યાં પહોંચવું કઠીન છે.
• વિવેચન - ૯૨૬ થી ૯૩૦ -
શારીરિક માનસિક દુઃખોથી પીડાતા, આકુલ ક્રિયમાણતાથી જીવોને વ્યાધિરહિતતાથી ક્ષેમ, સર્વ ઉપદ્રવ અભાવથી શિવ, સ્વાભાવિક બાધાં રહિતતાથી અનાબાધ, એવા સ્થાનને તમે જાણો છો? ગૌતમે કહ્યું. એક દુઃખેથી આરોહી શકાય તેવું સ્થાન સમ્યગ્દર્શનાદિ ત્રણથી પતાય છે. ત્યાં વ્યાધિના અભાવે ક્ષેમત્વ, જરામરણના અભાવે શિવત્વ, વેદનાના અભાવે અનાબાધકત્વ કહેલ છે. તે ધ્રુવ આદિ છે. કર્મ રૂપી અગ્નિના ઉપશાંત થવાથી અહીં પ્રાણી શીત થાય છે માટે નિર્વાણ કહ્યું. તેમાં પ્રાણીઓ નિષ્ઠિતાર્થ થાય છે. સર્વ જગતની ઉપર તેનું સ્થાન છે. ત્યાં તેનો શાશ્વત વાસ છે. તે પામીને જીવો નારકાદિ ભવોનો અંતઃકર થાય છે, ફરી જન્મ લેતા નથી.
• સૂત્ર - ૯૩૧ -
ગૌતમો તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ સંદેહ પણ દૂર કર્યો. હે સંશયાતીતા સર્વ કૃત મહોદધિા તમને નમસ્કાર.
• વિવેચન - ૯૩૧ -
તમને નમસ્કાર થાઓ. હે સંદેહ અતિક્રાંતા સર્વ સૂત્રોના આધાર-રૂપ! આના વડે ઉપબૃહણાગર્ભ સ્તવના કરી. પ્રશ્નનો ઉપસંહાર નિર્યુક્તિકાર કરે છે. આ જ ક્રમથી દેશી વડે પ્રશ્નો કરાયા. તેમાં બધાં અનુષ્ઠાનોમાં શિક્ષાવત પહેલું કહ્યું, પછી વસ્ત્રોની આવશ્યક્તાથી લિંગ દ્વાર કહ્યું. સુખેથી ધર્મ પાલન માટે શત્રુનો જય કહ્યો. તેમાં કષાયો જ ઉત્કટ છે, તેથી રાગ-દ્વેષ રૂપ પાશ છેદવાનું કહ્યું. - x-x-x-x-xઇત્યાદિ ગાથાપદનું તાત્પર્ય જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org